કચ્છ જિલ્લામાં લમ્પી ચર્મરોગ વાઇરસને કાબુ લેવા માટે નોડલ અધિકારી કાર્યરત               

હાલે કચ્છ જિલ્લામાં અત્યારે ગાય સંવર્ધન ના પશુધનમાં વ્યાપી રહેલાલમ્પી ચર્મ રોગ વાઇરસ ને કાબુ લેવા માટે કચ્છ જિલ્લામાં તાલુકા કક્ષાએ નોડલ અધિકારી ઓની નિમણૂક કરવામાં આવી છે.  નોડલ અધિકારી તરીકે ભુજ  તાલુકા માટે ડો. ડી.જે. ઠાકોર (મો.નં.  9427003110), નખત્રાણા અને લખપત  તાલુકા માટે ડો. આર. યુ. ચૌધરી (9925541982), અબડાસા માટે ડો. મહેંદ્રસિંહ ચૌહાણ (6353118141), માંડવી અને મુંદ્રા માટે  ડો. વી.ડી. રામાણી (9879121359), અંજાર અને ગાંધીધામ માટે ડો. ગિરીશ પરમાર (9825591473), રાપર અને ભચાઉ તાલુકા માટે ડો. નીલેશ પટેલ (9925327785) ની નિમણુંક કરવામાં આવી છે. જિલ્લાના નોડલ અધિકારી તરીકે  ડો.એચ. એમ. ઠક્કર , નાયબ પશુપાલન નિયામક, જિ. પ.  ભુજ (9426714919) અને સહ નોડલ અધિકારી તરીકે ડો. એ. એસ. પરમાર  (9909674812) ની નિમણુંક કરાયેલ છે.