Abtak Media Google News

જય વિરાણી, કેશોદ: કેશાેદના આંબાવાડી વિસ્તારના રહીશાે દ્વારા જીઓ કંપનીના માેબાઇલ ટાવરનું કામ અટકાવવા મેણસીભાઇ મારખી પીઠિયાની આગેવાની હેઠળ 100 સહીઓ સાથે 50 કરતાં વધુ લાેકાેનું ટાેળું ચીફ ઓફીસર, પાેલીસ સ્ટેશન, મામલતદાર, ડે કલેક્ટરને, ડીવાયએસપી કચેરીને આવેદન આપી રજૂઆતેેા કરી હતી. વાંધા અરજીમાં

ખાનગી બિલ્ડીંગની મજબુતાઇ અંગે સવાલાે ઉઠાવી પાલીકા સ્થાનીક લાેકાેની જાણ બહાર વહીવટ કરી મંજુરી આપી દેતી હાેય છે. તેવા આક્ષેપાે કર્યા હતાં. વધુમાં જણાવ્યું કે જે જગ્યા પર ટાવર ઉભાે કરવામાં આવી રહ્યાે છે. તેની આસપાસ જી ડી વાછાણી પ્રાયમરી સ્કુલ, પુરાેહિત વિદ્યાર્થી ભવન, ડેન્ટલ હેેાસ્પિટલ, ગાયનેક હાેસ્પિટલ, નગરપાલીકાનાે બગીચાે તેમજ રહેણાંક મકાનાે આવેલાં છે.

માેબાઇલ ટાવરના ઇલેક્ટ્રાે મેગ્નેટીક રેડીએશનથી ગંભીર પ્રકારની બીમારી થવાની પુરેપુરી સકયત્તાઓ રહેલી છે. આ અંગે કામ રાેકવા બાબતે કાેન્ટ્રાક્ટર અને મિલકત માલીકે સાથે સ્થાનીકાેએ વાત કરતાં તેમણે સંભળાવી દીધુ. કે કાેઇ અધીકારી અમારૂ કાંઇ જ બગાડી નહીં શકે જયાં જવું હાેય ત્યાં જાવ તેમ કહી ખરાબ વર્તન કર્યું હતું. આમ સ્થાનીક રહેવાસીઓએ માેબાઇલ ટાવરનું કામ રાેકવામાં આવે તેવી રાેષપુર્વક માંગ કરી હતી. આ સાથે રહીશાે આગળની કાર્યવાહીમાં ટ્રાઇમાં ઓનલાઇન રજૂઆતાે કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.