Abtak Media Google News
  • કેન્દ્રીય  આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ  માંડવીયાની  વિશેષ ઉપસ્થિતિ ચારેય  બેઠકો પર  કમળ ખિલવવા કાર્યકરો  થયા સંકલ્પબધ્ધ
  • પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ રાજયપાલ વજૂભાઈ  વાળા અને  મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ સંબોધન કરી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો

ગુજરાત વિધાનસભા ની ચૂંટણી  માટે  આજે બપોરે 1ર:39 કલાકે રાજકોટ ની વિધાનસભાની ચારેય બેઠકોમાં ભાજપના ઉમેદવારોએ તેમના નામાંકન પત્રો રજુ ર્ક્યા હતા. રાજકોટ-68  માં  ઉમેદવાર ઉદય કાનગડ, રાજકોટ-69માં  ડો. દર્શીતાબેન શાહ, રાજકોટ-70માં  રમેશભાઈ ટીલાળા અને  રાજકોટ-71 બેઠકમાં ભાજપના ભાનુબેન બાબરીયાએ તેમના નામાંકન પત્રો રજુ ર્ક્યા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ  જણાવ્યું હતુ કે ભાજપ 13 કરોડથી વધુ સભ્ય સંખ્યા ધરાવતી વિશ્ર્વની મોટામાં મોટી પાર્ટી છે, ભારત રાષ્ટ્રવાદની વિચારધારા ધરાવતી અન્ય પાર્ટીથી અલગ રાષ્ટ્રીય પાર્ટી છે, ભાજપ જે કહે છે તે કરે છે. જે થઈ શકે તેવુ કહે છે, સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્ર્વાસ, સૌના પ્રયાસ સાથે ભાજપ દેશને વિકાસના પથ ઉપર આગળ વધારી રહેલ છે, નયા ભારતનું, નવા દેશનું નિર્માણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહયું છે. આ ગુજરાત મારૂ છે, મે ગુજરાત બનાવ્યુ છે, બધાના પ્રયાસોથી ગુજરાત બન્યુ છે ગુજરાતની સાડા છ કરોડની જનતાએ એક  મોડેલ ગુજરાતને બનાવ્યુ છે.

આપણે સંકલ્પ કરીએ ગુજરાત દિવ્ય અને ભવ્ય બને. તેમણે આ તકે ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અનુરોધ ર્ક્યો હતો. આ તકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  જણાવ્યું હતુ કે રાજકોટનો કાર્યર્ક્તા કમળને જીતાડવા માટે હંમેશા કામ કરતો આવ્યો છે. આજે સમયની માંગ છે.   વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ મહાસતા બનવા જઈ રહયો છે, આપણા વિવિધ વિકાસના કાર્યો સિધ્ધ થવા જઈ રહયા છે. ભારતીયતાનું પુન: જાગરણ થઈ રહયુ છે. ત્યારે ભાજપના કાર્યર્ક્તાઓને સજજ થઈને આપણા ઉમેદવારોને ભારે લીડથી ચૂંટાય તે માટે કામે લાગી જવા અનુરોધ ર્ક્યો હતો.

કર્ણાટકના પૂર્વ  રાજયપાલ વજુભાઈ વાળાએે જણાવ્યું કે આ વિધાનસભાની ચૂંટણીમાં આપણે ભાજપના ઉમેદવારોને જીતાડીને ભારત માતાની સેવા કરે, લોકોની સુુવિધાનો ખ્યાલ રાખે તે આપણો મુખ્ય આશય છે. ભારતીય સંસ્કૃતીના રખેવાળ તરીકે આપણે હિન્દુસ્તાનનું નામ રોશન કરીએ. તેમણે ચૂંટણીમાં રાજકોટની ચારેય બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢીને આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબુત કરવાનું કામ કરવાનું છે.

આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ્ા ડો. ભરતભાઈ બોઘરા, મેયર ડો. પ્રદિપ ડવ,   મંત્રી અરવીંદ રૈયાણી,  ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ,લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, ભાજપની ચારેય બેઠકોના ઉમેદવારો ઉદય કાનગડ,   ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા સહીતના ઉપસ્થિત રહયા હતા અને પ્રાશંગિક ઉદબોધન ર્ક્યુ હતું.

આ તકે  ધનસુખ ભંડેરી,નિતીન ભારધ્વાજ તેમજ શહેર ભાજપના શહેરના હોદેદારો, સંગઠનના-વોર્ડના  હોદેદારો, વિવિધ શ્રેણીના કાર્યર્ક્તાઓ તેમજ વિવિધ સામાજીક સંસ્થા, એનજીઓ,ના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.   આ કાર્યક્રમની વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ્ા અનીલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી. તેમજ મીડીયા વ્યવસ્થા રાજુભાઈ ધ્રુવ   અને અરવીંદભાઈ જોષી, રાજન ઠકકરે સંભાળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.