Abtak Media Google News

કોટડા સાંગાણી પોલીસ મથકના  ચોપડે દારૂના  ગુનામાં  વોન્ટેડ હતો

 

કોટડાસાંગાણી પોલીસ મથકના  ચોપડે વિદેશી  દારૂના ગુનામાં  ઝડપાયેલા  નામચીન બૂટલેગર નામદાન  ગઢવીને  ગોંડલ સેશન્સ કોર્ટે જામીન પર છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ કોટડાસાંગાણી પંથકમાં  લાખો રૂપીયાનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો જે દારૂનો જથ્થો  નાગદાન  પ્રભુદાન  ટાપરીયાનો હોવાનું ખૂલ્યું હતુ થોડા સમય પહેલા વડોદરા પોલીસે નાગદાન ગઢવીની ધરપકડ કરી હતી. બાદ કોટડાસાંગાણી પોલીસે ટ્રાન્સફર વોરંટના  આધારે કબ્જે લઈ તપાસ પૂર્ણ  થયા બાદ નાગદાન ગઢવીએ ગોંડલ અદાલતમાં જામીન કરતા જેમાં બંને પક્ષોની   રજૂઆત બાદ બચાવ પક્ષના   એડવોકેટની દલીલ ધ્યાને  લઈ નાગદાનગઢવીને જામીન પર છાડી મૂકવાનો હુકમ કર્યો છે.   બચાવ પક્ષે એડવોકેટ તરીકે વિજયરાજસિંહ જાડેજા અને ઓમદેવસિંહ રાણા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.