Abtak Media Google News
  • દીધો ક્યાં  કારણે એક રન રૂપિયા 25000 માં પડે છે ?
  • આજે આઇપીએલની સૌથી મોટી હરરાજી
  • બેંગ્લોર ખાતે 590 ખેલાડીઓનું ભાવી નકકી થશે
  • 10 ટીમો ભાગ લેશે

આઈપીએલ 2022નું મેગા ઓકસન આજથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે સૌથી મહત્વપૂર્ણ તો એ છે કે, આઈપીએલનું મહત્વ શું તેની અસર કેટલી? ઇન્ડિયન પ્રીમિયર લીગ માત્ર કરાનો વરસાદ જ નહીં પરંતુ રૂપિયા ઉપર અર્જન્ટ કરવા માટેનું એક માધ્યમ બન્યું છે. દર વર્ષે આઇપીએલ સિઝન થતા અનેક પ્રકારે અર્થતંત્રમાં બદલાવ પણ જોવામાં આવતો હોય છે.પેલા  ક્રિકેટ જેન્ટલમેન ગેમ કે માનવામાં આવતી હતી પરંતુ હવે તે આર્થિક ઉપાર્જન માટે નું એક માધ્યમ બન્યું છે. સૌથી મોટી વાત તો એ છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ ની જનની કોણ ત્યારે ચેનલ નાઈન કેજે કેરી પેકર દ્વારા શરૂ કરવામાં આવી હતી ત્યારે તેના દ્વારા ’બિગ બોયઝ પ્લે એટ નાઈટ’ નામથી ટુર્નામેન્ટ શરૂ કરી હતી.

Ipl 2

આ ટુર્નામેન્ટમાં દેશ-વિદેશના અનેક ખેલાડીઓ સહભાગી થયા હતા અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ માટે આશીર્વાદરૂપ સાબિત થયું હતું. તે સમયથી આ પ્રકારની વિવિધ ટુર્નામેન્ટ શરૂ ફાઈ હતી અને આર્થિક ઉપાર્જન માટે ની એક તક ક્રિકેટમાં જોવા મળી હતી પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ પ્રકારની ટુર્નામેન્ટમાં પ્રોફેશનાલિઝમ જોવા મળ્યું અને ઇન્ડિયન પ્રીમિયર લીગનો જન્મ થયો. દર વર્ષે જે સમયે ઇન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન થતું હોય તે ત્રણથી ચાર મહિના ક્રિકેટ પ્રેમીઓની સાથોસાથ જે ફ્રેન્ચાઇઝી દ્વારા ક્રિકેટમાં રોકાણ કરવામાં આવેલું હોય તેમના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતું હોય છે.

આઈપીએલમાં કરોડો અબજો રૂપિયાના રાઇટ્સ વેચાતા હોય છે અને કંપની પોતાની બ્રાન્ડ વેલ્યુ ઊંચી લાવવા માટે પણ હર હંમેશ તત્પર રહેતી હોય છે. ક્રિકેટ પહેલા જે રીતે જેન્ટલમેન ગેમ તમે તરીકે માનવામાં આવતી હતી તે હવે આર્થિક લાભ લેવા માટે એક માધ્યમ બની ગયું છે. તે નવી કંપનીઓ કે જે બજારમાં આવતી હોય અને તે જો આઈપીએલ ફ્રેન્ચાઈઝી માં કોઈપણ રીતે રોકાણ કરે તો તેની બ્રાન્ડ વેલ્યુ ની સાથે સાથે તેની ઓળખ પણ ઊભી થતી હોય છે.

