Abtak Media Google News
  • સાંગણવા ચોક, લાખાજીરાજ રોડ, પરાબજાર, પ્રહલાદ સિનેમા, કંદોઇ બજાર, ઘી કાટા રોડ અને રૈયા નાકા ટાવર વિસ્તારમાં રિક્ષા અને ફોર વ્હીલ ચલાવવા પર પ્રતિબંધ
  • જિલ્લા પંચાયત ચોક થી વિવિકાનંદના પુતળા સુધીના યાજ્ઞિક રોડ પર કાર પાર્કીંગ પર મનાઇ
  • આજથી 26મી સુધી કવિ નાનાલાલ માર્ગ પરના વન-વેમાં કરાયો ફેરફાર

દિવાળી અને નવા વર્ષ દરમિયાન શહેરના મુખ્ય બજાર ગણાતા લાખાજીરાજ રોડ અને પરા બજાર વિસ્તારમાં ખરીદી તેમજ રોશની જોવા માટે મોટી સંખ્યામાં શહેરજનો જતા હોવાથી ભારે ટ્રાફિક તા.22 થી 26 ઓકટોમ્બર દરમિયાન રહેશે તે દરમિયાન ટ્રાફિક જામ ન થાય અને યોગ્ય રીતે ટ્રાફિક નિયમન થઇ શકે તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે તા.22 થી તા.26 દરમિયાન રિક્ષા અને કારને નો એન્ટ્રી જાહેર કરાઇ છે. કવિ નાનાલાલ માર્ગ પરના વન-વેમાં ફેરફાર કરાયો છે. અને મુખ્ય બજારની નજીકના જુદા જુદા પાંચ સ્થળે વાહન પાર્કીગની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઢેબર ચોક, સાંગણવા ચોક, જુની ખડપીઠ, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, પરા બજાર, પ્રહલાદ સિનેમા, દરજી બજાર, ઘી કાટા રોડ પર રિક્ષા અને કારને ચલાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બાઇક લઇને જવાને છુટ આપવામાં આવી છે.મોચી બજાર, લોહાણાપરા, રૈયા નાકા ટાવરથી કોઠારિયા નાકા પોલીસ ચોકી, દેના બેન્કથી આરએમસી ચોક, કરણસિંહજી રોડ થઇ ભુપેન્દ્ર રોડ દિવાનપરા ચોકી થી જુની ખડપીઠ રોડ અને મોચી બજારથી દાણાપીઠ રોડ પર તમામ પ્રકારના વાહનને અવર જવર માટે છુટ આપવામાં આવી છે.

લાખાજીરાજના બાવલાની સામે કવિ નાનાલાલ માર્ગ જે કરણસિંહજી ચોક તરફ આવવા માટે ખુલ્લો છે તે બંધ કરવામાં આવ્યો છે. અને તેના બદલે સેન્ટ્રલ પોઇન્ટ થઇ કરણસિંહજી રોડ પર વાહન ચલાવવાનું જાહેર કરાયું છે.મોચી બજાર પોષ્ટ ઓફિસથી દેના બેન્ક સુધી જ્યુબીલી શાક માર્કેટ રોડ પર, ડો.ચંદુલાલ બુચ માર્ગ (આલ્ફેડ હાઇસ્કૂલ દિવાલ સાઇડ, ઢેબર ચો-ત્રિકોણ બાગ, કરણસિંહજી હાઇસ્કૂલથી સેન્ટ્રલ પોઇન્ટ સુધીનો માર્ગ અને કરણસિંહ હાઇસ્કૂલ કમ્પાઉનમાં વાહન પાર્કીગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.