Abtak Media Google News

મેલેરિયા, ડેન્ગયુ અને ચિકનગુનિયા જેવા રોગો મચ્છર દ્વારા ફેલાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. ચોમાસાની ઋતુ દરમ્યાન રોગચાળો અટકાવવા રાજકોટના લોકોમાં મચ્છર ઉત્પતિ અટકાયતી માટે જાગૃતિ આવે તે માટે આરોગ્ય શિક્ષણ તથા બહોળી જનમેદની એકત્રિત થતી હોય તેવી જગ્યાઓએ મચ્છરના પોરા થતા અટકાવવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.

આ ઝુંબેશમાં ૩૬ સોસાયટીમાં મચ્છરના પોરા, મચ્છર, પોરાભક્ષકમાછલીના જીવંત નિદર્શન દ્વારા વર્કશોપ યોજી મચ્છરોની ઉત્પતિ અટકાવવા સમજ આપવામાં આવી હતી. ૧૨ શાળાઓમાં વર્કશોપ યોજી ૧૬,૨૪૯ બાળકો તથા ૭૮૦ શિક્ષકોને મચ્છરના પોરા, મચ્છર, પોરાભક્ષક માછલીના જીવંત નિદર્શન દ્વારા મચ્છરોની ઉત્પતિ અટકાવવા સમજ આપવામાં આવી હતી.1456૧૨૪ બાંધકામ સાઈટ, ૧૦૫ હોસ્પિટલ, ૨૧૫ શાળા, ૨૧૭ ઈન્ડસ્ટ્રીઝ, ૯૨ હોટલો, ૧૪૫ ધાર્મિક સ્થળો, ૮૨ સરકારી કચેરીમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરી આરોગ્ય શિક્ષણ આપી જયાં મચ્છરના પોરા જોવા મળેલ હોય અથવા મચ્છરના પોરા ઉત્પન્ન થાય તેવી પરિસ્થિતિ માલુમ પડેલ હોય તેવી ૩૪૫ જગ્યાએ નોટિસ આપી રૂ.૧૩,૮૫૦/- વહિવટી ચાર્જ વસુલ કરેલ છે.

આગામી માસ દરમ્યાન પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તથા લોકોને મચ્છર ઉત્પતી અટકાયતિ માટે સમજણ મળી રહે તે હેતુસર તા.૫/૭/૨૦૧૮ ગુરુવારના રોજ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ કલાકે દરેક વોર્ડની ‘અ’ વોર્ડ ઓફિસે મચ્છરના પોરા, પોરાભક્ષકમાછલી, પોસ્ટર અને બેનરના માધ્યમથી વિગતવાર સમજ આપવા પ્રદર્શન યોજવામાં આવશે તથા આ સ્થળેથી પોરાભક્ષક માછલીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.