Abtak Media Google News

કોરોના ગાઇડલાઈન, જન આરોગ્યની જાળવણી, શૈક્ષણિક પ્રવૃત્તિથી લઇ અનેકવિધ મોરચે કાર્યરત વહીવટીતંત્રના પ્રયાસો સફળ

અબતક રાજકોટ

કોરોના ગાઈડ લાઈન ના ચૂસ્ત અમલની સાથે સાથે જન આરોગ્ય ની જાળવણી અને પ્રજાલક્ષી કામગીરી માં વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ મોરચે સજાગ રહીને કાર્યરત રહીને સંભવિત તમામ પડકારજનક પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ એ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર ગુજરાત સરકારના આદેશો અને ગાઇડલાઇન મુજબ તમામ ક્ષેત્રોમાં કોઈપણ જાતની કચાશ ન રહે તે રીતે કાર્યરત છે જન આરોગ્ય સુવિધા આરોગ્ય વિભાગ, પ્રાથમિક સુવિધાઓથી લઈ વહીવટી પારદર્શક વહીવટ માટે ભારે ચોકસાઈ મુજબની કામગીરી કરવામાં આવી રહી છે કલેક્ટરે જણાવ્યું હતું કે જન આરોગ્ય જતનની વ્યવસ્થામાં કોઇ કચાસ નહિ રખાય.

ઇશ્ર્વરીયા પાર્ક જન્માષ્ટમી તહેવાર દરમિયાન હાલ પૂરતો બંધ રાખવાનો નિર્ણય

કોરોના સંક્રમણ હજુ સાવ ટળ્યું નથી અને તેમાં પણ તહેવારોમાં લોકો જો એક સ્થળે ભેગા થાય તો ખતરો વધી શકે છે. આ સંદર્ભે કોવિડની ગાઇડલાઇન અનુસાર ગઇકાલે રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ હાલ જન્માષ્ટમી પર્વને ઘ્યાનમાં રાખીને લોકો એક જ સ્થળે ભેગા ન થાય તે માટે શહેરના ઇશ્ર્વરીયા પાર્કને ટેમ્પરરી  બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકોના આરોગ્યને ઘ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયનું પાલન કરવું અનિવાર્ય છે તેમ અંતમાં કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું.

પોલ્યુશન નિયંત્રણ સ્થિતિ પર પ્રકાશ પાડતા કલેકટર

શહેરમાં વધતા જતાં પોલ્યુશનની સ્થિતિ વિશે જણાવતા કલેકટરે જણાવ્યું હતું કે તાજેતરમાં વેગડી ગામનો જે પ્રશ્ર્ન હતો તેના વિશે સૌ વાકેફ છે. અને આ માટે રુરલ ટીમે તપાસ પણ કરી હતી. અને આ વિશે પુરવાર થતા તપાસની દરખાસ્ત રાજય સરકાર સમક્ષ મૂકી હતી. અને સુચના પણ આપવામાં આવી હતી. આ અંગે કલેકટર નોટીસ આપી છે અને હજુ બે સ્થળે તપાસ ચાલુ છે. ગ્રામજનોને મુશ્કેલી ન પડે તે માટે સરકારની ગાઇડલાઇન મુજબ જીપીસીબીના અધિકારીઓનું ઘ્યાન દોરીને આગળ કાર્યવાહી ચાલી રહી છે.

બાળકો માટેની હોસ્પિટલનું આયોજન

કલેકટર અરૂણ મહેશ બાબુ બાળકો માટેની હોસ્પિટલના આગામી આયોજન વિશે માહીતી આપતા જણાવ્યું હતું કે ઝનાના હોસ્પિટલમાં મે સ્થળ વીઝીટ કરી હતી. આ સંદર્ભે પ00 બેડની હોસ્પિટલને તૈયારી છે. જેમાબાળકો માટે 300 બેડ અને મહિલાઓ માટે ર00 બેડનું આયોજન છે. આ સાથે આ હોસ્પિટલ બિલ્ડીંગની કામગીરી લગભગ પૂર્ણતાના આરે છે. તથા દિવસ-રાતની શિફટ વધારીને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. રાજકોટ માટે પીડીયુ એકસટેન્શન હોસ્5િટલ કેટલા સમયમાં તૈયાર થશે ના જવાબમાં કલેકટરે જણાવ્યું હતું કે સાત દિવસમાં ચૌધરી હાઇસ્કુલ ખાતે આ કામગીરી કરવામાં આવશે હાલ ટેસ્ટીંગ કામગીરી ચાલુ છે.

જીલ્લાની પાણીની સ્થિતિ સંતોષજનક

જીલ્લાની પાણીની સ્થિતિ હાલ શું છે. તથા સિંચાઇ અને પીવાના  પાણીને લઇને કયા પ્રકારનું આયોજન છે? તેના જવાબમાં કલેકટરે સંબોધન આપતા જણાવ્યું હતું કે પાણી સંદર્ભે એક માસ પૂર્વે જ એક મીટીંગ કરવામાં આવી હતી. જેમાં સિંચાઇ સંદર્ભે ગામડા માટે હાલ કોઇ ઇશ્યુ નથી તથા પીવાના પાણી વિશે વાત કરીએ તો પીવાના પાણી વિશે વાત કરીએ તો પીવાના પાણી માટે કોઇ ચિતા જેવું નથી. તથા આ અંગે રાજય સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. પણ હાલ પાણી કાપ મૂકવો પડે. તેવી હજુ સ્થિતિ નથી સર્જાઇ હાલ 30 ટકા પીવા માટે અને પ0 ટકા સિંચાઇ માટે પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે. તેથી પીવાના પાણીએ ચિંતાનો વિષય નથી.

ઇન્ફલેટેબલ ટેમ્પરરી ક્ધવર્ટેબલ હોસ્પિટલનું આયોજન

કલેકટર અરૂણ મહેશ બાબુએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર પૂર્વે એક ઇન્ફલેટેબલ ટેમ્પરરી ક્ધવર્ટેબલ હોસ્પિટલ બનાવવાનું આયોજન થનાર છે. જેમાં ટેસ્ટીંગ મોડલમાં આ હોસ્5િટલ તૈયાર થશે 100 બેડની આ હોસ્પિટલ છે તેની વિશેષતા એ છે કે, આપણે તેને એક કે બે દિવસમાં ક્ધવર્ટ કરીને મૂકી શકીએ. પ્રથમ વખત આ પ્રકારની હોસ્પિટલનું આયોજન થવા જઇ રહ્યું છે. ઇન્ડો મેરીકલ ફાઉન્ડેશન અને રાજકોટ ડીસ્ટ્રીકટ એડમીનીસ્ટ્રેશનના સંયુકત ઉપક્રમે આ આયોજન કરવામાં આવનાર છે. કલેકટરે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે પહેલા પીડીયુ કેમ્પસ સમાજ આ હોસ્પિટલ બનાવવાનું આયોજન હતું. પરંતુ જગ્યાના અભાવે ચૌધરી હાઇસ્કુલમાં કરવામાં આવનાર છે. એ સિવાય પીડીયુ હોસ્પિટલમાં વધુ એક પર્મેનેન્ટલી 100 બેડની હોસ્પિટલની મંજુરી માટે રાજય સરકારને દરખાસ્ત કરીે છે. મંજુરી મળશે તો આ કામગીરી પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.