જસદણના વિકાસને કોઈ આંબી નહી શકે: પાલિકા પ્રમુખ અનિતાબેન

ગોખલાણા રોડ અને લોહિયાનગરને જોડતા બેઠા પુલ થશે નિર્માણ

 

અબતક, જસદણ

જસદણમાં સ્મશાન ગોળાઈથી લાતીપ્લોટ ગોખલાણારોડ અને લોહીયાનગરને જોડતા બેઠા પુલ પર હવે આગામીદિવસોમાં એક નવા પુલનું નિર્માણ થશે. જે અંગે પીજીવીસીએલના નડતરરૂપ થાંભલા નીકળતા ટુંક સમયમાં આ કાર્યવાહી થશે જસદણ નગરપાલીકાના પ્રમુખ અનિતાબેન રૂપારેલીયાની અધ્યક્ષા હેઠળ કરોડો રૂપીયાના ખર્ચે રોડ રસ્તાઓ બની રહ્યા છે.

કમરીબાઈ પુલને આકર્ષક ટચ સહિતના રોડના કામો નવનિર્મિત થતા નગરજનોમાં આનંદ છવાયો છે. ભાદરનદી પર બેઠો પુલ હોવાથી ચોમાસામાં અનેક લોકોને પારાવાર મુશ્કેલીઓ પડતી હતી પણ હવે થોડી કાર્યવાહી બાદ હવે પોણા બે કરોડના ખર્ચે ટુંકા ગાળામાં ઉંચો પુલ નિર્માણ પામશે. અપિતાબેને જણાવ્યું હતુ કે કામ ચાલુ છે. ત્યાં સુધી થોડી અગવડતા પડે પણ પછી જસદણ નંદનવન બની જશે. જસદણના વિકાસને કોઈ આંબી નહિ શકે લોહીયાનગરને જોડતો આપુલનું કામ પણ ટુંકમાં શરૂ થવાથી વિકાસ આભને આંબશે તેમ ઉમેર્યું હતું.