નાળોદા રાજપૂત સમાજ દ્વારા શનિવારે રાસોત્સવની રગત

ભાતિગળ પોષાકમાં ખેલૈયાઓ પ્રાચીન રાસ, હુડો, ટીટીડો, દોઢીયો અને રાહડા રમશે

નાળોદા રાજપુત સમાજ રાજકોટ દ્વારા સમસ્ત નાળોદા સમાજ માટે તા.ર૦ને શનિવારના રોજ સાંજે ૬ કલાકે જ્ઞાતિનો

ભવ્ય રાસોત્સવ નાગર બોડીંગ, વિરાણી હાઇસ્કુલની સામે ટાગોર રોડ રાજકોટ ખાતે રાખવામાં આવ્યો છે.

ભાતીગળ પોશાક સજજ થઇને પ્રાચીન રાસ હુડો, ટીટોડો, દોઢી, રાહડા વગેરે જેવા રાસની નાળોદા સમાજના કલાકારોના સાજંદા માજીંદા સુરના સથવારે ખેલૈયાઓને થીરકાવશે અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું કે રાસોત્સવ બાદ સમાજના તમામ લોકો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મનોજસિંહ ડોડીયા, અંકિતસિંહ ચાવડા, રમેશભાઇ જાદવ, મોહિતસિંહ સિંધવ, ગૌરવસિંહ ચાવડા, અશ્ર્વિનસિંહ સિંધવ, દિલીપસિંહ ગોહેલ, સ્મીતભાઇ ચાવડા, પ્રવિણસિંહ ચાવડા, સંજયભાઇ ચાવડા, મહેન્દ્રસિંહ સિંધવ સહીતના સમાજના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.