Abtak Media Google News

રાજકોટમાં કોરોનાનો ફૂંફાડો: નવા 21 કેસ નોંધાયા, એક વર્ષના બાળકથી લઇ 88 વર્ષના વૃદ્વ સંકજામાં

રાજકોટમાં ફરી એક વખત કોરોનાએ ઉપાડો લીધો છે. ગઇકાલે શહેરમાં 21 નવા કેસ નોંધાતા આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. શહેરના વોર્ડ નં.7માં કિશાનપરા ચોક વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં સામ-સામે રહેતા બે પરિવારના નવ સભ્યો કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ બે પરિવારના એકપણ સભ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા ન હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરન અલગ-અલગ વિસ્તારોમાં એક જ દિવસમાં 21 કેસ નોંધાતા ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

કોરોનાના કેસમાં ત્રણ દિવસ સુધી સતત ઘટાડો નોંધાયા બાદ ફરી કોરોનાએ ઉપાડો લીધો છે. મંગળવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 9ર સહિત રાજયમાં નવા 572 કેસ નોંધાયા હતા જો કે એકપણ દર્દીનું મોત થયું નથી. હાલ રાજયમાં 3595 એકિટવ કેસ છે જો કે મોટાભાગના દર્દીઓની હાલત સ્થીર છે. લક્ષણો ખુબ જ સામાન્ય હોય ચાર-પાંચ દિવસમાં દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહે છે.

મંગળવારે રાજયમાં કોરોનાના નવા 572 કેસ નોંધાયા હતા. 489 દર્દીઓએ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. હાલ રાજયમાં 3595 એકિટવ કેસ છે જે પૈકી માત્ર એક જ દર્દી વેન્ટીલેટર પર છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં મંગળવારે 249 કેસ, સુરત કોર્પોરેશનમાં 8ર કેસ, વડોદરા કોર્પોરેશનમાં 41 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં રર કેસ, રાજકોટ કોર્પોરેશનમાં ર1 કેસ જામનગર કોર્પોરેશનમાં 13 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 9 કેસ સહીત રાજયની આઠ પૈકી સાત કોર્પોરેશનમાં 437 કેસ નોંધાયા છે.

આ ઉપરાંત વલસાડ જીલ્લામાં 18 કેસ, નવસારી જીલ્લામાં 16 કેસ, કચ્છ જીલ્લામાં 1ર કેસ, સુરત જીલ્લામાં 1ર કેસ, મોરબી જીલ્લામાં 9 કેસ, અમદાવાદ જીલ્લામાં 8 કેસ, ભરુચ જીલ્લામાં 8 કેસ, પાટણ જીલ્લામાં 8 કેસ, ગાંધીનગર જીલ્લામાં 7 કેસ, મહેસાણા જીલ્લામાં 7 કેસ, રાજકોટ જીલ્લામાં પ કેસ, આણંદ જીલ્લામાં 4 કેસ, ખેડા જીલ્લામાં 4 કેસ, અમરેલી જીલ્લામાં 3 કેસ, પોરબંદર જીલ્લામાં 3 કેસ બનાસકાંટમાં ર કેસ, ગીર સોમનાથ જીલ્લામાં બે કેસ, તાપી જીલ્લામાં બે કેસ, જામનગર, જુનાગઢ, પંચમહાલ, સાંબરકાંઠા અને વડોદરા જીલ્લામાં નવા એક એક કેસ નોધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.