Abtak Media Google News

પોલીસ ધરપકડ બાદ જેલ હવાલે થયેલા આરોપીઓ જામીન મુક્ત થવા માટે અદાલતમાં અરજી કરવામાં આવે છે પરંતુ રોગ ચાળાના કારણે લાંબા સમયથી જામીન અરજીની સુનાવણીમાં થતા વિલંબથી આરોપીઓની સ્વંતત્રા પર તરાપ સમાન અને વિના કારણે લાંબો સમય જેલમાં રહેવું પડતું હોવાના તારણ સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના જનરલ રજીસ્ટ્રારને સુધારાત્મક પગલા લેવા આદેશ કર્યો છે.

રોગચાળાના કારણે એક વર્ષથી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા સાંભળવામાં ન આવેલી જામીન અરજી અંગે સુધારાત્મક કાર્યવાહી કરવા સુપ્રીમ કોર્ટનો હુકમ

નિયમિત જામીન અરજીની યાદી ન રાખવાથી આરોપીની સ્વતંત્રા પર અસર પડે

સીઆરપીસી 439 જોગવાય મુજબ આરોપીઓ દ્વારા જામીન પર છુટવા માટે અદાલતમાં અરજી કરવામાં આવતી હોય છે ત્યારે આરોપીના અધિકારોના ઉલ્લંઘન કરી અદાલત દ્વારા અરજીની સુનાવણી નામંજુર રાખી આરોપીની તરફેણમાં સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચના ન્યાયધીશ હેમંત ગુપ્તા અને વી.રામસુબ્રમણીયમ દ્વારા મહત્વનો ચુકાદો આપ્યો છે.

કોરોનાની મહામારીના કારણે કોર્ટ કાર્યવાહી બંધ રહી હોવાથી ઘણા બધા કેસનો ભરાવો થયો છે. અદાલતના અડધા સ્ટાફ સાથે અરજન્ટ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટ દ્વારા દાખલ કરાયેલા કેસમાં ચુનિલાલ ગાબા નામની વ્યક્તિએ જામીન પર છુટવા પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં ગત તા.28 ફેબ્રુઆરી 2020ના રોજ અરજી કરી હતી.

ચુનિલાલ ગાબાની જામીન અરજીનો હાઇકોર્ટ દ્વારા તા.29 એપ્રિલના રોજ સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો હતો.

હાઇકોર્ટ દ્વારા કરાયેલા ઇન્કાર સામે ચુનિલાલ ગાબા દ્વારા સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા ખંડપીઠના ન્યાયધીશ હેમંત ગુપ્તા અને વી.રામસુબ્રમણીયમ દ્વારા ચુનિલાલ ગાબાની તરફેણમાં હુકમ કરી જામીન અરજીની સુનાવણીનો ઇન્કાર કરી ન શકાય તેવું ઠરાવ્યું છે.

આરોપીને જામીન અરજી કરવાનો કાયદાકીય અધિકાર છે. તેની સુનાવણી થવી જોઇએ જામીન અરજીની સુનાવણીનો ઇન્કાર કરવો એ આરોપીના અધિકાર અને સ્વતંત્રતાના ઉલ્લંઘન સમાન છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલા અવલોકનમાં ઠરાવ્યું છે કે, એક વર્ષથી થયેલી જામીન અરજીની યાદી તૈયાર કરવામાં આવી નથી જેના કારણે આરોપીને જેલમાં રહેવું પડે છે અને તેની સ્વતંત્રા પર અસર પડે છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના જનરલ રજીસ્ટ્રારને નોટિસ મોકલી જામીન અરજીની તાત્કાલિક સુનાવણી કરવા અને આ અંગે સુધારાત્મક પગલા ભરવા હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.