Abtak Media Google News

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ સરકારે અકિંચન લોકોને નવા વર્ષની ભેટ આપશે!!!

નવી સ્કીમ હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને લંબાવવામાં નહીં આવે

કેન્દ્ર સરકાર 81 કરોડ ગરીબ લોકોને અનાજ પૂરું પાડવા ની ભેટ તો આપી પરંતુ વિચારવાનું એ છે કે ભારતની કુલ વસ્તી 130 કરોડ લોકોની છે ત્યારે જો એ સંખ્યામાંથી એસી કરોડથી વધુ લોકો ગરીબ હોય તો એ ભારત માટે સારા ચિન્હ ન કહી શકાય. એક તરફ સરકાર વિકાસ વાદની વાત કરી રહી છે અને અર્થવ્યવસ્થાને વિકસિત બનાવવા માટે મહેનત કરે છે પણ એને સફળ કરવા માટે સર્વપ્રથમ સરકારે ગરીબી કરવી પડશે જો એ કરવામાં સરકાર સફળ નીવડશે વિકાસવાદ તરફ ભારત દેશ આગેકુચ કરશે.

સરકાર દેશની અર્થવ્યવસ્થાની સાથોસાથ લોકોને સુખાકારી જળવાઈ તે માટે પણ સતત પ્રયત્નશીલ રહે છે. ભારત દેશમાં અંત્યોદય લોકોની સંખ્યા ખૂબ વધુ છે અને સરકારની વિવિધ સ્કીમ હેઠળ તેઓને ખૂબ સસ્તા ભાવે અનાજ પણ આપવામાં આવતું હોય છે ત્યારે વર્ષ 2023 એટલે કે નવાવર્ષમાં સરકારે દેશના 80 કરોડ દરિદ્ર નારાયણને નિશુલ્ક અનાજ આપવાનો નિર્ણય કર્યો છે જે અનાજ તેઓને રાષ્ટ્રીય સુરક્ષા હેઠળ આપવામાં આવશે અને આ સરકારે અંત્યોદય લોકો માટે નવા વર્ષની ભેટ પણ ગણાવી છે.

અત્યાર સુધી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક હેઠળ લાભાર્થીઓને પ્રતિમાસ પીડીએસ એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હેઠળ પાંચ કિલો અનાજ આપવામાં આવતું હતું અને તેઓને સબસીડીના ભાવ મુજબ એટલે કે રૂપિયા ત્રણ પ્રતિ કિલો ચોખા ,રૂપિયા બે પ્રતિ કિલો ઘઉં  આપવામાં આવતા હતા. સરકારની અંત્યોદય યોજના હેઠળ અત્યંત ગરીબ વ્યક્તિને પ્રતિમાસ સાત કિલો અનાજ પણ આ જ ભાવે આપવામાં આવતું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી કોઈપણ રાજ્ય સરકાર આ સ્કીમ અંગેની ક્રેડિટ નઈ લઈ શકે. કેન્દ્ર સરકારે હવે રાષ્ટ્રીય ખાધ સુરક્ષા કાયદા હેઠળ નિશુલ્ક અનાજ આપવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા ઘણા સમયથી ઓડિશા અને તામિલનાડુ કેન્દ્ર સરકાર પાસેથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ સબસીડી યુક્ત અનાજ માગ્યું હતું પરંતુ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી હવે રાજ્ય સરકાર લાભ નહીં લઈ શકે. રાજ્ય સરકારની નીતિને ઉજાગર કરતા પૂર્વ ખાદ મંત્રી રામવિલાસ પાસવાન જણાવ્યું હતું કે સરકાર એટલે કે કેન્દ્ર સરકાર 90 ટકા ખર્ચ સબસીડી આપીને ભોગવે છે.

છતાં પણ સ્કીમ નો લાભ રાજ્ય સરકાર દ્વારા જ લેવામાં આવે છે જે સહેજ પણ યોગ્ય નથી. કોરોનાના  કપરા સમયમાં પણ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થીઓને પ્રતિમાસ પાંચ કિલો અનાજ આપવાનો નિર્ધાર કર્યો હતો જે સ્કીમ હજુ પણ યથાવત રીતે ચાલુ છે. કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે નિર્ણયને આવકારતા ખાદ્ય મંત્રી પિયુષ ગોયલ એ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે હકારાત્મક અભિગમ અકીનચંન લોકો વિરુદ્ધ દાખવ્યો તેમાં સરકારને બે લાખ કરોડ રૂપિયા નો ખર્ચ વેઠવો પડશે પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગરીબ લોકોને યોગ્ય સઉલત મળી રહે અને સસ્તા ભાવે અને જ મળે તે માટે આ સ્કીમની અમલવારી કરી છે જે સ્કીમ હેઠળ ગરીબ લોકોએ અનાજ માટે એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે.

ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાધ સુરક્ષા કાયદા હેઠળ દોઢ લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે એટલું જ નહીં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ સરકારે 1.2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણયથી એ વાત સ્પષ્ટ છે કે હવે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને લંબાવવામાં નહીં આવે અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક્ટ સ્કીમને યથાવત રીતે અમલી બનાવશે આ કરવા પાછળ ઘઉમાં જે રીતે ભાવ વધતા જોવા મળી રહ્યા છે તે પણ હવે નહીં થાય. બાકી રહેતા ઘઉં ને હવે ઓપન માર્કેટમાં પણ મૂકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.