Abtak Media Google News

જામનગરમાં રંગમતી – નાગમતી નદીના કાંઠે રીવર ફ્રન્ટ બનાવવાનું સપનું ઘણા સમયી લોકોને દેખાડવામાં આવી રહ્યું છે, પરંતુ થોડા દિવસ પહેલા ભારે વરસાદી નદીમાં આવેલ પૂરમાં અઢળક કચરો પણ તણાઈ આવ્યો હતો. જે પૂરના પાણી ઓસરી ગયા પછી નદી કાંઠે અને નદીના પટમાં તંત્રની નિષ્ક્રિયતા અને નિષ્ફળતાના પુરાવારૃપે હજી પણ ત્યાં જ પડ્યો છે.  હજુ વરસાદનો આ તો પહેલો જ રાઉન્ડ હતો હજુ વરસાદની સીઝન બાકી હોય વધુ વરસાદ થાય ને ફરી પુર જેવી સ્થિતિ સર્જાય તો વધુ કચરાના ગંજ થઈ જવાની ભીતી હોય તેમજ આ કચરાના કારણે માંદગીનો પણ ભય ત્યાંના રહેવાસીઓમાં ફેલાયો છે. પવિત્ર શ્રાવણ માસના દિવસો શરૃ યા છે પ્રસિધ્ધ અને જુનુ સિધ્ધના મહાદેવનું મંદિર પણ ત્યાં આવેલું હોય આ જ રસ્તે ઈને મંદિર જવાના માર્ગ હોય તો અવર-જવર કરતાં લોકોમાં પણ આ ગંદકીને દુર કરવાની માંગણી ઉભી થઈ છે. નદી કાંઠેથી કચરો પણ ન ઉપાડતું તંત્ર રીવર ફ્રન્ટ બનાવે એ વાત પર લોકોને વિશ્વાસ આવતો નથી.

Matter 2 Nadi 2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.