Abtak Media Google News

નોર્થ કોરીયાએ છોડેલી ૪ માંથી ૩ બેલેસ્ટીક મિસાઈલ જાપાનના ઈકોનોમીક ઝોનમાં પડી: સાઉ કોરીયા અને અમેરિકા દ્વારા ર્નો કોરીયાના કરતુતની તપાસ

આજે વહેલી સવારે નોર્થ કોરીયાએ ચાર બેલેસ્ટીક મિસાઈલ છોડયા હતા. જેમાંથી ૩ મિસાઈલ જાપાનના ઈકોનોમી ઝોનમાં પડયા હોવાનું જાપાનના વડાપ્રધાન સીન્ઝોબેએ કહ્યું છે.

આ મામલે સાઉ કોરીયાના સૈન્ય સૂત્રોએ જણાવ્યું હતું કે, ર્નો કોરીયા અને ચીન સરહદ નજીકના ટોંગચાંગ-રી ક્ષેત્રમાંથી બેલેસ્ટીક મિસાઈલો છોડવામાં આવ્યા હતા. હાલ સાઉ કોરીયા અને અમેરિકા આ વિગતોનું એનાલીસીસ કરી રહ્યાં છે. નોર્થ કોરીયા દ્વારા અવાર-નવાર મિસાઈલોનું પરીક્ષણ તું રહે છે જેનાથી વિશ્ર્વ સમુદાયના પેટમાં ફાડ પડી જાય છે.

નોર્થ કોરીયા અગાઉ પરમાણુ ક્ષમતા ધરાવતી મિસાઈલોનું પરીક્ષણ કરી ચૂકયું છે. જેનો વિશ્ર્વભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. નોર્થ કોરીયા પોતાના દુશ્મન દેશ અમેરિકા અને સાઉ કોરીયાને અવાર-નવાર ધમકી આપે છે. આજરોજ છોડાયેલા મિસાઈલ ર્નો કોરીયાના પરીક્ષણનો જ એક ભાગ છે કે, ભૂલી લોન્ચ યા છે તે અંગે તપાસ ચાલુ છે. હાલ ર્નો કોરીયા તરફી છોડવામાં આવેલા આ મિસાઈલી જાપાનની સરકારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જાપાનના વડાપ્રધાને કરેલી સત્તાવાર જાહેરાત બાદ હવે ર્નો કોરીયા સામે કયા પ્રકારના પગલા લેવાશે તે જોવાનું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.