Abtak Media Google News

સરકારી તિજોરીમાંથી સહાયનો નીકળેલો એક રૂપિયો લાભાર્થી પાસે પહોંચતા પહોંચતા માત્ર ૨૦ પૈસા રહી જાય છે, વહીવટી ગેરરીતિનું આ આળ હવે ભૂતકાળ; લાભાર્થીને સોએ સો ટકા રકમ પહોંચાડવાના લક્ષ્યાંકમાં  ભારતની સિદ્ધિ

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં ખરા અર્થમાં સુ રાજ્યની સ્થાપના માટેના એક પછી એક પગલા લેવાઈ રહ્યા છે સરકારી સહાય અને લાભાર્થીઓ માટેની ગ્રાન્ટ નો એક એક રૂપિયો છેવાડાના લાભાર્થી સુધી પહોંચી જાય તે માટેના વ્યવસ્થાપનમાં વડાપ્રધાન  કિસાન યોજનાના નવ કરોડ ખેડૂત લાભાર્થીઓને એક જ કલાકમાં આજે ૧૮,૦૦૦ કરોડ રૂપિયા બેંકના ખાતામાં જ સીધા જમા થવાના સરકારના આ પગલા એ ભારતની અર્થવ્યવસ્થા અને સરકારી સહાયનું માળખું ઉચ્ચતમ આદર્શ રીતે ચાલતું હોવાનું પુરાવો જગતને આપ્યો છે એક જમાનો હતો કે સત્તાધીશો પોતે કબુલતા હતા કે દિલ્હીની સરકારી તિજોરીમાંથી છેવાડાના માનવી માટે સહાયરૂપ એક રૂપિયો છેવાડાના લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા માત્ર ૨૦ પૈસા જેટલું જ મૂલ્ય રહે છે આ વચેટિયાઓની માયાજાળ અને વહીવટી ભ્રષ્ટાચારના કારણે લાભાર્થીઓ ને સરકારી સહાય મેળવવી ભારે મુશ્કેલ હતી મંજૂર થયેલી લોન સરકાર ની સબસીડી અને સહાય માં ક્યાંય નેવૈધ આપ્યા વગર કંઈ થતું નહીં ત્યારે દેશના કિસાનો ની આવક બમણી કરવા માટે સરકારે આર્થિક સહાયની શરૂ કરેલી પરંપરા અને દરેક નાના-મોટા ખાતેદાર ખેડૂતના ખાતામાં વર્ષના ૬૦૦૦ જમા કરાવવાની યોજનાના બીજા વર્ષમાં પ્રથમ હપ્તો આજે જારી કરવામાં આવ્યું છે અને એક જ કલાકમાં દેશના નવ કરોડ ખાતેદાર ખેડૂત ને સીધા જ તેમના ખાતામાં બે હજાર રૂપિયાના હપ્તા માટે ૧૮ હજાર કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી રહી છે એક સાથે કરોડો લાભાર્થીઓને એક પણ રૂપિયા વગર ૯૦૦૦ કરોડ રૂપિયાની સરકારી સહાય પહોંચવાની આ પ્રક્રિયા ભારતની અતિવિશાળ ચૂંટણી પ્રક્રિયાની જેમ જ આખા જગત માટે ખૂબ જ આશ્ચર્યજનક અને ચમત્કારી વહીવટથી જરા પણ કમ નથી કેન્દ્ર સરકાર દ્વારા સરકાર અને સામાન્યજન વચ્ચે કોઈપણ જાતના વચેટિયા વગર રાજા અને પ્રજા શાસન અને રૈયત વચ્ચેના સીધા સંવાદો જેવા આ વહીવટ વ્યવહારે ખેડૂતોને અત્યાર સુધી ઓરમાયા વર્તન ની લાગણી માંથી મુક્ત કરીને ગૌરવ રીતે સરકારની મદદ અને આર્થિક સહાય લેવા માટે નિમિત્ત બનાવ્યો છે અગાઉનો સમય હતો કે ખેડૂતને પોતાના ભાગના હક્ક પૈસા અને સહાય મેળવવા માટે દરદરભટકવું પડતું હતું હવે સિદ્ધા ર્ખાતામાં પૈસાજમા થઈ જતા હોવાથી ખેડૂતોખરા અર્થમાં સ્વતંત્રતા અને સ્વાયત્તતાનો અનુભવ કરી  રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.