Abtak Media Google News

સેન્ટ્રલ ઝોનમાં ૭ અને વેસ્ટ-ઇસ્ટ ઝોનમાં ૫-૫ બાકીદારોની મિલકતો સીલ કરાઇ: બપોર સુધીમાં ૫૨.૬૦ લાખની વસૂલાત

 

અબતક, રાજકોટ

કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા દ્વારા ૩૪૦ કરોડના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે હવે જોરશોરથી હાર્ડ રિક્વરીનો દોર શ‚ કરવામાં આવ્યો છે. આજે બપોર સુધીમાં ૩૮ મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યારે ૧૭ મિલકતો સીલ કરી દેવામાં આવી છે.

આજે વેરા વસૂલાત શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત વોર્ડ નં.૧માં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર જાસલ કોમ્પ્લેક્સ બાકી વેરો વસૂલવા માટે ૨૦ મિલકતો ટાંચ જપ્તી નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યારે વોર્ડ નં.૪માં ગાંધી વસાહતમાં એક ગોડાઉન અને મોરબી રોડ પર બે મિલકતની ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે. વોર્ડ નં.૫માં જૂના માર્કેટીંગ યાર્ડમાં ૫ કોમર્શિયલ મિલકત, કુવાડવા રોડ પર બે કોમર્શિયલ મિલકત, વોર્ડ નં.૬માં ઉદ્યોગ નગરમાં મિરા ઉદ્યોગમાં નંદન ટેક્નોકાસ્ટ, વોર્ડ નં.૧૪માં ૮૦ ફૂટ રોડ પર જલારામ ઓટો પોઇન્ટ, વોર્ડ નં.૧૫માં બે મિલકત, શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બે મિલકતને ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે.

આ ઉપરાંત વોર્ડ નં.૭માં કેનાલ રોડ પર શ્રીનાથજી કોમ્પ્લેક્સમાં ૬ ઓફિસો સીલ કરી દેવામાં આવી હતી. યોગેશ કોમ્પ્લેક્સમાં પણ એક ઓફિસ સીલ કરવામાં આવી છે. આજે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૭ મિલકતો સીલ કરવામાં આવી અને ૪ મિલકતો ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવતાં .૧૭.૨૦ લાખની થવા પામી છે. વેસ્ટ ઝોનમાં ૫ મિલકતો સીલ કરવામાં આવી છે અને ૨૦ મિલકતોને ટાંચ જપ્તી ફટકારવામાં આવતા ‚.૧૯.૧૬ લાખની વસૂલાત થવા પામી છે. જ્યારે ઇસ્ટ ઝોનમાં ૧૪ મિલકતો ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે અને ૫ મિલકતોને સીલ કરવામાં આવતાં ‚.૧૬.૨૪ વસૂલાત થવા પામી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.