બ્રાન્ડ વેલ્યુ વધવા પાછળનું મુખ્ય કારણ એ છે કે દરેક ક્રિકેટ રસિકો ઇન્ડિયન પ્રીમિયર લીગ હોવાની સાથોસાથ જે તે કંપની જાહેરાત થતી હોય તેના ઉપર પણ વધુ નિર્ભર રહેતા હોય છે અને તેઓ તે ચીજ વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં રાજીપો વ્યક્ત કરતા હોય છે. અહીં ઇન્ડિયન પ્રીમિયર લીગ માત્ર નો વરસાદ નહીં પરંતુ રૂપિયાનો વરસાદ થતો નજરે પડે છે અને તે આઈપીએલની જાકજામાક પણ વધારી દયે છે. આઇપીએલના હરાજીમાં ખેલાડીઓ જે કરોડો રૂપિયામાં વેચાતા હોય છે ત્યારે તેનું સૌથી મોટું કારણ એ પણ છે કે દરેક ફ્રેન્ચાઇઝી ને પોતાના ખેલાડીઓ ઉપર એ વાતનો ભરોસો હોય છે કે જે રકમ તેમના ઉપર લગાવવામાં આવી છે તેનાથી તેઓ ને ઘણો ફાયદો પહોંચશે ત્યારે ક્રિકેટ હવે બિઝનેસ પણ બની ગયું છે

પરંતુ સામે તે દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે પણ એટલી જ મહત્વપૂર્ણ અને જરૂરી સાબિત થઈ છે. જે દેશમાં આઇપીએલ નું આયોજન થતું હોય તે દેશની અર્થવ્યવસ્થા ઝડપભેર વિકસિત થતી હોય છે જેનું મુખ્ય કારણ એ કે ઉદાહરણ રૂપે ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગનું જે આયોજન કરવામાં આવ્યું હોય તો દરેક ફ્રેન્ચાઇઝી ટીમ દ્વારા પોતાના હોમગ્રાઉન્ડ નિર્ધારીત થતા હોય છે ત્યારે તેઓ તેમના હોમ ગ્રાઉન્ડ ઉપર જ્યારે મેચ રમવા આવી પહોંચે તો તે ગ્રાઉન્ડ માટે છે ટિકિટ કલેક્શન થતી હોય , જે હોટલમાં તેમનો સ્ટે નિર્ધારિત થતો હોય અનેક મુદ્દે આર્થિક ઉપાર્જન થતું નજરે પડે છે અને તેની સીધી જ અસર દેશના અર્થતંત્રને તેની અર્થવ્યવસ્થા ઉપર પણ જોવા મળે છે.

Screenshot 2 21

ક્રિકેટ ઇતિહાસમાં માત્ર ઇન્ડિયન પ્રીમિયર લીગ જ નહીં પરંતુ દરેક દેશે પોતાની આ પ્રકારની લિગ ટુર્નામેન્ટ રમાડતા હોય છે પરંતુ સૌથી જરૂરી અને સૌથી મહત્વપૂર્ણ છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ અન્ય લોકોની સરખામણીમાં ખૂબ જ મોંઘી અને ખૂબ જ અસર કરતાં સાબિત થઇ છે અને દરેક ખેલાડીઓ મહદ અંશે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જ રમવા માટે પ્રેરિત થતા હોય છે. પ્રીમિયર લીગમાં આ વર્ષે 600 જેટલા ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે ત્યારે બીસીસીઆઇને આ આઈપીએલની હરાજી માંથી ખૂબ જ મોટો ફાયદો પહોંચે એટલું જ નહીં, આશરે 45 હજાર કરોડ રૂપિયા રાઇટ્સ પેટે કમાઈ પણ શકે છે. ક્રિકેટમાં જે કામ અને જુસ્સો લોકોમાં જોવા મળી રહ્યો છે

તેનું ક્યાંકને ક્યાંક મુખ્ય કારણ એ પણ છે કે બોર્ડ દ્વારા જે ઇન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન સમયાંતરે દર વર્ષે જે રીતે કરવામાં આવે છે તેનાથી લોકોને ઘણો ખરો આનંદ પણ મળતો હોય છે સામે રૂપિયા કમાવવાની પણ તકો ઊભી થતી હોય છે. આઈપીએલ શરૂ થતાં જ ઓનલાઈન વ્યાપારમાં પણ વૃદ્ધિ જોવા મળતી હોય છે અનેકવિધ એપ્લિકેશન જેમકે ડ્રીમ ઇલેવન સહિત ટેપમાં લોકો નજીવી રકમનું રોકાણ કરી પોતાની ટીમ બનાવી પૈસા કમાવવા માટે તલપાપડ બનતા હોય છે. ખરી વાસ્તવિકતા એ છે કે હવે ક્રિકેટ અને એમાં પણ હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ એક બિઝનેસ બની ગયો છે

