Abtak Media Google News
  • ગુજરાતમાં એક મહાઠગ આવે છે ગુજરાતના લોકોને ઠગવાનો પ્રયત્ન કરે છે એટલે ગુજરાતના લોકોને ચેતવું છું: પાટીલના પ્રહાર
  • સુરતના કડોદરા ખાતે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં “વન ડે વન ડિસ્ટ્રીકટ” કાર્યક્રમ યોજાયો : ભવ્ય બાઈક રેલી પણ યોજાઈ

ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ “વન ડે વન ડિસ્ટ્રીકટ” કાર્યક્રમ હેઠળ જીલ્લાના કાર્યકરોને અને આગેવાનોને મળવાનો કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે આજે “વન ડે વન ડિસ્ટ્રીકટ” કાર્યક્રમ અંતર્ગત સુરત જીલ્લાના છત્રાલા શોપિંગથી અકાળમુખી હનુમાનજી મંદિર કડોદરા સુધી ભવ્ય બાઇક રેલી યોજી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું કાર્યકરોએ ઉષ્માભેર ભવ્ય સ્વાગત કર્યુ. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે ભર ગરમીમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો અહિયાં આવ્યા અને સ્વાગત કર્યુ તે બદલ આપ દરેક કાર્યકર્તાઓને વંદન. આજે મોટી સંખ્યામાં કાર્યકરોને જોઇને ઘણી પાર્ટીના આગેવાનોના છાતીના પાટીયા બેસી ગયા હશે.

20220507 142052

ગુજરાત ભાજપનો કાર્યકર જ્યારે કોઇ નિશ્ચય કરી આગળ વધે ત્યારે તે કાર્યકરોની અડફેટે આવનાર તમામ લોકોનો સફાયો થઇ જાય છે. છેલ્લા 2 વર્ષના કાર્યકાળમાં ભાજપના કાર્યકરોએ જાગૃત થઇને 2022ના લક્ષ્ય તરફ આગળ વધવાનું શરૂ કર્યુ છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અશ્વમેઘ યજ્ઞને રોકવાની કોઇની તાકાત નથી. ભાજપ પાસે સૈનિકો રૂપી કાર્યકર્તાઓની ભરમાર છે આજે ભાજપના કાર્યકરો દરેક જીલ્લામાં છે.

પાટીલે વધુમાં જણાવ્યું કે, આખા દેશમાં ભાજપને પાર્ટી વિથ ડિફરન્સ તરીકે લોકો ઓળખે છે. ભાજપના કાર્યકરને હાંકલ મળે ત્યારે સૈનિકને મા ભોમની હાંકલ પડે ત્યારે જે રીકે કામ કરે તેમ ભાજપનો કાર્યકર પણ ટાઢ, તાપ અને વરસાદ જેવી કોઇ પણ પરિસ્થિતિમાં પાર્ટી માટે કામ કરે છે. આખા દેશમાં ગુજરાત પ્રદેશે નક્કી કર્યુ કે ગુજરાત પ્રદેશના કાર્યકરોને ત્રણ દિવસની રજા આપવી પ્રદેશ કે જીલ્લામાં કોઇ કાર્યક્રમ નહી આપવા આ સુચનને જીલ્લાના પદાધિકારીઓ અને જીલ્લાના પ્રમુખોએ આ સુચનનું પાલન કર્યુ. પરંતુ મે જોયુ કે ભાજપનો એક પણ કાર્યકર રજા પર ન હતો.

કાર્યકરોએ કહ્યુ જયારે ચૂંટણીના માત્ર છ મહિના બાકી હોય તે સમયે ભાજપનો કાર્યકર આરામ કરે રજા પાડે તે ભાજપના કાર્યકરના લોહીમાં નથી.

ભાજપના કાર્યકરોની વિશિષ્ટતા છે કે, કાર્યકરના ઘરે કોઇ શુભ પ્રસંગ હોય તો પણ સેવાકીય કાર્ય કરી લોકોની સેવા કરે છે. ભાજપના કાર્યકરોએ નવા સંગઠન સાથે જે રીતે કામ કર્યુ છે તેમાં 90.5 ટકા સિટોમાં જીત મેળવી છે. ગુજરાતમાં ચૂંટણી આવી છે ત્યારે ચોમાસામાં જેમ દેડકા આવે તેમ કેટલીક પાર્ટીના આગેવાનો પણ આવે છે. ચૂંટણી પહેલા કોઇ દેખાતા નથી સેવાકીય પ્રવૃતિમાં તે પાર્ટીને રસ હોતો નથી. અન્ય રાજકીય પાર્ટીઓ પર પ્રહાર કરતા જણાવ્યું કે, ગુજરાતમાં એક મહાઠગ આવે છે.

ગુજરાતના લોકોને ઠગવાનો પ્રયત્ન કરે છે એટલે ગુજરાતના લોકોને ચેતવું છું કે આવા લોકોથી સાવઘાન રહે આપણા દેશમાં ઘણી જાનીમાની હસ્તીઓ છે તેમાં કોઇને પપ્પુ કેહવામાં આવે તો બધા ઓળખી જાય છે એમાં નામ લેવાની જરૂર નથી.

પાટીલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતની પોતાની એક સંસ્કૃતિ છે ગુજરાત પ્રદેશની એક વિશિષ્ટતા છે કે ગુજરતી હાથ હંમેશા આપવા લંબાવે માંગવા કયારેય હાથ લંબાવતો નથી ગુજરાતની જનતાને મફતનું કશુ ગમતુ નથી અને આવી ગુજરાતની જનતાને મફતની લાલચ આપી કોઇ પાર્ટી મત માંગે તો પણ મતો કોઇ નહી આપે. આવી ગુજરાતની સંસ્કૃતિ પર કોઇ રાજકીય પાર્ટી પ્રહાર કરે તો ગુજરાતની જનતા તેમને સાખી નહી લે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.