Abtak Media Google News

આજે 31 મે એટલે કે, વર્લ્ડ નો ટોબેકો ડે (World No Tobacco Day) તરીકે દુનિયા ભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય લોકોને તમાકુથી થતાં જીવલેણ રોગો પ્રત્યે જાગૃત કરવાનો છે. ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે (જીએટીએસ) 2009-10 મુજબ, લગભગ 35 ટકા ભારતીયો તમાકુનું સેવન કરે છે, તેમાંથી 47 ટકા પુરુષ અને 20.2 ટકા મહિલાઓ છે. તો ચાલો જાણીએ કે તમાકુ શરીર માટે કેવી રીતે જીવલેણ બને છે.

તમાકુ સ્વાસ્થ્યમાટે નુકસાન કારક: ડોક્ટરો માને છે કે તમાકુ દાંતને નબળા પાડી દે છે અને આગળ જતા દાંત પડવા માંડે છે. તમાકુના સેવનને કારણે દાંત અને મોઢાને લગતી બીમારીએ શરૂ થાય છે. સાથે આંખોની રોશની પણ ઓછી થઈ જાય છે. તમાકુ ફેફસાં માટે પણ ખૂબ જોખમી છે.

તમાકુનું નિકોટિન બ્લડ પ્રેશર પણ વધારે છે. જ્યારે તમે ધૂમ્રપાન કરો છો, ત્યારે તેનો ધુમાડો શ્વસનતંત્રને અસર કરે છે. તે આંખ, કાન અને ફેફસાંને અસર કરે છે. તેનો સીધો સંબંધ મોં સાથે છે, તેથી વધુ તમાકુ ખાવાથી મોઢાનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે.તમાકુનું સેવન કરતા મોટાભાગના લોકો કે મોં ખોલી શકતા નથી. મોંની અંદરની બંને બાજુ સફેદ લાઈન કેન્સરનું નિશાની છે. જો સમયસર આની કાળજી લેવામાં નહીં આવે તો તે ખતરનાક બની શકે છે.

તમાકુનું સેવન નિકોટિનની ટેવ તરફ દોરી જાય છે અને તેનાથી મગજ પર પણ અસર પડે છે. તમાકુ ખાનાર વ્યક્તિને લાગે છે કે તે ખાવાથી તેને કોઈક પ્રકારની મગજની શાંતિ મળે છે અને તે તેનો વ્યસની બની જાય છે. જ્યારે આવા લોકોને તમાકુ ન મળે, ત્યારે તેઓ બેચેન અને પરેશાન થઈ જાય છે.

એક રિપોર્ટ મુજબ તમાકુનું સેવન કરતી મહિલાઓમાં કસુવાવડનો દર સામાન્ય મહિલાઓની સરખામણીએ લગભગ 15 ટકા વધારે છે. તમાકુના સેવનથી મહિલાઓને ફેફસાના કેન્સર, હાર્ટ એટેક, શ્વાસની બીમારી, પ્રજનન સંબંધી વિકાર, ન્યુમોનિયા, માસિક સમસ્યાઓનું પ્રમાણ વધુ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.