Abtak Media Google News

હપ્તા અંગે અગાઉથી બેંકને જાણ કરવાની રહેશે; નહીંતર નાણા કપાશે

લોકડાઉનના કારણે લોકો બેંક લોનના હપ્તા ન ભરી શકે તેવી હાલત હોય તો તેમને રાહત આપવા સરકારે બેંકોને સુચવ્યું છે. પણ જે લોકો સમયસર બેંક લોકના હપ્તા ભરવાનાં નથી તેમને એ રાહત નહી પણ સજા બનવાની છે. કારણ કે બેંકોના સતત ત્રણ હપ્તા નહી ભરનારાએ નાણા સમયસર નહી ભરતા લોન લેનારે દંડનીય વ્યાજ ભરવું પડશે આ ઉપરાંત લોનની રકમ અને લોનની રકમનાં પ્રમાણે હપ્તા પણ વધી જશે. ૧૯ વર્ષ માટે રૂ.૩૦ લાખની લોન લેનારે ૮ હપ્તા વધુ ચૂકવા પડશે.

સરકારે લોકડાઉનના લીધે વેપાર ધંધા રોજગાર બંધ રહેનારા હોવાથી બેંક લોન લેનારા માટે મોરેટેરીયમ જાહેર કર્યું છે. નાણાંના અભાવે બેંક લોનના હપ્તા ભરી શકે તેમ ન હોય તેવા લોન લેનારે બેંકને હપ્તા ન ભરી શકવા અંગે જાણ કરવાની રહેશે જેથી તેના ખાતામાંથી નાણાં ન કપાય.

એસબીઆઈના એમ.ડી. સીએસ સેટી કહે છેકે મોરેટોરીયમ સગવડતા દરેક લોન લેનાર માટે ઉપલબ્ધ છે. ખાતામાં નાણાં નહી હોય અને હપ્તો નહી ભરવાનો હોય તો અગાઉથી જાણ કરવાની રહેશે. મોરેટોરીયમ કેવી રીતે કામ કરશે ? એ અંગે વિગત જોઈએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા કહે છે કે ૧૫ વર્ષ માટે રૂ.૩૦ લાખની લોન લીધી હશે તો તેણે વધારાનું રૂ.૨.૩૪ લાખ વ્યાજ ચૂકવવું પડશે એટલે કે તેણે ૮ હપ્તા વધારે ભરવા પડશે એજ રીતે ૬ લાખની લોન હશે તો તેણે ૫.૪ હપ્તા બાકી હશે તો વધારાનું રૂ.૧૯ હજાર ચૂકવવું પડશે જે તેના દોઢ હપ્તા જેટલી છે. ગત શુક્રવારે આરબીઆઈએ બેંકોને જણાવ્યું હતુ કે કોરોનાના વાયરસના કહેર અને લોકડાઉન દરમિયાન લોન લેનારાને હપ્તામાં રાહત આપવા જણાવ્યું હતુ.

આઈસીઆઈસીઆઈ બેંકે જણાવ્યું હતુ કે મોટાભાગનાં ઘર, વાહન કે પર્સન લોન લેનારા પોતાના હપ્તા ચૂકવશે એટલે તેના ખાતામાંથી નાણા ઉધાર થઈ જશે. જયારે કિરાન ક્રેડીટ કાર્ડ, સ્વસહાય જુથો કે ખેત ઓજારો, નાના વેપારીઓની લોન ને ઓટોમેટીક મોરેટોરીયમ મળી જશે. એટલે કે તે ત્રણ મહિના હપ્તા લંબાવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.