દરેક માથાનો દુ:ખાવો માઈગ્રેન હોતો નથી : ડો. કેતન ચુડાસમાં

19 વર્ષની વિદ્યાર્થીનીનુ વિનસ સાઈનસ સ્ટેનન્ટિંગ દ્રારા સફળ સા2વા2 ક2તા ડો.વિકાસ જૈન

સમાજમાં 10 % થી વધારે લોકો માઈગ્રેન (આધાશીશી) થી પીડીત છે.એટલે દરેક માથાનો દુખાવો માઈગ્રેન જ ગણી અને તેની સારવાર ઘરગથ્થુ અથવા સહેલાઈ થી મળતી દુખાવાની દવાઓ દ્વારા ચાલતી હોય છે.પરંતુ માઈગ્રેન સિવાયની અમુક જુજ બિમારીઓ પણ નાની ઉંમરે માથાનો ભારે દુખાવો કરે છે.

તાજેતરમાં એક 19 વર્ષીય મેડીકલ વિદ્યાર્થીની કે જે એક વર્ષથી વધારે સમયથી માથાના ભારે દુખાવાની ફરીયાદ હતી.અનેક ડોકટરો દ્બારા એમને માઈગ્રેનની સારવાર આપવા છતા પણ એમને કોઈ રાહત ન થઈ. સાથે સાથે એમને આંખોની રોશની પણ ઝાંખી પડવાની તકલીફ શરૂ થઈ ગઈ હતી અને ખાસુ અંધ પણું આવી ગયેલ હતુ.અંતે તેમણે વોકહાર્ટ હોસ્પિટલ ખાતે ન્યુરોલોજીસ્ટ ડો.કેતન ચુડાસમાની મુલાકાત લીધી.

ડો.કેતન ચુડાસમાએ તેમની તપાસ કરતા માલુમ થયુ કે તેમને આઈ.આઈ.એચ નામની બીમારી છે જેમા મગજમાંથી લોહી પાછુ લાવવા વાળી શિરામાં સંકોચપણું હોવાના કારણે મગજમાં વધારે દબાણ હતુ. ત્યારબાદ ડો.વિકાસ જૈન દ્બારા મગજની એન્જીયોગ્રાફી કરવામાં આવેલ અને હાઈ પ્રેશર છે તેવુ ચોકક્સ સાબીત થયુ અને ત્યા સ્ટેન્ટ મુકી મગજનુ દબાણ તાત્કાલિક ઓછુ કરવામાં આવેલ હતુ.

આ ખુબ જ દુર્લભ અને જટિલ પ્રોસિજરને મેડીકલ સાયન્સમાં વિનસ સાઈનસ સ્ટેનન્ટિંગ કહેવામાં આવે છે. ડો.કેતન ચુડાસમાની સલાહ પ્રમાણે જો કોઈપણ માથાનો દુખાવો અચાનક શરૂ થયો હોય,ખુબ જ ભારે હોય,દવાથી પણ ના મડતો હોય,ચકકર,અંધાપા ,ઉલ્ટી ઉબકા સાથે હોય તો એને સમાન્ય ન માની ને તાત્કાલીક ન્યુરોલોજીસ્ટ ને બતાવવુ હિતાવહ છે.