Abtak Media Google News

ઠંડાપીણા સાથે  સ્નેક્સ, ખાદ્ય તેલ સહિતના ક્ષેત્રે અમુલ ધૂમ મચાવશે

ડેરી ક્ષેત્રે અમુલ પોતાનો આદ્ય સ્થાપિત કરી દીધું છે પરંતુ કંપની હવે ડાઈવર્સીફિકેશન મોડ ઉપર આગળ ચાલી રહી છે. જેમાં તે કોકાકોલા બ્રાન્ડને પણ હમ ફાવશે તો નવાઈ નહીં. અમુલના નવા મેનેજિંગ ડિરેક્ટર જયન મહેતાએ જણાવ્યું હતું કે અમૂલ હવે નોન ડેરી પ્રોડક્ટ એટલે કે બેવ્રેજીસ, ખાદ્ય તેલ સહિતના વિવિધ ક્ષેત્રે આગળ આવી ધુમ બચાવવા સજ્જ થયું છે. નવનિયુક્ત મેનેજિંગ ડિરેક્ટર એ જણાવ્યું હતું કે કંપનીનો એક જ લક્ષ્ય છે કે દરેક ખાદ્ય ચીજ વસ્તુઓ અને સામગ્રીમાં લોકો જે ઉપયોગ કરતા હોય તે દરેક ચીજ વસ્તુઓ અમૂલની હોવી જોઈએ જેના માટે ઝડપ ગતિ અને સૌથી મોટું રોકાણ પણ લાવવામાં આવશે.

અમુલ 61000 કરોડની બ્રાન્ડ વેલ્યુ ધરાવતી કંપની છે જેને ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે. નવનિયુક્ત મેનેજિંગ ડિરેક્ટર એ જણાવ્યું હતું કે કંપની જ્યારે ડાઈવર્સીફિકેશન પ્રોસેસમાં આગળ વધી રહ્યું હોય ત્યારે તેમના માટે ડેરી પ્રોડક્ટ સર્વપ્રથમ પ્રાથમિકતા છે અને રહેશે પરંતુ અન્ય ચીજ વસ્તુઓને સામગ્રીમાં કંપની આગળ આવી રહી છે.

હાલ વૈશ્વિક સ્થિતિમાં જે કંપનીઓ ખાદ્ય ખોરાક ક્ષેત્રે આગળ વધી રહી છે તેઓ અન્ય કંપનીઓ સાથે પણ જોઈન્ટ વેન્ચર કરવામાં આવી રહ્યું છે. આઇટીસી હવે ઉત્પાદન ક્ષેત્રે પણ વધુને વધુ વિકાસ અને ઇનોવેશન કરવા માટે આગળ વધી રહ્યું છે અને કંપનીનું માનવું છે કે એફ એમ સીધી ક્ષેત્રમાં હવે અનેક ગણો બદલાવ જોવા મળશે તે કંપનીઓ માટે સારા સમાચાર સાબિત થશે. હાલ જે દૂધમાં ભાવ વધારો આવી રહ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે જે ગાયને ભેંસ કે જે દુધાળા પશુઓ છે તેમનો પ્રતિ ખર્ચ વધી રહ્યો છે ત્યારે સારા ચોમાસાની આશાએ એક આશાવાદ પણ વ્યક્ત થઈ રહ્યો છે કે આવનારા દિવસોમાં જે ભાવ છે તેમાં ઘટાડો આવશે.

કોઈપણ કંપની જ્યારે ડાઈવર્સિફિકેશન પ્રોસેસમાં આગળ વધતી હોય તે સમયે જરૂરી એ છે કે તે જે ક્ષેત્રમાં આગળ વધી રહી હોય તેમાં યોગ્ય વિકાસ થાય જેથી તેનો લાભ આગામી દિવસોમાં જોવા મળે ત્યારે હાલ અમૂલ જે રીતે આગળ વધી રહ્યું છે અને ડાઈવરસિફિકેશન પ્રોસેસ માં આગળ આવ્યું છે ત્યારે અમુલ હવે વિવિધ ચીજ વસ્તુઓ સાથે આગળ વધશે કે લોકો માટે અત્યંત ઉપયોગી નીવડશે.

અમુલ દ્વારા બનાવામાં આવતી ચીજ વસ્તુઓ

અમુલ દ્વારા જે ચીજ વસ્તુઓ બનાવવામાં આવી રહી હોય તેમાં બટર, દૂધ, બ્રેડ સ્પ્રેડ, ચીઝ, પનીર, દહીં, ચીઝ સોસ, બેવરેજ, અમુલ પ્રોટીન, આઈસ્ક્રીમ, ઘી, મિલ્ક પાવડર, ચોકલેટ, ફ્રેશક્રીમ, મીઠાઈ મેટ, હેપી ટ્રીટ, અમુલ પ્રો, બેકરી પ્રોડક્ટ, રોટી સોફ્ટનર, પંચમરીત સહિતની અનેક ચીજ વસ્તુઓ બનાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.