Abtak Media Google News

ટચુકડા એવા કોરોના વાયરસે વિશ્વ આખાને બાનમાં લઇ હચમચાવી દીધું છે. કોરોનાની બીજી લહેરનો અંત થતાં વાયરસની તીવ્રતા ઓછી થયા બાદ દેશના ઘણા રાજ્યોમાં કેસ ફરી વધવા લાગ્યા છે. આ જોઈ ઘણાં લોકોને પ્રશ્ન થતો હશે કે કેરળ સહિતના રાજ્યોમાં વધતા જતા કેસ શું ત્રીજી લહેરની શરૂઆત છે..?? આનો જવાબ 100 ટકા હા કહી શકાય નહીં. કારણ કે તમામ રાજ્યોમાં કેસ વધવા લાગ્યા નથી.

સારો ‘સિરો’ હલાવનારને સિરો સર્વેલન્સની કોઇ જરૂર નહીં!

કોરોના ફરી માથુ ઉંચકે તો કોના પર સૌથી વધુ ખતરો?: એન્ટીબોડીને લઇ કરાતા સિરો સર્વે પર ભાર મુકતા રાજ્યો

સંભવિત ત્રીજી લહેરને ટાળવા ‘વધુ ટેસ્ટ, વધુ રસી અને ઓછા મૃત્યુ’નો મંત્ર અપનાવી તખ્તો તૈયાર કરવો જરૂરી!!

આ પરિપ્રેક્ષ્યમાં આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો જેમ વર્ગમાં તમામ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી પહેલા નંબર સાથે પાસ થાય તો ઘણા વિદ્યાર્થી નાપાસ પણ થતા હોય છે. તો શું આનો મતલબ શિક્ષક દ્વારા ભણતરમાં કોઇ ખામી છે..?? એમ કહી શકાય.?? નહીં, પણ અલગ-અલગ વિદ્યાર્થીમાં સમજવણ શક્તિ અલગ-અલગ હોય છે તો ઘણા વિદ્યાર્થી મહેનત પણ ઓછી કરતા હોય છે. બસ કોરોનાની પરિસ્થિતિમાં પણ હાલ કંઈક આવું જ છે. અલગ-અલગ રાજ્યોમાં સ્થાનિક લોકો અને તેમની રોગપ્રતિકારક શક્તિને કારણે અલગ-અલગ સ્થિતિ જોવા મળી રહી છે.

હવે સમજાઈ જશે કે કેરળ સહિતના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ કેમ ફરી વધી રહ્યા છે..?? કોરોના સામે લડવા હાલ નિયમ પાલન અને વધુને વધુ ઝડપી રસીકરણ જ એકમાત્ર અસરકારક પગલા સમાન મનાય રહ્યું છે. કેરળની વાત કરીએ તો અહીં નિયમોનું કડકપણે પાલન, તેજ રસીકરણ પણ થઈ રહ્યું છે. પરંતુ અહીંના લોકોમાં એન્ટીબોડી ઝડપી અને પૂરતા પ્રમાણમાં ન હોવાથી અહીં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. આ પરથી ચોક્કસપણે એ જરૂર કહી શકાય કે કોરોના સામે લડવા માત્ર માસ્ક અને સામાજિક અંતર જાળવવુ જ જરૂરી નથી પરંતુ આ સાથે ફરજિયાત પણે એન્ટીબોડી વિકસાવવા પર પણ ધ્યાન દેવું પડશે. આથી જ તો સરકાર રસીકરણ પર વધુ ભાર મૂકી રહી છે.

લોકોમાં એન્ટીબોડીનું પ્રમાણ કેટલું છે..? એન્ટીબોડી કેટલો સમય સુધી શરીરમાં રહેશે..? કયા વિસ્તારના લોકોમાં એન્ટીબોડીનું પ્રમાણ વધુ છે કયા વિસ્તારમાં ઓછું છે..? તે જાણવા માટે હાલ ગુજરાત સહિતના તમામ રાજ્યો સિરો સર્વે પર ભાર મૂકી રહ્યા છે. આ સર્વેમાં અલગ અલગ એન્ટીબોડીનું પ્રમાણ વધુ છે તેઓને કોરોનાનો ખતરો સાવ નહિવત છે. આવા લોકો કોરોનાની વચમાંથી પસાર થઇ જાય તો પણ તેમને કંઈ થાય નહીં એમ પણ કહી શકાય. આથી જ તો જે લોકોએ સારો ‘સિરો’ હલાવ્યો હશે એમને સિરો સર્વેની જરૂર નહીં રહે એટલે કે જે લોકોમાં એન્ટીબોડીનું પ્રમાણ ઊંચું છે તેમણે કોઈ ડરવાની જરૂર રહેશે નહીં. આથી હાલ રસીકરણ દ્વારા એન્ટીબોડી વધારવા પર ભાર મુકાઈ રહ્યો છે.

વાત કરીએ સ્થાનિક સ્તરે, તો હાલ ગુજરાતમાં કોરોનાની ગતિ સાવ મંદ પડી છે. જે મોટી રાહતરૂપ છે પરંતુ આગામી સંભવિત ત્રીજી લરહેને ધ્યાનમાં રાખી એન્ટીબોડી પર રાજકોટ સહિત તમામ મહાનગરો દ્વારા સર્વે કરવામાં આવનાર છે.

કેરળમાં ફરી કેસ વધવા પાછળનું કારણ ઓછા એન્ટીબોડી જ…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.