Abtak Media Google News

ગામમાં 250થી વધુ કોરોનાના કેસ તાત્કાલીક કોવીડ કેર સેન્ટર ચાલુ કરવા કલેકટર તંત્રને રજૂઆત 

હાલમાં ભાયાવદર શહેરને આજુબાજુનાં 30 થી 32 ગામડાઓ લાગુ પડે છે. ભાયાવદર તથા આજુબાજુનાં ગામડાઓમાં કોરોના વકરતો હોયજેના કારણે ભાયાવદર હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળે છે. હાલ માત્ર ભાયાવદર શહેરમાં 250થી વધુ એકિટવ કેસ હોય ભાયાવદર શહેર ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ઓકિસજન બાયપેપ, વેન્ટિલેટરની સુવિધા ન હોય સાથે તેમજ રેમડીસીવર ઈન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ ન હોય તથા પૂરતો સ્ટાફ પણ ન હોય અને સાથે જ આજુબાજુનાં શહેરોમાં પણ હાલ કોવિડ કેર સેન્ટરમાં જગ્યાઓ ખાલી ન હોય ભાયાવદર તથા આજુબાજુના ગામડાઓ ખાલી ન હોય ભાયાવદર તથા આજુબાજુનાં ગામડાઓને આ મહામારીમાંથી બચાવવા ભાયાવદરમાં કોવીડ કોર હોસ્પિટલની તાતી જરૂરીયાત જણાય છે.ભાયાવદર નગરપાલીકા સંચાલીત સાંસ્કૃતિક ભવનમાં સુવિધા ઉભી થઈ શકે તેમ છે. તો ભાયાવદર શહેરને તાત્કાલીક સરકારી કોવીડ કેર સેન્ટર ફાળવવા શહેર ભાજપની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.