- હિપ હોપ કપલ એડીએન લાઈવ પરફોર્મન્સ જોવા માટે 1500 લોકોની ભીડ એકઠી થઈ હતી: કોન્સર્ટ દરમિયાન કોઈએ ક્લબની અંદર ફટાકડા ફોડ્યા બાદ આગ લાગતા અંધાધૂંધી ફેલાઈ
દક્ષિણ યુરોપના મધ્ય બાલ્કન ટાપુ પર આવેલા ઉત્તર મેસેડોનિયાના કોસાણીમાં એક લોકપ્રિય પલ્સ નાઈટ ક્લબમાં ભયંકર આગની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ઓછામાં 59 લોકો માર્યા ગયાની આશંકા છે. આ નાઈટ ક્લબ રાજધાની સ્કોપ્જેથી લગભગ 100 કિ.મી. દૂર પૂર્વમાં આવેલી છે. આગની ઘટના રવિવારે સવારે બની હતી જ્યારે પ્રસિદ્ધ હિપ હોપ કપલ એડીએન લાઈવ પરફોર્મન્સ આપી રહ્યું હતું. તેનું પરફોર્મન્સ જોવા માટે લગભગ 1500 લોકોની ભીડ એકઠી થઈ હતી. આગે સમગ્ર ક્લબને ભરડામાં લીધુ હતું. એવું મનાય છે કે આગ પાયરો ટેક્નિક ઈફેક્ટને કારણે લાગી હશે. જેનો ઉપયોગ આતશબાજી કરવા માટે થાય છે. તેમાંથી જ્વાળાઓ નીકળે છે. સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં નાઈટ ક્લબને આગની જ્વાળાઓમાં ઘેરાયેલી જોઈ શકાય છે. જોકે રાતન સમયે પણ ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દેખાઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 50 થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યાની માહિતી છે જ્યારે ઘાયલોનો આંકડો પણ 155 એ પહોંચ્યો છે. જોકે હજુ સુધી મોતનો સાચો આંકડો સામે આવી શક્યો નથી.એસોસિએટેડ ફ્રી પ્રેસ (એએફપી) આ માહિતી આપતાં જણાવ્યું હતું કે હજી ચોક્કસ આંક (મૃત્યુનો કે ઇજાગ્રસ્તોનો) જાણી શકાયો નથી.રવિવારની મધરાતે શરૂ થેયલા આ કાર્યક્રમમાં મોટા ભાગે યુવક યુવતીઓ જ ઉપસ્થિત હતાં.ઓનલાઈન મીડીયા આઉટલેટ એસ.કે.ડી જણાવે છે કે આગ આશરે 3.00 વાગે રાત્રે ફાટી નીકળી હતી. પરંતુ આગનું કારણ જાણી શકાયું નથી. 100 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર આપવા માટે કોસાનીની હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા સંભવિત જ ન હતી. તેથી ઘણા ઇજાગારસ્તોને કોસાનીથી 30 કીમી દક્ષિણે રહેલાં સ્ટિવ શહેરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.