Abtak Media Google News

ખીંરૂ સ્વરૂપે વેંચાતા ઢોસા, ઈડલી અને સંભાર પર 5% ટેકસ વસુલાશે

ઈડલી, ઢોસા અને સંભાર જેવી દક્ષિણી ભારતની ડિસના સ્વાદરસિકોને હવે આનો સ્વાદ વધુ મોંઘો પડશે. કારણ કે,  રેડીમેઈડ ઈડલી ઢોસા પર 18% ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ- જીએસટી ઝીંકવામાં આવ્યો છે. જો કે, ખીરું સ્વરૂપે વેંચાતી આ ખાદ્ય ચીજ-વસ્તુંઓ પર 5 ટકા જીએસટી વસુલાશે. સાઉથ ઇન્ડિયન ડિસની ઘર કરતાં બાર હોટેલ-રેસ્ટોરન્ટમાં જઈ લીજજત માણતા લોકો પર આનો ખાસ પ્રભાવ પડશે.

આ અંગે ક્રિષ્ના ભવન ફૂડ્સ એન્ડ સ્વીટ્સે ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ- એએઆરની તમિલનાડુ બેન્ચમાં અરજી કરી સ્પષ્ટતા જરવા જણાવ્યું હતું કે બાજરા, જુવાર, રાગી અને મલ્ટીગ્રેન પોરીજ મિક્સ જેવી 49 પ્રોડક્ટ્સ પર લાગુ પડતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કેટલો દર વસુલાય છે. તૈયાર ઈડલી ઢોસા પર 18 ટકા જ્યારે પોરીજ મિક્સ જેવી ખાદ્ય ચીજ-વસ્તુ પર 5 ટકા જીએસટીની વસુલાતનું ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગે જણાવ્યું હતું.

એએઆર એ કહ્યું કે કંપની દ્વારા વેચવામાં આવતા ઉત્પાદનો ખીરું સ્વરૂપે વેચવામાં આવતા ખાદ્ય પદાર્થો જ છે. ઢોસા મિક્સ અને ઇડલી મિક્સને પેકેજ્ડ મિક્સ તરીકે વેચવામાં આવે છે જે પાણી/બાફેલા પાણી/દહીં સાથે ભેળવીને સ્લરી બનાવવામાં આવે છે અને બ્રાન્ડના નામે વેચાયેલી પ્રોડક્ટ તૈયાર છે, બટર નથી. તમામ 49 પ્રોડક્ટ કે જેના માટે ચુકાદો માંગવામાં આવે છે તેને CTH 2106 હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે અને તેમને લાગુ પડતો દર નવ ટકા સેન્ટ્રલ GST (CGST) અને નવ ટકા સ્ટેટ GST (SGST) છે. આમ, 18% જીએસટી વસુલાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.