Abtak Media Google News
  • આઇટી દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં 200 કરોડથી વધુના બેનામી વ્યવહારો સામે આવ્યા
  • બોગસ બીલિંગની સાથે ખોટી એન્ટ્રીઓ  કરી હોવાનું ખુલ્યું
  • મોરબીમાંથી ખૂબ મોટા પ્રમાણમાં બોગસ બીલો મળી આવ્યા

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહયુ છે કે કોઈપણ રીતે ઉદ્યોગકારો ગેરરીતિ ન કરે અને કરચોરી ન થાય જેથી સરકારની આવકમાં કોઈ ગાબડું ન પડે અને અર્થવ્યવસ્થા શુંચારુ રૂપથી ચાલતી રહે.  પરંતુ ઘણા ઉદ્યોગકારો ગેર રેતી કરતા સહેજ પણ અચકાતા નથી પરિણામે સરકાર દ્વારા અનેકવિધ આકરા પગલાં પણ લેવામાં આવી રહ્યા છે જેમાં આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ દ્વારા સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરાઈ રહી છે અને ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો પણ સામે આવી રહ્યા છે.

Untitled 1 143

આ વાતને ધ્યાને લઈ આવકવેરા વિભાગ દ્વારા ક્યુટોન સીરામીક ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં તેના વિવિધ સપ્લાય સ્પોટો તેમના ડિસ્ટ્રીબ્યુટરો ડીલરો સહિત ભાગીદારો ઉપર તવાઈ બોલાવવામાં આવી છે પ્રથમ દિવસના અંતે આશરે 200 કરોડથી વધુના બેનામી વ્યવહારો સામે આવ્યા હોવાનું પણ ખુલ્યું છે જે સ્પષ્ટ સૂચવે છે કે કંપની દ્વારા બોગસ બીલ અને બોગસ એન્ટ્રીઓ લેવામાં આવી હોય ત્યારે હવે એ ચિત્ર પણ સામે આવી રહ્યું છે કે આવકવેરા વિભાગ બાદ જીએસટી દ્વારા પણ આકરી તપાસ કરવામાં આવે તો નવાઈ નહીં.

સર્ચના પ્રથમ દિવસે રૂ.200 કરોડના હિસાબી ગોટાળાના દસ્તાવેજો મળ્યા છે જે અંગેનો અભ્યાસ આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવશે. હજુ પણ આ તપાસ ખૂબ લાંબી ચાલે તો નવાઈ નહીં કારણકે ખૂબ મોટા પ્રમાણમાં બે નામી વ્યવહારો સામે આવવાની શક્યતા આકવેરા વિભાગ દ્વારા સેવવામાં આવી રહી છે.

અમદાવાદ ઉપરાંત રાજકોટ, મોરબી, વડોદરા અને વાંકાનેરમાં આવેલા પ્લાન્ટ, ફેકટરી, તેમજ માલિકો મનોજ અગ્રવાલ, સુનિલ મંગલુલીયા, રાજીવ અડાલખાની ઓફિસો અને રહેઠાણ પર દરોડા પાડયા હતા. દરોડા દરમ્યાન મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા છે. ડિજિટલ ડેટા જપ્ત કરાયા છે જેમાં કેટલીક ગુપ્ત માહિતીઓ હોવાનું જાણવા મળે છે.

આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા ડી.એસ ફાઇનાન્સના રાજુભાઈ દફ્તરીને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. તેમના દ્વારા કંપનીની એન્ટ્રીઓ લેવાનું કામ કરવામાં આવતું હતું જે અંગેની જાણ આવકવેરા વિભાગને થતા

તેમને ત્યાં પણ સરચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ તપાસમાં ખૂબ મોટા ઘટક સ્પોટ થાય તો નવાઈ નહીં. હજુ પણ તપાસ ત્રણથી ચાર દિવસ ચાલે તેવી માહિતી મળી રહી છે પરંતુ બીજી વાસ્તવિકતા એ પણ છે કે જે રીતે કરચોરી કરવામાં આવી તો સામે બોગસ બીલો પણ ઊભા કરવામાં આવ્યા છે જેથી જીએસટી વિભાગ પણ ત્રાટ છે તેવી સંપૂર્ણ શક્યતા જોવા મળી રહી છે.

ક્યુટોન સીરામીક 700 થી 800 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જો એક કંપનીમાંથી જ આટલા બોગસ વ્યવહારો અને બિલ ઊભા થતા હોય તો આ પ્રકારની અનેકવિધ સિરામિક કંપનીઓ છે કે જે ખૂબ વિસ્તરાયેલી છે તેમના દ્વારા પણ ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતી થતી હશે. ક્યુટોન સીરામીક ઉપર આવકવેરા વિભાગ ત્રાટકતા જ અન્ય સીરામીક ઉદ્યોગકારોમાં ફાફડાટ મચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.