Abtak Media Google News
  • નવસારીના ગણદેવી-બીલીમોરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો: સુરત અને વલસાડમાં પણ ઝાપટું આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમા કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળતી દેખાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં કેટલાક દિવસોથી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તો લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. એવામાં હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

નવસારીમાં વાતાવરણમાં અચાનકમાં પલટો આવ્યો છે. નવસારીના ગણદેવી બીલીમોરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ભારે ઉકળાટ બાદ ધીમીધારે વરસાદ વરસતા ગરમીથી રાહત મળી શકે છે. જો કે વરસાદ આવતા ખેડૂતોએ પણ રાહતનો શ્વાસનો લીધો છે.બીજી તરફ સુરત અને વલસાડમાં પણ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી કેટલાક દિવસો હવામાન સુકું રહેશે.ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, આગામી દિવસોમાં વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડશે. અંબાલાલ પટેલના મતે, 7 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રિમોનસૂન એક્ટિવિટી રહેશે અને 10 જૂન સુધીમાં તો ચોમાસું બેસી જશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓ તથા દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં 7 જૂન સુધી વાતાવરણ સુકું રહેશે. આ પછી 8 જૂને રાજ્યમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત કેટલાક જિલ્લાઓમાં અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જયારે બીજા જિલ્લાઓમાં અને દીવમાં વાતાવણ સુકું રહેશે.9 જુને અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને દીવમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.10 જુનના રોજ ગુજરાતના અરવલ્લી, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવા ગાજવીજ સાથે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સિવાય રાજ્યના બીજા વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. 11 જુનના દિવસે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાથે જ પંચમહાલ, દાહોદ અને મહિસાગર સહિત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

આ જિલ્લામાં વરસાદની આગાહી

આજે: વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદર નગર હવેલી, દાહોદમાં વરસાદ પડી શકે છે

કાલે: દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદ પડી શકે છે.

7 જૂને દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, તાપી, નર્મદામાં વરસાદ પડશે

8 જૂન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આંનદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડશે

9 જૂન 11 જૂન રાજ્યભરમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.