Abtak Media Google News

શહેરમાં ફાયર સેફ્ટીના કાયદાનું રતિભાર પણ પાલન કરવામાં આવતું નથી. ફાયર સેફ્ટીના કાયદાને લોકો સાવ સામાન્ય ગણી રહ્યા છે. જેના કારણે જીવલેણ દુર્ઘટના ઘટે છે. શહેરના નાના મવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 30થી વધુ લોકો જીવતા ભૂંજાઇ ગયા છે. આ ઘટનાના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. સરકાર દ્વારા રાજકોટના મ્યુનિ.કમિશનરની બદલી કરી દેવામાં આવી છે. દરમિયાન ગઇકાલે નવનિયુક્ત મ્યુનિ.કમિશનર દેવાંગ પી. દેસાઇએ ચાર્જ સંભાળી લીધો છે. આજથી તેઓ એક્શન મોડમાં આવી ગયા છે. ફાયર સેફ્ટીના નિયમનો ઉલ્લંઘન કરનારાઓ પર તૂટી પડવા આદેશ આપવામાં આવ્યો છે. આજે બપોર બાદ શહેરના તમામ 18 વોર્ડમાં 18 ટીમો ત્રાટકશે. ફાયર એનઓસી ન હોય તેવી મિલકતોને નોટિસ આપવાની પ્રથા બંધ કરી ડાયરેક્ટર મિલકત સીલ કરવાના કડક આદેશો આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

કોર્પોરેશનની હદમાં હોસ્પિટલ, બિલ્ડીંગ, ટ્યુશન કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જ્યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફ્ટીની ચકાસણી કરવા માટે મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા વોર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે.

આજે મ્યુનિ. કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ વોર્ડ કમિટીના સભ્યોની બેઠકમાં નાયબ કમિશનર સ્વપ્નિલ ખરે, ચેતન નંદાણી અને હર્ષદ પટેલ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબા, તમામ વોર્ડ ઓફિસરો, આસી. એન્જિનિયરો, એ.એ.ઈ.ઓ, ફાયર વિભાગના સ્ટેશન ઓફિસરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતું કે, ઝૂંબેશના રૂપમાં હાથ ધરાયેલ આ કામગીરીમાં હોસ્પિટલ, ટ્યુશન કલાસીસ, મોલ અને શોપીંગ કોમ્પ્લેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, સ્કુલ કોલેજ તથા અન્ય જાહેર સ્થળો કે જ્યાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં ચેકિંગ કરવામાં આવશે. જે સ્થળોએ ફાયર એન.ઓ.સી. અને બિલ્ડીંગ યુઝ પરમિશન નહીં હોય તે સ્થળોને સીલ કરવામાં આવશે. આ કામગીરી ગુજરાત લાઇફ સેફટી અને મેઝર્સ એકટ-2013 અને તે હેઠળ નિયમો-2014 તેમજ ફાયર સેફટી રેગ્યુલેશન-2023 તથા ગુજરાત ટાઉન પ્લાનીંગ એકટ-1976 મુજબ કરવામાં આવનાર છે. નિયમ પ્રમાણેની ફાયર, એનઓસી અને બીયુ પરમીશન ના ધરાવતી બિલ્ડીંગોની વીજળી કનેકશન કાપવા તથા સીલીંગ કરવામાં આવશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હાથ ધરવામાં આવેલી આ ઝૂંબેશ દરમ્યાન વોર્ડ કમિટીના સભ્યો દ્વારા વિવિધ બાબતોની ચકાસણી કરવામાં આવનાર છે, જેમાં ફાયર ડીટેકશન સીસ્ટમ અને આલારામ સીસ્ટમ છે કે નહી ? ફાયર હાઇડ્રન્ટ સીસ્ટમ છે કે નહી ? ઈમરજન્સી એક્ઝીટ અને સીડી છે કે નહી? ઈમરજન્સી લાઇટીંગ અને સાઇનેજીસ છે કે નહી? સ્ટાફને તાલીમ આપેલ છે કે નહી ? તેની છેલ્લી તારીખ ? ફાયર ફાઇટીંગ સીસ્ટમ મેઇન્ટેન્સ થાય છે કે નહી? બિલ્ડીંગમાં ફાયર ફાઇટીંગ વાહન આવી શકે તેમ છે કે નહી? એસેમ્બલી પોઇન્ટ છે કે નહી? જેવી બાબતોનો સમાવેશ થાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.