Abtak Media Google News

રાધનપુર અને બાયડ બેઠકની પેટાચૂંટણી માટે પણ ૨૧મી ઓકટોબરે જ મતદાન: ૩૦ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે

અલગ અલગ કારણોસર ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની છ બેઠકો માટે આગામી ૨૧મી ઓકટોબરના રોજ યોજાનારા મતદાન માટે આજે વિધિવત રીતે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ તાંની સો જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ ઈ ગઈ છે. શનિવારે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની બેઠક સો ૧૮ રાજ્યોમાં ખાલી પડેલી બેઠકો માટેની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની ૭ પૈકી માત્ર ૪ બેઠકો માટેની જ ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે ચૂંટણીપંચે રાધનપુર અને બાયડ બેઠક માટે પણ ૨૧મીએ જ મતદાન યોજાશે તેવી જાહેરાત કરી હતી.

આજે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ૭ પૈકી ૬ બેઠકો માટે ૨૧મી ઓકટોબરના રોજ યોજાનારી પેટાચૂંટણીના મતદાન માટેનું જાહેરનામુ આજે વિધિવત રીતે પ્રસિધ્ધ તાંની સો જ ફોર્મ ભરવાની કામગીરી શરૂ ઈ ગઈ છે. આગામી ૩૦મી સપ્ટેમ્બર ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ૧લી ઓકટોબરના રોજ ફોર્મની ચકાસણી શે અને ૩જી ઓકટોબરે ફોર્મ પરત ખેંચી શકાશે. ૨૧મી ઓકટોબરના રોજ મતદાન હા ધરવામાં આવશે અને ૨૪ ઓકટોમબરે મત ગણતરી હા ધરાશે.

લુણાવાડા, રાદ, અમરાઈવાડી, ખેરાલુ વિધાનસભા બેઠકના ધારાસભ્યો ગત લોકસભાની ચૂંટણીમાં વિજેતા બની સંસદ સભ્ય બનતા તેઓએ ધારાસભ્યપદી રાજીનામુ આપતા આ ચાર બેઠકો ખાલી પડી છે. જ્યારે રાધનપુર અને બાયડ બેઠક પરી ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજેતા બનેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસનો સા છોડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો હતો અને ધારાસભ્યપદેી રાજીનામુ આપતા આ બેઠક ખાલી પડી હતી. છ બેઠકો ઉપરાંત મોરવાહડફ વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્યે જ્ઞાતિનું ખોટુ પ્રમાણપત્ર રજૂ કરતા તેઓને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જો કે આ નિર્ણયના વિરોધમાં તેઓએ અદાલતના દરવાજા ખખડાવ્યા છે અને પ્રક્રિયા કોર્ટમાં ચાલી રહી હોવાના કારણે આ બેઠક માટેની તારીખનું એલાન કરવામાં આવ્યું ની.

છ બેઠકોના ઉમેદવાર નક્કી કરવા માટે મુખ્યમંત્રીના બંગલે ભાજપની બેઠક

ગુજરાતની ૬ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવાર પસંદગી અને ચૂંટણી વ્યૂહરચનાના સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરવા ૨૪ સપ્ટેમ્બરના રોજ સાંજે ૬.૩૦ કલાકે ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજવામાં આવશે જેમાં પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ઉપરાંત  વિધાનસભા બેઠકો જે જિલ્લામાં આવતી હોય તેની જિલ્લા સંકલન સમિતિ, પ્રદેશ દ્વારા નિયુક્ત કરાયેલા વિધાનસભા ઇન્ચાર્જ/સહઇન્ચાર્જ તેમજ મંડલ પ્રમુખ/મહામંત્રી/પ્રભારી હાજર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.