દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં સરકારના એક પણ મંત્રી ન ફરક્યા

અબતક રાજકોટ

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને સંસદના ભાજપના નેતાઓની ગેરહાજરી ને લઈને કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી છે ૧૪મી નવેમ્બરે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ના જન્મદિવસ નિમિત્તે સાંસદના મધ્ય ખંડમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ ગેરહાજર રહ્યા હતા.આ અંગે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે દેશ નપ્રથમ વડાપ્રધાન પ્રત્યે નું અછૂતપનું દેખાય આવ્યું છે

૧૪મી નવેમ્બરે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ ના જન્મદિવસ નિમિત્તે સંસદ ભવનમાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી અને અનેક વરિષ્ઠ નેતાઓ સાંસદો હાજર રહ્યા હતા પરંતુ સરકારના મંત્રીઓ સૂચક રીતે ગેરહાજર રહ્યા હતા આ અંગે સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે પ્રથમ વડાપ્રધાન પ્રત્યે નું અછૂટપણું પણું દેખાય આવ્યું છે.

કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ જયરામ રમેશે ટ્વીટર પર જણાવ્યું હતું કે આજે સંસદમાં એક વિશિષ્ટ દ્રશ્ય સર્જાયું હતું જવાહરલાલ નેહરુના જન્મદિવસની ઉજવણીમાં સંસદના મધ્ય ખન્ડ માં સંસદના સ્પીકર રાજ્યસભા ના ચેરમેન અને એક પણ મંત્રી હાજર રહ્યા ન હતા આનાથી મોટી કમનસીબી કય હોઈ શકે.

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ટ્રેન એ જયરામ રમેશના નિવેદન પર જણાવ્યું હતું કે આ કઈ નવાઈ જેવું નથી ભારતની મહાપંચાયત  સંસદની ગરીમાં જખવાઈ રહી છે સોનિયા ગાંધીએ જવાહરલાલ નેહરુના જન્મ દિવસના કાર્યક્રમમાં ભાજપના કેન્દ્રીય મંત્રીઓ ની ચૌધરીને ભારત દેશના પ્રથમ વડાપ્રધાન પ્રત્યે અછૂત તા ની લાગણી સાથે સરખાવ્યું હતું અને આ ઘટનાને લોકતંત્ર માટે કમનસીબ ગણાવી હતી