- ફરી એકવાર ઝોલા છાપ તબીબો ઝડપાયા
- 3 ઝોલા છાપ તબીબોને ઝડપી પાડ્યા
- દવા, મેડિકલ સામગ્રી સહિત રૂ 13,500નો મુદ્દામાલ કર્યો કબ્જે
- અલગ અલગ વિસ્તારોમાં ટિમ બનાવી રેડ કરાઈ
સુરત: હવે હજીરાના મોરા ગામમાં 3 બોગસ ડોક્ટરો ઝડપાયા છે, જેમની પાસેથી એન્ટિબાયોટિક દવા, ઇન્જેક્શન સહિત રૂ.13519નો સામાન મળી આવ્યો છે. ત્રણેયની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. આ બોગસ ડોક્ટરોમાં લક્ષ્મણ પ્રફુલ સરકાર (46) (રહે, ચિત્રકુટ સોસા, મોરા ટેકરા, મૂળ કલક્તા), ગોવિંદા પ્રોભાત હાલદાર (35) (રહે, સ્ટાર રો હાઉસ, મોટા ટેકરા, મૂળ રહે, કલક્તા) અને રમેશ નકુલ મંડલ (58) (રહે, ભગુ શોપિંગ સેન્ટર, મોરા, મૂળપશ્વિમબંગાળ) છે. ત્રણેય ભાડાની દુકાનમાં દવાખાનું ચલાવતા હતા. ખાસ કરીને શ્રમિક લોકો આવતા હતા અને 30થી 60 રૂપિયા સુધીની ફી લેતા હતા.
સુરત બોગસ ડોક્ટરનું હબ બની ગયું છે. ડો. રશેષ ગુજરાતી બોગસ ડિગ્રીઓ આપતો હતો. જેના આધારે અસંખ્ય હાટડીઓ ખોલીને ડોક્ટર સારવાર કરતાં હતાં. ત્યારે આ પ્રકારના ડોક્ટર પાંડેસરા-સચિન તરફ વધુ ઝડપાયા છે. ત્યારે હવે હજીરામાંથી પશ્ચિમ બંગાળથી આવીને ભાડાની દુકાનમાં તબીબી ધંધો શરૂ કરનાર 3ને ઝડપી લેવામાં આવ્યાં છે.
હજીરાના મોરા ગામમાં 3 બોગસ ડોક્ટરો ઝડપાયા છે. જેમની પાસેથી એન્ટિબાયોટિક દવા, ઇન્જેક્શન સહિત રૂ.13519નો સામાન મળી આવ્યો છે. ત્રણેયની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. આ બોગસ ડોક્ટરોમાં લક્ષ્મણ પ્રફુલ સરકાર , ગોવિંદા પ્રોભાત હાલદાર અને રમેશ નકુલ મંડલ છે. ત્રણેય ભાડાની દુકાનમાં દવાખાનું ચલાવતા હતા.
આ બોગસ ડોક્ટર પાસે સામાન્ય અને ગરીબ પરિવારના લોકો સારવાર માટે આવતાં હતાં. ખાસ કરીને શ્રમિક લોકો આવતા હતા. 30થી 60 રૂપિયા સુધીની ફી લેતા હતા.જેથી રોજની તેમને ત્યાં લાઈનો લાગતી હતી. આ પકડાયેલા ડોક્ટર સહિત અન્ય કેટલા આ પ્રકારની પ્રેક્ટિસ કરે છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય