Abtak Media Google News
  • પીએફઆઇની ગતિવિધી પર પાંચ વર્ષનો પ્રતિબંધ
  • જેહાદીઓ દ્વારા જવાબી કાર્યવાહી ન કરે તે માટે અર્ધ લશ્કરી દળને તૈનાત કરાયું
  • એક સપ્તાહમાં બીજી વખત એનઆઇએના રાષ્ટ્ર વ્યાપી દરોડામાં 400ની અટકાયત: 200ની ધરપકડ
  • દેશમાં હિંસા ભડકાવી, વડા પ્રધાન મોદી, ભાજપના ટોચના નેતા અને સંઘના નેતાઓને નિશાન બનાવવા બેનામી ફંડ એકઠું કર્યાના પુરાવા મળ્યા

મોદી સરકાર વર્ષ 2024ને ધ્યાને લઇ અત્યારે બે જ મુદાનો કાર્યક્રમ ચલાવી રહી છે. અર્થતંત્ર અને આંતકવાદ આ બે મુદે સરકાર સતત એકશન મોડમાં રહી છે. ત્યારે આંતકવાદની નાબુદી સાથો સાથ ત્રાસવાદ અને ત્રાસવાદને પોસતા પરિબળને પણ ભરી પીવા સરકાર સજજ બની ગઇ છે. ત્રાસવાદીઓ સામે આરપારની લડાઇ શરૂ કરી દીધી હોય તેમ

ડ્રગ્સના કારોબારથી ત્રાસવાદીઓને આર્થિક મદદ પુરી પાડતા ડ્રગ્સ માફિયાઓ બાદ વિદેશમાંથી ફંડ એકઠું કરી ત્રાસવાદીઓને મદદરૂપ થતી પીએફઆઇ સહિત નવ જેટલા સંગઠનો પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાદી દીધો છે. સરકારે લીધેલા આ એકશન હજુ પારેસામાં પહેલી પુણી સમાન છે. આગામી દિવસોમાં વધુ આક્રમક સાથે ત્રાસવાદ સામે લડાઇની તૈયારી પણ કરી લીધી છે.

પોપ્યુલર ફ્રન્ડ ઓફ ઇન્ડિયાની શંકા સ્પદ ગતિવિધી અને બેનામી હિસાબો અંગે છેલ્લા એક સપ્તાહથી એનઆઇએ દ્વારા ચાલતી રાષ્ટ્ર વ્યાપી તપાસ દરમિયાન કેટલીક જેહાદી પ્રવૃતિમાં ફન્ડ એકઠું કરવુ, વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ભાજપના ટોચના નેતા અને આરએસએસઓને ટાર્ગેટ બનાવવાનો પ્લાન બનાવતા ત્રાસવાદી સંગઠનને આર્થિક મદદ કરવા સહિતના પુરાવા મળી આવતા કેન્દ્ર સરકાર દ્વારા પીએફઆઇ સહિત જુદી જુદી નવ જેટલી સંસ્થાની ગતિવિધી પર પાંચ વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રતિબંધના પગલે દેશમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અર્ધ લશ્કરી દળને તૈનાત કરવામાં આવ્યું છે.

એનઆઇએ દ્વારા પીએફઆઇના અંદાજે 200 કરોડના બીનહિસાબી વ્યવહારો અંગે કરેલી તપાસ દરમિયાન વિશ્ર્વના જુદા જુદા દેશમાંથી ભારતમાં હિંસા ભડકાવવા માટે ફન્ડ એકઠું કરવામાં આવ્યાની ચોકાવનારી વિગતો બહાર આવતા એન્આઇએ દ્વારા જુદા જુદા રાજયની એટીએસની ટીમ દ્વારા દરોડા પાડી પીએફઆઇ સંગઠન સાથે જોડાયેલા 400 જેટલા શકમંદની અટકાયત કરી 200 સામે ગુના નોંધી તિહાર અને થાણે ખાતેની જેલ હવાલે કરવામાં આવ્યા છે.

