ગુજરાતનું એક પણ ઘર નળના જલ વીનાનું નહી રહે,જાણો આ યોજના વિશે

0
72

ગુજરાત સરકારે વીડિયો કોન્ફરન્સ દ્વારા પેયજલ અને સાફસફાઈ વિભાગના સચિવની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સમિતિ સમક્ષ જલ જીવન અભિયાન અંતર્ગત વર્ષ 2021-22 માટે એની વાર્ષિક કાર્યયોજના પ્રસ્તુત કરી હતી, જેમાં નાણાકીય વર્ષ 2021-22 માટે સેચ્યુરેશન પ્લાનની વિગતો સામેલ છે, જેનો ઉદ્દેશ દરેક ગ્રામીણ ઘરને નળ વાટે પાણીનું જોડાણ સુનિશ્ચિત કરવાનો છે. વર્ષ 2021-22માં રાજ્ય સરકારે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં નળ દ્વારા પાણીના 10 લાખ જોડાણો પ્રદાન કરવાની યોજના બનાવી છે. વર્ષ 2020-21 દરમિયાન ગુજરાતને શ્રેષ્ઠ કામગીરી બદલ જેજેએમ અંતર્ગત રૂ. 100 કરોડની પર્ફોર્મન્સ ઇન્સેન્ટિવ ગ્રાન્ટ (કામગીરીને આધારે પ્રોત્સાહન સહાય) મળી હતી. આ રજૂઆત દરમિયાન ગુજરાતે વર્ષ 2022-23 સુધીમાં હર ઘર જલ લક્ષ્યાંક હાંસલ કરવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.રાજ્યમાં 93 લાખથી વધારે ગ્રામીણ ઘરો છે, જેમાંથી 77.16 લાખ (83 ટકા) નળ વાટે પાણીનો પુરવઠો ધરાવે છે.

છેલ્લા દોઢ વર્ષમાં જલ જીવન અભિયાન અંતર્ગત ગુજરાતમાં ગ્રામીણ ઘરોમાં નળ દ્વારા 12 લાખ પાણીના પુરવઠાનું જોડાણ પ્રદાન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ગુજરાતમાં 5 જિલ્લા, 31 તાલુકા અને 8,242 ગામડાઓને હર ઘર જલ જાહેર કરવામાં આવ્યાં છે, જેનો અર્થ એ છે કે, આ વિસ્તારોમાં દરેક ગ્રામીણ ઘર નળ વાટે પાણીનો પુરવઠો મેળવે છે. રાજ્ય સરકારે અનુસૂચિત જાત/અનુસૂચિત જનજાતિનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારો, એસએજીવાય ગામડાઓ વગેરે જેવા પ્રાથમિકતા ધરાવતા વિસ્તારો પર ભાર મૂકવાની અપીલ કરી હતી.

સમિતિએ 2 ઓક્ટોબર, 2020થી શરૂ થયેલા 100-દિવસના અભિયાન હેઠળ તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં 100 ટકા પાઇપ દ્વારા પાણીનો પુરવઠો પ્રદાન કરવા માટે રાજ્ય સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી.જલ જીવન અભિયાન ગ્રામીણ કાર્યયોજના (વીએપી)ના વિકાસ અને દરેક ગામમાં પાણી સમિતિની રચના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગુજરાત ગ્રામ પંચાયતો કે એની પેટાસમિતિ એટલે કે પાણી સમિતિ દ્વારા પાણીના પુરવઠાનું વિકેન્દ્રીકૃત વ્યવસ્થાપન કરવામાં પથપ્રદર્શક છે, જેની શરૂઆત ગુજરાતમાં વર્ષ 2002માં વોટર એન્ડ મેનેજમેન્ટ સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (વાસ્મો) અંતર્ગત થઈ હતી, જેમાં સ્થાનિક સમુદાય ગામડાઓમાં પાણીના પુરવઠાની વ્યવસ્થાઓના આયોજન, અમલીકરણ, વ્યવસ્થાપન, કામગીરી અને જાળવણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાજ્યના તમામ ગામડાઓમાં પાણી સમિતિની રચના થઈ છે. અત્યાર સુધી 17,107 ગ્રામીણ કાર્યયોજનાઓ તૈયાર થઈ છે. આ રાજ્ય સરકારના નેતૃત્વમાં નીચેની ઉપર તરફ કામગીરીનો અભિગમ સુનિશ્ચિત કરે છે, જેમાં સ્થાનિક સમુદાય પીવાના પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે.એએપીએ પીવાના પાણીના સ્ત્રોત મજબૂત કરવા/વધારવા, દરેક કુટુંબને પીવાનું પાણી પૂરું પાડવા નળ વાટે જોડાણ આપવા પાણી પુરવઠાના કાર્યો, ગ્રેટવોટર ટ્રીટમેન્ટ અને પુન:વપરાશ તથા ગામમાં પાણી પુરવઠા વ્યવસ્થાની કામગીરી અને જાળવણી જેવી બાબતો પર ભાર મૂક્યો છે.

ગુજરાત પાણીનું પરીક્ષણ કરવા ફક્ત 1 એનએબીએલ માન્યતાપ્રાપ્ત પરીક્ષણ પ્રયોગશાળા અને 14 જિલ્લા પ્રયોગશાળા ધરાવે છે. સમગ્ર રાજ્યમાં પાણીનું પરીક્ષણ કરવા ધાર કેન્દ્રો સ્થાપિત કરવાની જરૂર છે. રાજ્યમાં હાલની એક પ્રયોગશાળા માટે એનએબીએલની માન્યતા ધરાવતી પાણીનું પરીક્ષણ કરવા જિલ્લા અને તાલુકા સ્તરની પ્રયોગશાળાઓ સ્થાપિત કરવાની જરૂર છે, જેથી લોકો ઓછામાં ઓછા દરે તેમના પાણીનું પરીક્ષણ કરાવી શકે.રાજ્ય સરકારે ગામડાઓમાં પાણીના પુરવઠાનાં જથ્થા અને એની ગુણવત્તા પર નજર રાખવા માટે પ્રાયોગિક ધોરણે આઇઓટી આધારિત સેન્સર સ્થાપિત કરવાની યોજના બનાવી છે, જેથી  નિયમિત અને લાંબા ગાળે આધારે દરેક ગ્રામીણ કુટુંબને પર્યાપ્ત જથ્થામાં અને સૂચિત ગુણવત્તાયુક્ત પીવાનું પાણી પ્રદાન કરવાની વ્યવસ્થા થઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here