આજથી બે દિવસ આઇપીએલ-2022ની હરરાજી શરૂ થઇ રહી છે. ત્યારે ક્યાં ખિલાડીની કિસ્મત ચમકશે તે જોવાનું રહ્યું ત્યારે સૌથી મોટી વાત તો એ છે કે આ આઇપીએલમાં બે નવી ટીમોનો સમાવેશ થયો છે ત્યારે આ ટીમમાં ક્યાં ખેલાડીઓને લેવામાં આવશે અને ક્યાં ખર્ચે લેવાશે તે પણ આવનારો સમય જ જણાવશે. પરંતુ મહત્વની વાત તો એ છે કે આઇપીએલ-2022 કે જે 15મી સિઝન છે તે અત્યંત રોમાંચક ભરી નીવડશે અને અનેકવિધ પ્રકારે આર્થિક ઉર્પાજન માટેના રસ્તાઓ ખૂલશે. આઇપી એલમાં બે નવી ટીમો આવતાની સાથે જ બીસીસીઆઇને પણ ખૂબ મોટી આવક થવાની આશા જોવા મળી રહી છે. ચેન્નઇ સુપર કિંગ્સનો આધારસ્તંભ મહેન્દ્રસિંઘ ધોનીએ માહિતી આપતા કહ્યું હતું કે ચેન્નઇ સુપરકિંગ્સમાં રિટેઇન ન થયેલા ખેલાડીઓની જ્યારે પસંદગી જે હરરાજી થકી કરવામાં આવશે તે હરરાજીમાં તે પણ હાજર રહેશે અને તેના મુજબ જ ખેલાડીઓની પસંદગી થશે. આ માહિતી પાછળનું મુખ્ય કારણ એ છે કે આ આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ મજબૂત હશે.

અન્ય પ્રીમિયર લીગની સરખામણીમાં ઇન્ડિયન પ્રીમિયર લીગના ખેલાડીઓ વધુ ધનિક

ઇન્ડિયન પ્રીમિયર લીગ વિશ્વની વિવિધ લેખકોની સરખામણીમાં ખૂબ જ અલગ છે. એટલુંજ નહીં જે રીતે આઇપીએલ દેશની અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટે જે ઉપયોગી નિવડી રહ્યું છે તેની સાથોસાથ તે તેમાં ખેલનારા ખેલાડીઓને પણ ધનિક બનાવવા માટે એટલું જ કારગત નીવડ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જે મારકી પ્લેયર જેવા કે વિરાટ કોહલી અને રોહિત શર્મા તેની હરાજીની રકમ કરતાં પણ વધુ આવક રડે છે. સામે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જે ખેલાડીઓ પોતાની કલા કૌશલ્ય દેખાડી રહ્યા છે તેઓની આવક અન્ય પ્રીમિયર લીગની સરખામણીમાં ખૂબ જ વધુ છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કે.એલ.રાહુલ ને 2.14 મિલિયન ડોલર સેલેરી પેટે મળે છે, તો કેરેબિયન પ્રીમિયર લીગમાં ઇમરાન તાહિરને 1.12 લાખ ડોલર મળે છે. અને પાકિસ્તાન પ્રિમયર લીગમાં બાબર આઝમને 1.30 લાખ ડોલર મળે છે. જે સ્પષ્ટ સૂચવે છે કે આઈપીએલ ખેલનાર ખેલાડીઓ અન્ય લીગ કરતા વધુ ધનિક છે. આઇપીએલ 2022ની હરાજી આજથી શરૂ થવા જઈ રહી છે ત્યારે દરેકની મીટ એ વાત ઉપર જ છે કે કયા ખેલાડીને કેટલા રૂપિયામાં ખરીદવામાં આવશે અને તે કઈ ટીમ હેઠળ ખેલસે.

