Abtak Media Google News

સોનાક્ષી સિંહા બની છે ટીવી ચેનલની રિપોર્ટર-નૂર રોયચૌધરી

  • કલાકાર:સોનાક્ષી સિંહા, શિવાની દાંડેકર, કાનન ગિલ, પૂરબ કોહલી, સન્ની લીઓની (ગેસ્ટ રોલ)
  • પ્રોડયુસર:ભૂષણકુમાર (ટી સીરીઝ)
  • ડાયરેકટર:સુનિલ સિપ્પી
  • મ્યુઝિક:અમાલ મલિક
  • ફિલ્મની અવધિ:૧૧૬ મિનિટ
  • ફિલ્મ ટાઈપ:મહિલા સશકિતકરણ
  • સિનેમા સૌજન્ય:કોસ્મોપ્લેકસ
  • રેટિંગ: ૫માંથી અઢી સ્ટાર

 સ્ટોરી:

નૂર રોય ચૌધરી (સોનાક્ષી સિંહા) એક લોકલ ટીવી ચેનલમાં રીપોર્ટર છે. તે ખૂદને નફરત કરે છે. કેમ કે, ઓવરવેટ છે અને તેના કામને કોઈ ગંભીરતાથી લેતુ નથી તેનો બોસ (મનીષ ચૌધરી) હંમેશા ઠપકો આપતો રહે છે. જો કે નૂર સીએનએન અને બીબીસી જેવી આંતરરાષ્ટ્રીય ચેનલમાં જોડાવાના દિવાસપના જોતી રહે છે. નૂરને કોઈ સમજતું નથી. તેના બે ચડી બડી ફ્રેન્ડસ એટલે કે બાળપણનાં મિત્રો શાદ (કાનન ગિલ) અને ડિસ્કો જોકી ઝારા (શિવાની દાંડેકર) જ તેને સમજી શકે છે.

બંને નૂરને ભરપૂર સપોર્ટ કરે છે. નૂર એક વાર કંટાળીને નોકરી છોડીને આવતી રહે છે. ત્યારબાદ તેના જીવનમાં બોયફ્રેન્ડ અયાન બેનરજી (પૂરબ કોહલી) જે એક સિનિયર ફ્રી લાન્સ ફોટોગ્રાફર કમ રીપોર્ટર હોય છે. તેની એન્ટ્રી થાય છે. બંને ડેટિંગ કરે છે અને એક બીજા સાથે કવોલિટી ટાઈમ વિતાવે છે. દરમિયાન નૂરનો બોસ સામે ચાલીને તેને એક સિમ્પલ સ્ટોરી (ઈન્ટરવ્યૂ) કરવાનું કહે છે. પરંતુ આ સિમ્પલ સ્ટોરીમાં નૂરને એક કિડની સ્કેમ (કૌભાંડ) હાથ લાગે છે. ડો. દિલીપ શિંદે આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ હોય છે. અને ખૂબ પહોચેલી સખ્સિયત હોય છે.નૂર કિડની સ્કેમ અંગે અયાનને કહે છે પરંતુ અયાન નૂરની સ્ટોરી ચોરીને અન્ય ચેનલને વહેંચી દે છે. નૂરને ખૂબજ આઘાત લાગે છે. આગળ શું થાય છે. તે જાણવા તમારે નૂર જોવી પડશે.

 એકિટંગ:

સોનાક્ષી સિંહા નૂર રોય ચૌધરીના કિરદારમાં ફિલ્મમાં શ‚થી અંત સુધી છવાયેલી છે. તેણે નૂરની ભૂમિકામાં જાન રેડવા મહેનત કરી છે. પરંતુ ફિલ્મની સ્ક્રિપ્ટ નબળી અને ટેન્શન વાળી હોવાના કારણે કયારેક બગાસા આવે છે. સોનાક્ષીની નૂરની ભૂમિકા અકિરાની યાદ અપાવી ગઈ. આ ફિલ્મને અકિરા પાર્ટ ૨ કહી શકાય નૂરની ભૂમિકા એક ઓવરવેટ છોકરીની છે. પરંતુ ભારતીય ઓડીયન્સ ઓવરવેટ હીરોઈનને જોવા ટેવાયેલું નથી સોનાક્ષીને ટેન્શ ભૂમિકા અપાઈ છે. તેણે કંઈક અલગ કરવાની જ‚ર છે.સોનાક્ષી ઉપરાંત નવોદિત અભિનેતા કાનન ગિલે તેના બચપનકા દોસ્ત શાહની ભૂમિકા ભજવી છે. શિવાની દાંડેકરે પણ તેની ચડી બડી ઝારાનું પાત્ર નિભાવ્યું છે. બંનેએ તેમનું કામ ઠીકઠાક કર્યું છે. અન્ય સપોટિંગ એકટર્સનું કામ જસ્ટ ઓ.કે.

