કુખ્યાત નિખિલ દોંગા ચાર દિવસના રિમાન્ડ પર સોંપાયો

શહેરની જી.કે. નજરલ હોસ્પિટલમાંથી ગુજસીટોકના ગુનાનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા પોલીસ જાપ્તામાંથી નાસી ગયો હતો. જે બાબતે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. ત્યારે નિખિલ દોંગાને ભગાડવાના કાવતરામા સામેલ અને મદદગારી કરનાર અન્ય ત્રણ આરોપીઓનીસંડોવણી તપાસમાં સામે આવી હતી. આ આરોપીઓને ઝડપી પાડીને પોલીસે પુછપરછ કરતા તેઓએ ગુનાનો એકરાર કર્યો હતો. પોલીસે ઝડપેલા ત્રણ આરોપીઓ રાજકોટના 28 વર્ષિય નિકુંજ તુલશીભાઇ દોંગા, ગોંડલના 29 વર્ષિય મોહિત ઉર્ફે મુંડો રમેશભાઈ સખીયા અને રાજકોટના 30 વર્ષિય પાર્થ ઉર્ફે લાલો બિપીનભાઈ ધાનાણીની ધરપકડ કરી હતી. ઝડપાયેલા ત્રણેય આરોપીઓને પોલીસે આજે 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે નામદાર  ભુજ કોર્ટમાં રજૂ કર્યા હતા.

નામદાર કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના આગામી તારીખ 9મી એપ્રીલ સુધીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. જી. કે.નજરલ હોસ્પીટલમાંથી પોલીસ જાપ્તામાંથી ગુજસીટોકના ગુનાનો આરોપી નિખિલ દોંગા નાસી ગયેલ હોઇ તે બાબતે રજીસ્ટર કરવામાં આવેલ  ભુજ શહેર બી.ડીવી. પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં-460/2021 ઈ.પી.કો.કલમ 221,223,224,225, 120(બી),328,465,468  તથા પ્રિજન એકટ કલમ 42,43,45 ની પેટા કલમ 12 મુજબના ગુનાના કાવતરામા સામેલ અને મદદગારી કરનાર  અન્ય ત્રણ આરોપીઓની  સંડોવણી જણાઇ આવતા આ ત્રણેય આરોપીઓની પુછપરછ કરતા તેઓએ ગુનાનો એકરાર કરેલ હોઇ આ ત્રણેય આરોપીઓ (1) નિકુંજ તુલશીભાઇ દોંગા  ઉ.વ. 28 વર્ષ રહે. રાજકોટ (2) મોહિત  મુંડો રમેશભાઈ સખીયા ઉ.વ. 29  રહે ગોંડલ (3) પાર્થ  લાલો બિપીનભાઈ ધાનાણી ઉ.વ. 30 રહે. રાજકોટઓને  અટક કરી  ભુજ કોર્ટમાં રજુ કરી દિન – 10 ના પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરતા કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓને  તા 09/04/2021 ના કલાક 16:00 સુધી પોલીસ કસ્ટડી રીમાન્ડ ઉપર સોપેલ છે.