Abtak Media Google News

કોર્પોરેશન અને રૂડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા 3790 આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા નરેન્દ્ર મોદી

ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત આજે વડોદરા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 21,00 કરોડના વિકાસકામોનું શુભારંભ કરાવ્યો હતો. રાજકોટ ખાતે આજે રૂડા અને કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા 3790 આવાસોનું વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે 1042 આવાસના નંબરોના ફાળવણી કરી બીએલસી હેઠળના નિર્માણ પામેલા આવાસોના લાભાર્થીઓના ગૃહ પ્રવેશ કરાયો હતો.

Dsc 4730

બરોડા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભારત સરકારના રેલ્વે અને ટેક્સ ટાઈલના મંત્રાલયના દર્શનાબેન જરદોશ. ભારત સરકારના સંચાર મંત્રાલયના રાજ્યમંત્રી દેવુંસિંહ ચૌહાણ તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ રાજ્યના જુદાજુદા મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ખાતેના કાર્યક્રમમાં મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવેલ કે, અગાઉના સમયમાં દેશમાં વાતો થતી કે ગરીબી દુર કરશું, સમૃદ્ધિ લાવીશું, આવાસો આપીશું. પરંતુ, તે ફક્ત વાતો જ થઈ જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં શાસન સંભાળ્યું ત્યારે દેશમાં કોઈ ઘર વિહોણું ન રહે તે માટે આવાસ યોજનાનું લોન્ચિંગ કર્યું. આ ઉપરાંત દેશના ગરીબ અને પીડિત મધ્યમવર્ગના લોકો માટે અનેક યોજનાનો અમલ કરાવેલ છે. તેમજ વિશ્વભરમાં ભારત દેશને આગવું સ્થાન અપાવેલ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વમાં પણ ગામડે ગામડે વિકાસ થાય, છેવાડાના માનવીને સુવિધા મળે તેવી કામગીરી થઈ રહી છે.

Dsc 4743 1

ભારતીય જનતા પાર્ટીના કાર્યકરથી લઈ તમામ નેતાઓ લોકોની વચ્ચે રહી લોકોની આકાંક્ષા-અપેક્ષા પુરી કરવા સતત પ્રયત્નશીલ રહે છે. હાલમાં બની રહેલ આવાસ યોજનાઓમાં આધુનિક સગવડતાઓ આપવામાં આવી રહી છે. દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આરોગ્યની સારવાર મળી રહે તે માટે આયુષ્યમાન કાર્ડ, 80 કરોડ લોકોને નિ:શુલ્ક અનાજ, કુંવરબાઈનું મામેરૂ, વિધવા સહાય આ ઉપરાંત અનેક યોજનાઓ સીધી જ લાભાર્થીને મળે તેવું સુદ્રઢ આયોજન કરેલ છે. ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ, કાર્યકરો, શ્યામાપ્રસાદ મુખર્જી, દિન દયાળ ઉપાધ્યાયના છેવાડાના માનવીને સુવિધા મળવી જોઈએ તેવા વિચાર સાથે કાર્ય કરી રહી છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના સુત્રને અમલમાં મુકી કાર્ય કરી રહેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગરીબ શહેરીજનોને નિ:શુલ્ક આરોગ્ય સેવાઓ, ગરીબ લોકોને સુંદર ઘરનું નજરાણું ઉપરાંત અન્ય જરૂરી સેવાઓ અને સુવિધાઓ મળી રહે તે માટે અગ્રતા અપાય છે. ગુજરાત રાજ્યમાં અઢી અઢી દાયકાથી લોકોએ સતત થઈ રહેલ વિકાસ અને પ્રગતિ નિહાળી છે અને એટલા માટે જ ભાજપ સરકાર પરનો તેમનો વિશ્વાસ દ્રઢ બન્યો છે. સરકાર ચૂંટણી ન હોય ત્યારે પણ વિકાસલક્ષી કામગીરીને સતત વેગ આપે છે તે લોકો જુએ છે. છેવાડાના માનવીને પણ વિકાસના ફળ મળી રહ્યા છે.

Dsc 4722

આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ.167 કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ કેટેગરીના 1808 આવાસોનું લોકાર્પણ, 1042 આવાસોનો નંબર ફાળવણી ડ્રો, બી.એલ.સી. હેઠળ રૂ. 17.04 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 487 આવાસોનો ગૃહ પ્રવેશ ઉપરાંત રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એ.એચ.પી. હેઠળ રૂ. 166.83 કરોડના ખર્ચે 1982 આવાસનું લોકાર્પણ અને બી.એલ.સી. હેઠળ રૂ.33.95 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 970 આવાસોના ગૃહ પ્રવેશની વિધિ આપણા સૌનું ગૌરવ અને વિશ્વના નેતા એવા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થઈ રહેલ છે.

ગુજરાતનો વિકાસ ખુબ ઝડપથી આગળ વધે અને કોઈ પણ વ્યક્તિ માટે ઘર એ પ્રાથમિક જરૂરીયાત છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે શહેરના ક્રીમ એરિયામાં સુખ, શાંતિ અને પ્રગતિની શુભેચ્છા પાઠવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.