‘ફાવતુ’ નથી, ‘મુંજારો થાય છે.. ન કહો ‘માસ્ક’ના ફાયદાઓ જાણી લો

સંક્રમણનું ‘સુરક્ષા કવચ’ માસ્ક કેવું હોવું જોઈએ તે જાણવું જરૂરી 

વિવિધ લેયર ધરાવતું ‘માસ્ક’ સરખી રીતે ધારણ કરીએ અને ચાલો સંક્રમણને હંફાવીએ 

દેશભરમાં અત્યારે કોરોના સંક્રમણે અજગરી ભરડો લીધો છે. એવામાં સરકાર તેમજ તબીબો માસ્કનો સતત ઉપયોગ કરવાનું લોકોને સૂચન આપી રહી છે. અને દિલ્હી હાઈકોર્ટે પણ માસ્કને ‘સુરક્ષા કવચ’ તરીકે જાહેર કર્યું છે. અને કહ્યું છેકે માસ્ક એ આ મહામારી દરમિયાન લાખો લોકોનો જીવ બચાવ્યો છે. માસ્કથી માત્ર તેને પહેરનારને જ નહી બલકે એ વ્યકિતના સંપર્કમાં આવેલા અન્ય લોકોને પણ સંક્રમણથી બચાવે છે.

આ મામલે અમેરિકાના જોર્જિયા ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીનાં વૈજ્ઞાનિકોએ કરેલા રિસર્ચ પર પણ ગૌર કરવું જોઈએ.

આ રિસર્ચમાં તેઓએ કહ્યું છે કે કેટલાક પડો ધરાવતું યોગ્ય રીતે તૈયાર કરાયેલું માસ્ક સંક્રમણના પ્રસારને 96 ટકા સુધી રોક રોકવામાં મદદરૂપ થાય છે. એજ પ્રમાણે વિશેષજ્ઞોના જણાવ્યાનુસાર યોગ્ય રીતે પહેરવામાં આવેલુ તથા કેટલાક પળોવાળુ અને સારી રીતે કસીને તૈયાર કરાયેલું માસ્ક તેને પહેરનાર વ્યકિતમાંથી નીકળતા 84 ટકા કણોને રોકે છે.

વિશેષજ્ઞોના અન્ય એક મત મુજબ જો કોઈ બે વ્યકિત જો આ પ્રકારે માસ્ક પહેરે, તો તે સંક્રમણને ફેલાવવામાં 96 ટકા જેટલો રોકવા માટે સક્ષમ થઈ શકે છે.

એ સિવાય માસ્ક કેટલુ બહેતર છે. એ આ વાત પર પણ નિર્ભર કરે છે કે તેને બનાવવામાં કેવા પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની બનાવટ કેવા પ્રકારની છે જો આ દરેક બાબતો પર માસ્ક ખરૂ ઉતરે છે. તો આવુ માસ્ક સંક્રમણ ફેલાતુ અટકાવવામાં મદદ રૂપ થાય છે.

આ અધ્યયનમાં અલગ અલગ પ્રકારના પદાર્થોથી અત્યંત નાના કણોને નિકળવાના પ્રભાવને સમજવાની કોશિષ કરવામાં આવી છે. એક શોધકર્તા મુજબ અતિસુક્ષ્મ કણ હવામાં અમુક કલાકો અને કેટલાક દિવસો સુધી રહી શકે છે. એવામાં જો કોઈ કક્ષમાં હવાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોય તો આવા નાના કણો લાંબા સમય સુધી એ રૂમમાં જ રહી શકે છે.

માસ્કનો ઈતિહાસ સદીઓ જુનો છે. પ્રદુષણ, ઝહરીલી ગેસની સાથે સાથે મહામારીથી બચાવવામાં પણ કારગર છે.

તો વળી અન્ય એક શોધમાં કોવિડ 19ના પ્રસારને રોકવામાં સોશિયલ ડિસ્ટેસીંગથી પણ વધારે કારગર માસ્કને ગણાવ્યું છે. હવાથી થતા પ્રસારને રોકવા માટે છ ફૂટનું અંતર માસ્ક પહેરનાર માટે જરૂરી નથી. હા પણ એ માસ્ક પ્રત્યેક માપદંડ મુજબ તૈયાર કરવામાં આવ્યું હોય અને તેને પહેરનારે વ્યવસ્થિત ધારણ કર્યું હોવું જરૂરી છે.

 

‘ફાવતુ’ નથી, ‘મુંજારો થાય છે.. ન કહો ‘માસ્ક’ના ફાયદાઓ જાણી લો…

સંક્રમણ વધતા ફરજિયાત માસ્કનો નિયમ કયારેક નહી અપનાવનાર લોકો ‘ફાવતુ’ નથી, મુંજારો થાય છે, કાનમાં દુ:ખે છે. વગેરેનાં બહાનાઓ કાઢે છે. આવા લોકોએ માસ્કના ફાયદા ખાસ જાણી લેવા જરૂરી છે.