Abtak Media Google News

જાહેરનામાનો ઉલ્લંધન કરનાર સામે કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી થશે: મકાન માલિકો મજુરો કે વિદ્યાર્થીઓ પાસેથી એપ્રિલ માસનું ભાડુ માંગી શકશે નહીં

હાલ કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેમાં સોશ્યલ ડીસ્ટન્સીંગથી સંક્રમણ અટકાવી સકાય છે જેથી લોકો બિન જરૂરી બહાર ના નીકળે અને લોકડાઉનની ચુસ્તપણે અમલવારી કરવાના હેતુથી હળવદમાં જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે

ઇન્સીડન્ટ કમાન્ડર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ગંગાસિંહ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જેમાં હળવદ તાલુકા વિસ્તારમાં કોરોના વાઇરસ સંક્રમણ ના ફેલાય તે માટે કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહિ અને અવરજવર કરવી નહિ કે ઈમરજન્સી કામ સિવાય તાલુકાની સીમા ઓળંગવી નહિ લોકડાઉનની ચુસ્ત અમલવારી કરવાની રહેશે અને ટોળા એકત્રિત કરવા કે ચાર વ્યક્તિથી વધારે ભેગું થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે ઈમરજન્સી સિવાય વાહન સાથે બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે અને વાહનો ડીટેઈન કરવામાં આવશે તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી કરવામાં આવશે

જે વ્યક્તિ સરકારી ફરજ પર અથવા રોજગારીમાં હોય તેમજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ રોજીંદા જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ સાથે જોડાયેલ લોકોને તેમજ મેડીકલ ઈમરજન્સી અને સક્ષમ અધિકારીની મંજુરી મેળવનારને લાગુ પડશે નહિ સરકારના આદેશ મુજબ વાણિજ્યિક સંસ્થાઓ કે જમીન, મકાન માલિકો કોઈપણ વ્યક્તિ પાસેથી એપ્રિલ ૨૦૨૦ ના માસનું મકાન કે દુકાનનું ભાડું લઇ શકશે નહિ અને એક માસનો પગાર એડવાન્સમાં આપવાનો રહેશે જે પગારમાંથી કોઈપણ પ્રકારની કપાત કરી શકશે નહિ કે પગાર આપવામાં મોડું કરી શકશે નહિ મકાન માલિકો કોઈપણ મજુરો કે વિદ્યાર્થીઓ પાસેથી એપ્રિલ ૨૦૨૦ માસનું ભાડું માંગી શકશે નહિ

જો કોઈ કર્મચારી તેને સોપવામાં આવેલ ફરજમાં બેદરકારી કે નિષ્કાળજી દાખવશે તેની વિરુદ્ધ ખાતા રાહે પગલા લેવાશે

જેની તમામ કર્મચારીઓએ નોંધ લેવી જે સ્વયંસેવકોને સેવાવિષયક મંજુરી કે પાસ આપવામાં આવે છે તેને કોઈ જગ્યાએ ટોળું કરવું નહિ અને આપવામાં આવેલ પાસનો દુરુપયોગ કરવો નહિ અન્યથા તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.