Ipl 1

ટોપ ટી-20 બ્રાન્ડમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ

દેશ-વિદેશની ઘણી કંપનીઓ પોતાની કંપનીને ઉચ્ચ શિખર ઉપર લઈ જવા માટે મહેનત કરતી હોય છે અને તે ત્યારે જ શક્ય થાય ત્યારે જે તે કંપનીની બ્રાન્ડ વેલ્યુ ખૂબ ઊંચી આવે. આ માટે કંપનીએ ઘણું યોગદાન પણ આપવું પડતું હોય છે પરંતુ હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ જે રીતે સમગ્ર વિશ્વમાં પોતાની એક આગવી છાપ ઉભી કરી છે ત્યારે દરેક કંપનીઓ માટે પોતાની પબ્લિસિટી વધારવા અને પોતાની બ્રાન્ડ વેલ્યુ વધારવા માટે ઉત્તમ વિકલ્પ સામે આવ્યો છે.

જોવા જેવી વાત તો એ છે કે આઇપીએલ ખુદ બ્રાન્ડ તરીકે વૈશ્વિક ફલક ઉપર પ્રસ્થાપિત થઇ છે અને જેની વેલ્યુ 6300 મિલિયન ડોલરએ પહોંચી છે. આ સ્થિતિ ઊભી થયા બાદ સૌથી મહત્વપૂર્ણ એ છે કે હવે દરેક કંપનીઓ કે જે પોતાને આર્થિક રીતે વિકસિત કરવા માંગતી હોય તેજ આઈપીએલમાં રોકાણ કરી રહ્યું છે.

આઈપીએલની સમયાંતરે જે સફળતા મળી રહી છે તેને ધ્યાને લઇ બીસીસીઆઈ દ્વારા અનેકવિધ બદલાવો પણ લાવવામાં આવ્યા હતા જેમાં સેલેરી કેપીટલ, ખર્ચ અને જે આવક ઊભી થાય તેને કઈ રીતે ડાયવર્ટ કરી શકાય અને કયાં મોડલમાં મેચોને રમાડવામાં આવી શકે. અબ મુદ્દાઓ હાલ સૌથી વધુ વિચારવામાં આવી રહ્યા છે અને આ ક્ષેત્રમાં એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં વધુને વધુ રોકાણ કેવી રીતે લાવી શકાય તેના ઉપર પણ એ સિસ્ટમ બનાવવામાં આવેલી છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની વિજેતા ટીમને અન્ય લીગની સરખામણીમાં વધુ વિજેતા રકમ મળતી હોય છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ દિન-પ્રતિદિન પોતાની એક આગવી ઓળખ ઉભો કરી રહ્યું છે અને સામે જે વિશ્વસનીયતા ઊભી કરવી જોઈએ તે પણ ખૂબ સરળતાથી થઇ રહી છે ત્યારે આગામી 15મી સીઝન રમવા જશે તે પૂર્વે સૌથી મહત્વની વાત એ સામે આવી કે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જે વિજેતા ટીમ થનારી જ હોય તેને અન્ય લોકોની સરખામણીમાં વિજેતા રકમ ખૂબ મોટી માત્રામાં મળતી હોય છે ત્યારે આઈપીએલમાં વિજેતા ટીમને 2.60 મિલિયન ડોલર ઇનામ પેટે મળતા હોય છે. એટલું જ નહીં સરકાર અને બોર્ડને પણ ઇન્ડિયન થી ખૂબ મોટો આર્થિક ફાયદો મળે છે ત્યારે હનુમાન એ વાત પણ લગાવવામાં આવેલું છે કે આ આઇપીએલ સીઝન માં બીસીસીઆઈને રાઈટ પેટે 35,000 કરોડ રૂપિયા મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.