Abtak Media Google News

શું આવતા દિવસોમાં નવા સીમાંકનો આવશે?

અબતક, અમદાવાદ

પીએચડી એટલે કે ડોક્ટરેટની ડિગ્રી અભ્યાસમાં સૌથી મહત્વપૂર્ણ ડિગ્રી માનવામાં આવે છે જે ડિગ્રીને મેળવવા અને બુદ્ધિ વંશ લોકો સતત પ્રયત્નો કરતા હોય છે ત્યારે પીએચડી માં શું મોટા હોવા જરૂરી છે ખરા તે સૌથી મોટો પ્રશ્ન ઉદભવી થયો છે. ત્યારે જ્ઞાતિ આધારિત પીએચડી કોટા ને લઇ હાઇકોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી છે જેને ધ્યાને લેતા એ વાત સ્પષ્ટ થાય છે કે આવનારા દિવસોમાં કદાચ આ મુદ્દે નવા સીમાંકનો પણ આવે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આઇઆઇએમ અમદાવાદને નોટિસ આપવામાં આવી છે કે ડોક્ટરેટ પ્રોગ્રામમાં એસસી એસટી અને ઓબીસી ના વિદ્યાર્થીઓને લાભ મળી રહે.

હાલ આ અંગેની અપીલ ગ્લોબલ આઇઆઇએમ એલ્યુમિનિ નેટવર્ક દ્વારા કરવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે એસી, એસટી અને ઓબીસી ના વિદ્યાર્થીઓને આઇઆઇએમ-અમદાવાદમાં એચડી માં પ્રવેશ મેળવવા માટે ઘણી તકલીફ નો સામનો કરવો પડે છે અને તેઓને આ કોર્સમાં એડમિશન પણ મળતું નથી. આ મુદ્દે પ્રાપ્ત માહિતી મુજબ આઇઆઇએમ અમદાવાદ ખાતે ડોક્ટરેટ પ્રોગ્રામ ૧૯૭૧માં શરૂ કરવામાં આવ્યો હતો જેમાં અનામત રાખવામાં આવી ન હતી. આ નોટિસ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ દેશની 20 આઇઆઇએમ ને આપવામાં આવેલી છે જેમાંથી ૧૫ દ્વારા અનામતના લાભો અને વિસ્તૃત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આગામી જાન્યુઆરી 2020 માં પ્રોગ્રામ એડમિશન પ્રોસેસ પૂર્ણ થશે ત્યારે અપીલ કરતાં લોકોએ આ એડમિશન પ્રોસિજર પર સ્ટે મુકવાની પણ માંગણી કરી છે.

 

સૌથી મહત્વપૂર્ણ વાત તો એ છે કે અભ્યાસમાં અનામત અમલી બનાવવામાં આવી છે તે યોગ્ય છે પરંતુ ડૉક્ટરેટ અભ્યાસક્રમ એવો છે કે જેમાં વિદ્વાન વિદ્યાર્થીઓ દ્વારા આ અભ્યાસક્રમ અથવા તો પ્રોગ્રામ માં સહભાગી થતા હોય છે એટલું જ નહીં કોઈ વિષય ઉપર નો જે વિસ્તૃત નિબંધ જે લખવામાં આવે છે તે પીએચડી રૂપે તેને પ્રસ્થાપિત કરાતો હોય છે ત્યારે આ ડોક્ટરેટ પ્રોગ્રામમાં અનામત રાખવી કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ડોક્ટરેટ પ્રોગ્રામમાં અનામત રાખવામાં આવ્યું છે જેમાં પ્રવેશ પ્રક્રિયામાં નહીં પરંતુ ત્યારબાદ જે વાયવા લેવામાં આવતા હોય છે તેમાં અનામત વિવિધ વિભાગો માં નિર્ધારિત ફોટા મુજબ કરવામાં આવે છે.

અપીલને ધ્યાને લીધા બાદ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમાર જસ્ટિસ એચ.એમ પ્રચક દ્વારા આ મુદ્દે તેઓએ નિર્ણય આપતા જણાવ્યુ હતો કે જે પીઆઈએલ દાખલ કરવામાં આવી છે તે અંગે આઇઆઇએમ અમદાવાદને નોટિસ ફટકારવામાં આવશે પરંતુ જે યુનિયન દ્વારા તેની માંગણી મૂકવામાં આવી છે તેને નકારવામાં આવી હતી અને હાઈકોર્ટે જણાવ્યું હતું કે જે કાર્ય શરૂ થઇ ગયું છે તેમાં હાઇકોર્ટ તે કાર્યમાં બાધારૂપ કોઈ દિવસ ન બની શકે. ડોક્ટર પ્રોગ્રામના પ્રવેશમાં અનેક વિદ્યાર્થીઓ હર હંમેશ ભાગે થતા હોય છે પરંતુ પ્રવેશ ખૂબ જ જૂજ વિદ્યાર્થીઓને સ્ટેજ પ્રોગ્રામ માં પ્રવેશ મળે છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.