અટકાયત કરેલા શકાસ્પદ શખ્સોના લેપટોપ, કોમ્પ્યુટર અને મોબાઇલમાંથી કેટલાંક વાંધાજનક પુરાવા મળી આવ્યા હતા. તમામ શકમંદની પૂછપરછ દરમિયાન નૃપર શર્માના કરાયેલા વિધાનોનો બદલો લેવો, વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ભાજપના ટોચના નેતાઓ અને આરએસેસના નેતાઓને ટાર્ગેટ બનાવવા સહિતની કેટલીક સ્ફોટક વિગતો બહાર આવતા પીએફઆઇ સહિત જુદી જુદી નવ જેટલા સંગઠનો પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ ફરમાવી દીધો છે. પ્રતિબંધના પગલે દેશમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અર્ધ લશ્કરી દળને એલર્ટ કરવામાં આવ્યું છે.

બેગ્લુરૂ, મુંબઇ, લખનૌ, ગુહાટી, ઔરંગાબાદ, નાસિક, પુણે, નાગપુરગોડા, કુશીનગર,ત વારાણસી, ગાઝિયાબાદ, બહરાઇચ, બારાબંકી, સહારનપુર, શામલી, મુઝફરનગર, બાગપત, ગુજરાતના અમદાવાદ, નવસારી, સુરત અને બનાસકાંઠાના શખ્સના મોબાઇલમાંથી પીએફઆઇની લીંક મળી આવી હતી. સોશ્યલ મિડીયાના માધ્યમથી જેહાદી પ્રવૃતિ થતી હોવાથી દેશની નવ જેટલા સંગઠનો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ પહેલાં સીમી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.

ત્રાસવાદીને ફંડ પુરી પાડતી નવ સંસ્થાની એક્ટિવીટી અટકી

ત્રાસવાદને નાથવા મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલી ઝુબેશ અંતર્ગત ત્રાસવાદીઓને આર્થિક રીતે મદદરૂપ બનતી પીએફઆઇ સહિત નવ જેટલા સંગઠનોની પાંચ વર્ષ સુધી એક્ટિવીટી અટકાવી દેતો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પીએફઆઇ, રિહાલ ઇન્ડિયા ફાઉન્ડેશન, કૈંપસ ફંડ ઓફ ઇન્ડિયા, ઓલ કોન્ફેડરેશન ફ હ્યુમન રાઇટસ ઓર્ગેનાઇઝેશન, નેશનલ વિમને ફંડ, જુનિયર ફંડ, એમ્પાવર ઇન્ડિયા ફાઉડેશન અન રિહાલ ફાઉન્ડેશન (કેરલ)નો સમાવેશ થાય છે. તમામ સંગઠનો કંઇ રીતે ફંડ એકઠું કર્યુ તે દિશામાં પણ તપાસ માટે તમામ સંસ્થાના બેન્ક એકાઉન્ટની માહિતી એકઠી કરવામાં આવી છે.

શકમંદોને તિહાર અને થાણે જેલમાં ધકેલાયા

દેશના 20 જેટલા રાજયના જુદા જુદા શહેરોના પીએફઆઇ સાથે સંકળાયેલા 400 જેટલા શકમંદની અટકાયત કરી 200ની ધરપકડ કરવામાં આવી હતી. જે પૈકીના મોટા ભાગના શખ્સોને તિહાર અને થાણે જેલમાં ધકેલવામાં આવ્યા છે.

‘બયાથીસ’ અરબી શબ્દના અર્થઘટન પરથી ષડયંત્રનો પર્દાફાશ થયો

પીએફઆઇ સહિત નવ જેટલા સંગઠન પર એનઆઇએ અને એટીએસ દ્વારા રાષ્ટ્ર વ્યાપી દરોડા પાડી અટકાયતમાં લીધેલા 400 પૈકીના કેટલાક શખ્સોના મોબાઇલમાં સેર કરવામાં આવેલી લીંક શંકા સ્પદ જણાય રહી છે. દરોડા દરમિયાન હાથ લાગેલી એક નોટમાં ‘બયાથીસ’ અરબી શબ્દનો ઉપયોગ થયો છે આ શબ્દ અંગે ઉંડી તપાસ કરવામાં આવતા તેનો અર્થ મોત કા સોદાગર, ફિદાયીન અથવા આમિર માટે મરવા કે મારવાની કસમ (સોગંદ) લીધા હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.