Abtak Media Google News

આગામી નવા નાણાંકીય વર્ષથી નવી સ્ક્રેપીંગ પોલીસી લાગુ: કોમર્શિયલ હેતુથી ખરીદાયેલા વાહનો પર 15% જયારે પર્સનલ વાહનો પર રોડ ટેકસમાં 25% વળતર મળશે

 

અબતક, નવી દિલ્હી

એપ્રિલ ફૂલ નહીં…. પણ આગામી એપ્રિલથી ખરેખર નવા વાહનોની ખરીદી સસ્તી થઈ જશે..!! આગામી નાણાકીય વર્ષથી નવી સ્ક્રેપીંગ પોલીસી દેશભરમાં લાગુ થવા જઈ રહી છે. જે મુજબ ધોળા હાથી સમાન જુના વાહનો સાચવવા મોંઘા બની જશે..!! તો સામે નવા વાહનોની ખરીદી સસ્તી બનશે. જુના વાહનો સ્ક્રેપીંગમાં આપી નવા વાહનો ખરીદતા લોકોને સરકાર 25 ટકા સુધીની છુટ્ટી આપશે..!! સરકારના જણાવ્યા મુજબ કોમર્શિયલ હેતુથી ખરીદેલા વાહન પર રોડ ટેકસમાં 15% જ્યારે પર્સનલ વાહનોની ખરીદી પર 25% સુધીના વળતર આપવામાં આવશે..!!

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ 17 ઓગસ્ટે નવી સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી. જેને લઈ ગઈકાલે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે રાજ્યો અને અન્ય હિસ્સેદારો પાસેથી ટિપ્પણીઓ માંગતા ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ અંગે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે રાજ્યોને  જુના વાહનોના સ્ક્રેપીંગને બદલે નવા વાહનો ખરીદનારાઓને વળતર આપવાની સ્વતંત્રતા છે. આનાથી વધુ

નવા વાહનોના રજીસ્ટ્રેશનનો માર્ગ પણ મોકળો થશે. વાહન ચાલકોને ડિસ્કાઉન્ટ ઓફર કરવા માટે રાજ્યો તેની કોઈ આવક ગુમાવશે નહીં. એટલે કે રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશો ની તિજોરી પર કોઈ વધારાનું ભારણ આવશે નહીં.

સરકારે જૂના વાહનોને સર્ક્યુલર માંથી બહાર કરવા સામે ખરીદેલા નવા વાહનો માટે નોંધણી ફીની સંપૂર્ણ માફીની સૂચના પણ આપી છે. નવી નોંધણી ફી વધારે ન હોવા છતાં, જૂના વાહનોને સક્રર્પમાં ધકેલવ માટે આ અન્ય પ્રોત્સાહન આપવામાં આવશે. તદુપરાંત, માર્ગ પરિવહન મંત્રાલયે વાહન ઉત્પાદકોને સૂચના જારી કરી છે કે તે માન્ય સ્ક્રેપિંગ સર્ટિફિકેટ બનાવવા સામે નવા વાહનની કિંમત પર 5% સુધીની છૂટ આપે. ઉલ્લેખનીય છે કે આજના સમયે વધુને વધુ જટિલ બનતા જઈ રહેલા પ્રદૂષણનાં પ્રશ્નને હલ કરવા, કાર્બન ઉત્સર્જન ઘટાડવા સરકાર જુના વાહનોને રદ કરી પર્યાવરણને સુસંગત એવા વાહનો પર ભાર મૂકી રહી છે. એમાં પણ ખાસ ધ્યાન ઈ વ્હીકલ પર તોળાઈ રહ્યું છે. જેને લઇ સરકારે નવી સ્ક્રેપીંગ પોલિસીની જાહેરાત કરી હતી. જે હવે આગામી 1લી એપ્રિલથી અમલમાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.