Abtak Media Google News

મેં નક્કી કર્યું હતુ કે કોંગ્રેસમાંથી કોઇને લાવવા નહીં, અમે લેવા નથી ગયા જયરાજસિંહ અમને મળ્યા હતા: સી.આર.પાટીલ

અબતક-રાજકોટ

કોંગ્રેસના દિગ્ગજ નેતા તેમજ કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા અને ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરનાર નેતા જયરાજસિંહ પરમાર અને તેમના સમર્થકો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેરી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે. જયરાજસિંહ પરમાર સાથે ગાંધીનગર શહેરના ઉપપ્રમુખ વિજયસિંહ વાઘેલા, કોંગ્રેસના અમદાવાદ શહેરના મહામંત્રી હાર્દીકભાઇ જોષી, ગાંઘીનગરના પુર્વ કોંગ્રેસના કોર્પોર્ટર  રાકેશભાઇ પટેલ, ગાંધીનગર શહેરના મહામંત્રી પ્રવીણસિંહ વિહોલ સહિતના આગેવાનો વિધિવત રીતે ખેસ પહેરી ભાજપમાં જોડા

સી.આર.પાટીલે જણાવ્યું કે, મારા અધ્યક્ષ બન્યા પછી નક્કી કર્યું હતું કે કોંગ્રેસમાંથી કોઇને લાવવા નહી અમે લેવા નથીRespectગયા પરંતુ જયરાજસિંહ અમને મળ્યા અને જે રીતે હું તેમને ડિબેટમાં જોતો હતો ત્યારે પાર્ટીના આગેવાનનું મંતવ્ય હતું કે પાર્ટીમાં જોડાવવા આવ્યા છે ત્યારે તેમને જોડવા જોઇએ. જયરાજસિંહે કોઇ અપેક્ષા જણાવી નથી. આપ સૌ ગુજરાતનું હિત, દેશનું હિત ઇચ્છો છો તો તેમને જવાબદારી વગર રાખી ન શકાય. તમારામાં જે કામ કરવાની પ્રતિભા છે તેનો ઉપયોગ ચોક્કસ કરીશું. પાર્ટી નક્કી કરતી હોય છે કે કોને શું જવાબદારી આપવી. અને પાર્ટીને તમને જે પણ જવાબદારી આપવી હશે તે આપશે. દરેક પાર્ટીનો મેનિફેસ્ટો જોવો તો સેવાકીય પ્રવૃતિની વાત કરતા હોય પરંતુ ભાજપ એ અલગ છે. ભાજપાના કાર્યકરોને અને ભાજપા પાર્ટીને “પાર્ટી વિથ ડિફરન્સ” તરીકે લોકો ઓળખે છે, આ ઇમેજ જાળવી અને પાર્ટીને નુકશાન ન થાય, લોકોની મુશ્કેલીને સમજી તેને મદદરૂપ થવાનો ન ફકત પ્રયાસ કરવો પરંતુ પરિણામલક્ષી પ્રયાસ કરવો તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ગળથુથીમાં છે.

ગોરધનભાઇ ઝડફીયાએ જણાવ્યું કે, આજે કોંગ્રેસમાં વર્ષો સુધી ચૂંટણીમાં હાર થતી હોય છતા પણ સિંહ ગર્જના કરતા હોય અને જે લડવાનું ઝનુન છે તેવા જયરાજસિંહનું ભાજપમાં સ્વાગત છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં એક ઝાટકે આર્ટીકલ 370 જમ્મુ-કાશમીરથી હટાવી અને ત્યારે મહેબુબા મુફતી એમ કહેતા કે કલમ 370 ને દુર ન કરતા “હાથ લગાઓગે તો જીસ્મ જલ જાયેગા” પરંતુ હું કહુ છે કે દોઢ વર્ષ થઇ ગયું સળગાવો….જયરાજસિંહ ભાજપમાં જોડાયા છે તો તેમને ભાજપની રાષ્ટ્રવાદની વિચારધારાનો સ્વીકાર કર્યો છે. ભાજપમાં નવયુવા કાર્યકરો જોડાઇ રહ્યા છે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો 182 વિધાનસભા બેઠક જીતાવાનો સંકલ્પ કર્યો છે તે આ જોતા લાગે છે કે હવે કોંગ્રેસ સંપુર્ણ ગુજરાતમાં નામશેષ થશે.પ્રદેશના મહામંત્રી રજનીભાઇ પટેલે જણાવ્યું કે, પરિવારવાદ પાર્ટીમાંથી કાર્યકર્તા આધારીત વિશ્વની મોટી પાર્ટીમાં જયરાજસિંહ જોડાયા છે. નેશન ફર્સ્ટ ના વિચારધારાથી જનસંઘથી કામ કરતી આ પાર્ટી ભાજપના રૂપમાં વિચારને અવિરત વધારી રહી છે.

જયરાજસિંહ પરમારે જણાવ્યું કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં ખૂબ આદર પ્રેમ અને સ્નેહ સાથે પાર્ટીમાં મને આવકાર્યો છે. મારી સાથે આવેલા તમામ કાર્યકરોને સહજ પાર્ટીમાં સ્વીકાર કર્યો છે. રાજનીતી એ સેવાનો વિષય છે. કોંગ્રેસમાં ખૂબ લોહી પસીનો મે અને અહી ઉપસ્થિત કાર્યકરોએ વેડફયો છે. જે કાર્યકરે સચિવાલયનું પગથિયું જોયુ નથી સ્વર્ણીમ સંકુલ કયા આયુ તે જોયુ નથી તેવા નિષ્ઠાવાન કાર્યકરોને લઇ આપની સમક્ષ આવ્યો છું. જયરાજસિંહ વધુમાં કહ્યું કે હું એક વાતની ખાતરી આપુ છું કે જયા મે લોહી રેહડ્યુ છે ત્યા કશુ નથી મળ્યું પરંતુ આજે ભાજપ માં કોઇ અપેક્ષા લઇને નથી આવ્યો. માન સન્માન જાળવજો માથુ મુકીને કામ કરવાનો છું જે ખુટે છે તે પુરવા આવ્યો છું અમે ઉંધી દિશામાં પતંગ ચગાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.