Abtak Media Google News

હું ભાજપનો કાર્યકર છું, પાર્ટી જે કામ સોંપશે તે કરીશ. ભાજપના પ્રમુખ જે લક્ષ્યાંક આપશે તેને પુરો કરવા માટે તનતોડ મહેનત કરીશ. તેવું વજુભાઇ વાળાએ એક નિવેદનમાં જણાવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું કે 2022ની ચૂંટણીમાં હું કાર્યકર તરીકે કામ કરીશ. 2/3 બહુમતી માટે કામ કરીશ અને કોઇપણ મોરચો આવે તો પણ કોઇ ફેર નહી પડે.

2022ની ચૂંટણીને હજુ એક વર્ષ કરતા વધુ સમયની વાર છે, જો કે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સામાજિક આગેવાનો અને નેતાઓ પણ તૈયાર છે.

તેવામાં રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાને ત્યાં મહત્વની બેઠક મળી હતી.

શુક્રવારે મોડી મળેલી બેઠકમાં સામાજિક એકતા સાથે રાજકીય શક્તિ પ્રદર્શન અંગે મહત્વની રણનીતિ ઘડવામાં આવી છે. પૂર્વ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ તથા માવજીભાઈ ડોડીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા છે. પાટીદારોના ખોડલધામ જેવું જ કારડિયા રાજપૂત સમાજનું ભવાની માતાનું મોટું મંદિર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શક્તિની ભક્તિ સાથે સમાજની એકતાના આ મંદિરના નિર્માણ સહિતનું સુકાન વજુભાઈ વાળાને સોંપવામાં આવશે. લીંબડી હાઈવે પર ભવાની માતાજીનું આ ભવ્ય મંદિર નિર્માણ થશે. ત્યારે વજુભાઈ વાળા 2022ની ચૂંટણી પહેલા ફરી મેદાને આવ્યા છે. અને સમાજને એક રાખવા માટે આ ભવ્ય મંદિર અગત્યનો ભાગ ભજવશે.ગુજરાત ભાજપના રાજકારણમાં બે દાયકા સુધી દબદબો ધરાવ્યા બાદ રાજ્યપાલ બનેલા અને હાલમાં જ રાજ્યપાલપદેથી નિવૃત્ત થઈ પરત રાજકોટ  આવી ગયેલા રાજકારણના જૂનાજોગી વજુભાઈ વાળાએ કહ્યું હતું કે હું નિવૃત થાઉં તો ગીતામાંથી કર્મયોગ કાઢવો પડે અને ભાજપનો કાર્યકર હતો અને રહીશ.

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે હું ભાજપનો કાર્યકર છું, પાર્ટી જે કામ સોંપશે તે કરીશ. ભાજપના પ્રમુખ જે લક્ષ્યાંક આપશે તેને પુરો કરવા માટે તનતોડ મહેનત કરીશ. રાજકીય રીતે કોઇ પ્રદર્શન કરવાની કોઇ વાત નથી. પક્ષ જે જવાબદારી સોંપશે તે હું કરીશ. 2022ની ચૂંટણીમાં હું કાર્યકર તરીકે કામ કરીશ. 2/3 બહુમતી માટે કામ કરીશ અને કોઇપણ મોરચો આવે તો પણ કોઇ ફેર નહી પડે. તમામ સમાજને સાથે રાખીને મંદિરનું નિર્માણ કરવામાં આવશે.

બાદમાં વજુભાઈ હવે કેવો દાવ ખેલશે એ તરફ રાજકીય પંડિતો અને ભાજપના કાર્યકરોની નજર મંડાયેલી છે. ત્યારે ભાજપના આ દિગ્ગજ નેતાએ સુરેન્દ્રનગર જિલ્લામાં કારડિયા રાજપૂત સમાજના માતાજીનું વિશાળ મંદિર બનાવી સમાજને એક છત હેઠળ લાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.