Abtak Media Google News

આર્થિક કટોકટીમાં સંપડાયેલા શ્રીલંકામાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલની ભારે અછત

શ્રીલંકા સરકારની માલિકીની શ્રીલંકન એરલાઈન્સ ફક્ત ઇંધણ પુરાવા માટે કોલંબોથી ચેન્નાઈ સુધી મુસાફરો વિના એરબસ એ-૩૩૦ને નિયમિતપણે ઉડાડતી હતી. ભારતમાં ઇંધણ પુરાવીને પરત ફરતી લંકાની એરલાઇન્સ તેના અન્ય એરક્રાફ્ટને ઇંધણ પૂરું પાડતી હોય તેવું સામે આવ્યું છે. મહત્વપૂર્ણ બાબત છે કે,  ગત જુલાઈ અને ઓગસ્ટ માસમાં શ્રીલંકાની આર્થિક સ્થિતિ અતિ કફોળી બની ગઈ હતી. આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકામાં ઇંધણનો પુરવઠો ખોરવાઈ જતા લંકાની એરલાઇન્સએ ફક્ત ઇંધણ પુરાવા માટે ભારત સુધી લાંબુ થવું પડતું હતું. જ્યારે  ટાપુ રાષ્ટ્રમાં વાણિજ્યિક ઉડાનો માટે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું હતું ત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ હતી.

શ્રીલંકાની રાજકીય અને આર્થિક સ્થિતિ એટલી હદે કફોળી બની હતી કે, લંકાના રાષ્ટ્ર પ્રમુખે વિદેશ નાસી છૂટવું પડ્યું હતું. દેશભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. લોકો રસ્તા પર આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તે સમયે લંકામાં ઇંધણથી માંડી ખાદ્ય પદાર્થોની ભારે અછત સર્જાઈ હતી.

ક્રૂનો એક સમૂહ અમારી લાંબી ફ્લાઇટ્સનું સંચાલન કરશે જેમ કે લંડન, પેરિસ, ટોક્યો, મેલબોર્ન અને સિડનીથી ચેન્નાઇ જતી. તેઓ ત્યાં ઊતરશે અને ચેન્નાઈમાં તૈનાત ક્રૂનો બીજો સમૂહ પછી દૂરના સ્થળો માટે ફ્લાઈટ્સનું સંચાલન કરશે. જુલાઈ અને ઑગસ્ટ ૨૦૨૨માં, ભારતમાં રિફ્યુઅલિંગ અને ક્રૂમાં ફેરફાર કરવા માટે આ ફ્લાઇટ્સ એ જ ટેકનિકલ સ્ટોપ પર પાછા કોલંબો પરત ફર્યા હતા તેવું શ્રીલંકન એરલાઇન્સના સીઈઓ રિચર્ડ નટ્ટલે સોમવારે જણાવ્યું હતું.

તે બે મહિના દરમિયાન એરલાઈન મુસાફરો વગર ચેન્નાઈ માટે એ-૩૩૦ મોકલવામાં આવતા હતા. અમે આ ફ્લાઇટમાંથી ઇંધણ લેતા હતા અને નિયમો મુજબ, તેનો ઉપયોગ ફક્ત અમારા અન્ય એરક્રાફ્ટ માટે કરી શકતા હતા. આનો ઉપયોગ ગલ્ફ જેવા નજીકના સ્થળોએ જતા વિમાનોને ટોપ અપ કરવા માટે કરવામાં આવતો હતો. આ ઉપરાંત જો કોઈ ટેકનિકલ કારણોસર એરક્રાફ્ટ ટેકઓફ કર્યા પછી પાછું આવે તો અમારે અમારી સાથે થોડું બળતણ રાખવાની જરૂર હતી અને પછી ફરીથી ઉડાન ભરતા પહેલા તેને વધુ એટીએફની જરૂર પડતી હોય છે તેવું નટ્ટલે જણાવ્યું હતું. નટ્ટલ એક બ્રિટીશ ઉડ્ડયન અનુભવી છે કે જેમણે તેમની કારકિર્દી દરમિયાન આવી સ્થિતિ ક્યારેય સર્જાઈ ન હતી.

શ્રીલંકામાં એટીએફની અછત ગયા મેમાં શરૂ થઈ હતી અને જૂન ૨૦૨૨ સુધી ચાલી હતી જ્યારે એરલાઈન્સની સપ્લાયમાં ભારે ઘટાડો થયો હતો પછી જુલાઈ અને ઓગસ્ટ ૨૦૨૨માં, ટાપુ રાષ્ટ્ર પાસે કોમર્શિયલ ફ્લાઈટ્સ માટે કોઈ જેટ ઈંધણ ન હતું કારણ કે તેણે વ્યૂહાત્મક ફ્લાઈટ્સ માટે કેટલીક અનામત રાખી હતી.

ત્યારે ડીઝલ અને પેટ્રોલની પણ તંગી હતી. સ્થાનિક ચલણનું અવમૂલ્યન થયું હતું અને કર્મચારીઓને આપવામાં આવતો પગાર તેઓ તેમના અંગત વાહનોને ટેન્ક અપ કરવા અને કામ માટે એરપોર્ટ પર રિપોર્ટ કરવાની અપેક્ષા રાખવા માટે પૂરતા ન હતા. અમે શહેર અને એરપોર્ટ વચ્ચે સ્ટાફને ટ્રાન્સફર કરવા બસો ચલાવતા હતા પરંતુ દિવસમાં બે વખત બસો દોડાવવા માટે પૂરતું ડીઝલ મળતું ન હતું. તેથી અમારે ૨૪ કલાકની શિફ્ટમાં જવું પડ્યું જેથી સ્ટાફને દિવસમાં માત્ર એક જ વાર ટ્રાન્સફરની જરૂર પડે, તેવું નટ્ટલે કહ્યું હ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.