 ડાયરેકટર:

ડાયરેકટર સુનિલ (સનહિલ) સિપ્પીએ ૧૧૬ મિનિટની ફિલ્મ નૂર પાકિસ્તાની લેખિકા શબા ઈમ્તિયાઝની નોવેલ કરાંચી: યૂ કિલિંગ મી પરથી બેઠેબેઠી બનાવી છે. તેમણે સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવાની જ‚ર હતી કેમકે, બોલીવૂડ ફિલ્મના ઓડીયન્સને એક જ ટિકીટના ખર્ચમાં તમામ પ્રકારનું મનોરંજન (ફૂલ પેકેજ) જોઈતું હોય છે. ફિલ્મના સ્ટાર્ટીંગમાં સોનાક્ષીનાં અવાજમાં (કોમેન્ટ્રી) બધા કેરેકટરનો પરિચય કરાવવામાં આવે છે. તે પાર્ટ બોરિંગ છે. તેમણે ફિલ્મ શ‚ થયાના લગભગ પોણી કલાક બાદ સ્ટોરીમાં ટિવસ્ટ એન્ડ ટર્ન નાખ્યા છે. પરંતુ તેની મજા વધુ સમય ટકતી નથી ફિલ્મમાં કયાંય રોમેન્ટિક ટ્રેક નથી પૂરબ કોહલી અને સોનાક્ષીસિંહા વચ્ચે એકાદ રોમેન્ટિક સોંગ ઉમેરી શકાયું હોત. ફિલ્મમાં સમયાંતરે ગીત ઓડીયન્સને થોડુ રીલેકસ કરે છે. પરંતુ નૂરના કિસ્સામાં આમ બન્યું નથી આથી ફિલ્મ ટેન્શનવાળી લાગે છે. એડિટીંગમાં ખામી જોવા મળી ડાયરેકટરે નૂર રોય ચૌધરીના સોનાક્ષીવાળા પાત્રને પૂરતું ફૂટેજ આપ્યું છે. અને પડદા પર સારી રીતે પેશ કર્યું છે.બાય ધ વે, નૂરને પ્રથમ દિવસે અમુક જગ્યાએ કલેકશન નબળું મળ્યું છે તો અમુક સેન્ટરમાં શ‚આત ઠીક ઠીક થઈ છે.

મ્યુઝીક:

ફિલ્મ નૂરમાં મ્યુઝીક યુવા સંગીતકાર અમાલ મલિકે આપ્યું છે. ગીતના શબ્દો કૌશર મૂનીર અને કુમારે લખ્યા છે. ફિલ્મમાં માત્ર ૪ જ ગીતો જોવા મળ્યા. જેમાં એક રીમિકસ વર્ઝન ગુલાબી આંખે છે. બીજુ ગીત રેપ સોંગ મૂવ યોર લક જે બાદશાહે તૈયાર કર્યું છે. આ રેપ સોંગ ફિલ્મના અંતે જોવા મળે છે. જેમા સોનાક્ષી સિંહા સાથે બાદશાહ અને દિલજીત દોસાન્જ છે. આ બે મ્યુઝીક ટ્રેક સિવાય ફિલ્મમાં કયાંય રોમેન્ટિક ગીત જોવા મળ્યું નહી ગીત ઉફ યે નૂર સોનાક્ષીસિંહાના ઈન્ટ્રોડકશન ‚પે છે.

ઓવરઓલ:

આ શુક્રવારે ૩ ફિલ્મો રીલીઝ થઈ છે. જેમાં નૂર (સોનાક્ષી સિંહા), માતૃ (રવીના ટંડન) અને હોલીવૂડની એનિમેશન ફિલ્મ સ્મફ (પાર્ટ-૩) સામેલ છે. માતૃની સરખામણીમાં નૂર જોવી વધુ બહેતર છે. નૂર યુવા વર્ગ અને મેચ્યોર ઓડીયન્સને ગમે તેવી ફિલ્મ છે. નૂરને હીટ કે સુપરહીટની કેટેગરીમાં ન મૂકી શકાય પરંતુ જે લોકો પત્રકારત્વ અને રીપોર્ટિંગ ફિલ્ડમાં છે તેમણે એક વાર આ ફિલ્મ ‘જોવી જોઈએ. નૂર જોવાય તો ઓ.કે. નહીંતર દર્શકો જેની રાહ જુએ છે તે ફિલ્મ બાહુબલી પાર્ટ-૨ આવતા શુક્રવારે રીલીઝ થઈ રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.