Abtak Media Google News

જુના ધુરંધરોની સામે નવા ચહેરાઓ આવશે તો યુનિવર્સિટીમાં નારાજગી ઉભી થશે?

નગરપાલિકા, મહાનગરપાલિકા અને યાર્ડની ચૂંટણીમાં નો રિપીટ થિયરી હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં પણ અપનાવાય તેવા સપષ્ટ સંકેતો

અબતક, રાજકોટ

જ્યારથી ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલ આવ્યા છે ત્યારથી નવા લોકો માટે ચાન્સ ખૂબ જ વધી ગયા છે. જેમ કે, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચુંટણીમાં નો રિપીટ થિયરી અપનાવી  ભાજપમાં નવા લોકોને જ સ્થાન આપવામાં આવ્યું છે તેમ હવે એજ્યુકેશનમાં એટલે કે રાજ્યની સૌથી મોટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ નો રિપીટ થિયરી અપનાવવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.કેમ કે છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક વિવાદો અને કૌભાંડ સામે આવ્યા છે ત્યારે યુનિવર્સિટીમાં સતત 3 ટર્મથી રહેલા સિન્ડિકેટ સભ્યો પર કાતર મુકાઈ જશે કે કેમ? અને કાદવમાં ફરી કમળ ખીલશે? નો રિપીટ થિયરીને લઈ હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રાજકારણ પણ ગરમાયુ છે અને આગામી સેનેટની ચૂંટણીનો ધમધમાટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પુર જોશમાં ચાલી રહ્યો છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી કાદવમાં ખુંપી ગઈ હોય તેમ અનેક વાદ-વિવાદો વચ્ચે ચાલી રહી છે ત્યારે યુનિવર્સિટીમાં કાયમી રજિસ્ટાર કે પરીક્ષા નિયામક પણ નથી ઉપરાંત અધ્યાપકો અને વહીવટી કર્મચારીઓની ભરતી પણ ના થતી હોય સહિતના અનેક વિવાદો સામે આવ્યા છે. ત્યારે હવે રાજ્યની તમામ ચુંટણીઓમાં ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે. તો હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ અને સિન્ડિકેટમાં પણ નો રિપીટ થિયરી અમલમાં આવે તો ઘણા ખરા સિન્ડિકેટ સભ્યો ઘર ભેગા થઈ જાય તેવા સપષ્ટ સંકેતો મળી રહ્યા છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 5 સિન્ડિકેટ સભ્યો ડો.નેહલ શુક્લ, ડો.મેહુલ રૂપાણી, ભરત રામનુજ, ગિરીશ ભીમાણી, ભાવિન કોઠારી કે જેઓ સતત 3 ટર્મથી પણ વધુ સિન્ડિકેટ સભ્ય તરીકે જવાબદારી નિભાવી રહયા છે ત્યારે રાજ્યમાં અન્ય ચુંટણીઓની જેમ જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં પણ નો રિપીટ થિયરી લાગુ પડે તો મોટાભાગના સિન્ડિકેટ સભ્યોનું કદ કપાઈ તેવી પુરી શકયતા છે.

આગામી માર્ચ માસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી યોજાવાની હોય અત્યારથી ભાજપ-કોંગ્રેસ એડી ચોંટીનું જોર લગાવી રહી છે. રાજ્યના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જ્યારે તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં પણ નો રિપીટ થિયરી લાગુ પડશે. યુનિવર્સિટીમાં કુલ 203 સેનેટ સભ્યો છે જેમાં 43 સીટ પર ચૂંટણી થઈ શકે તેમ છે.

સેનેટમાં દાતાના પ્રતીનિધિત્વ તરીકે સિન્ડિકેટ સભ્ય તરીકે નેહલ શુક્લ અને ભાવિન કોઠારી જ્યારે કોંગ્રેસમાં હરદેવસિંહ જાડેજા છે ત્યારે આ વખતે જો નો રિપીટ થિયરી લાગુ પડે ભાજપના સિન્ડિકેટ સભ્યોના પનાં કપાય તેવી પુરી શક્યતાઓ દેખાઈ રહી છે.

હવે જ્યારે ભાજપની પોલીસી મુજબ નો રિપીટ થિયરી આગામી ચૂંટણીમાં લાગુ પડશે તો 5 જેટલા સિન્ડિકેટ સભ્યો ઘર ભેગા થઈ જશે? અને નવા ચેહેરાઓને જો સ્થાન મળશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખરાડાયેલી છબી ફરી સુધરશે કે કેમ? તે જોવું રહ્યું….!

 

આ છે સતત 3 ટર્મથી વધુ રહેલા સિન્ડિકેટ સભ્યો

  1. ડો.ભાવિન કોઠારી
  2. ડો.ગિરીશ ભીમાણી
  3. ડો.નેહલ શુક્લ
  4. ડો.ભરત રામાનુજ
  5. ડો.મેહુલ રૂપાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.