Abtak Media Google News
  • અમેરિકન ફૂડ ચેઇન કંપની બર્ગર કિંગ દિલ્હીમાં શરૂ થાય તે પહેલા પુનાનું રેસ્ટોરન્ટ
  • ચાલતું હોવાથી બર્ગર કિંગ નામ માટે પુનાના રેસ્ટોરન્ટનો અધિકાર કાયમ રહ્યો

અમેરિકાની વિશ્વવિખ્યાત કંપની બર્ગર કિંગ ના ટ્રેડમાર્ક ના દાવા અંગે ચાલતા કેસમાં પુના જિલ્લા અદાલતે બર્ગર કિંગ કોર્પોરેશન “એ સ્થાનિક રેસ્ટોરન્ટ ના માલિક સામે કરેલો કેસ રદ કરી’ બર્ગર કિંગની માલિકી પુનાના રેસ્ટોરન્ટના નામે રહે તેવા ચુકાદાએ કોર્પોરેટ જગતમાં ભારે હલચલ મચાવી દીધી છે.

પુના જિલ્લા અદાલતના ચુકાદામાં કોર્ટે અમેરિકાની ફાસ્ટ ફૂડ ચેન બર્ગર કિંગ કોર્પોરેશન નો દાવો રદ કરતો હુકમ આપ્યો હતો પુનાની એક ખાનગી રેસ્ટોરન્ટે પોતાની દુકાન નું નામ બર્ગર કિંગ રાખ્યું હતું. અમેરિકાની કંપનીએ બર્ગર કિંગ ટ્રેડમાર્ક ના પુનામાં થઈ રહેલા ઉપયોગ સામે કેસ કર્યો હતો અને પોતાની કંપનીના નામનું ઉપયોગ કરી પુના રેસ્ટોરન્ટે કંપનીને મોટું નુકસાન પહોંચાડ્યું હોવાનો દાવો કર્યો હતો.

2011માં બર્ગર કિંગ કોર્પોરેશનને આ દાવો દાખલ કરીને રેસ્ટોરન્ટના માલિક સામે ટ્રેડમાર્ક ના દુરુપયોગ અંગે કાર્યવાહી કરવા માંગ કરી હતી.

પુના જિલ્લા અદાલતમાં ચાલેલા આ કેસમાં અદાલતે સ્થાનિક બર્ગર કિંગ રેસ્ટોરન્ટ તરફ ચુકાદો આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે બર્ગર કિંગ પૂનામાં 1991 92 થી ચાલે છે ત્યારે અમેરિકા ની બર્ગર કિંગ ભારતીય બજારમાં આવી પણ ન હતી બર્ગર કિંગ રેસ્ટોરન્ટ રવિ દિલ્હીમાં 9નવેમ્બર  2014 ના રોજ ચાલુ થયું હતું.

કોર્ટને અમેરિકાની બર્ગર કિંગ કોર્પોરેશન ના દાવા મુજબ કંપનીના અહીં અંગે કોઈ પુરાવા મળ્યા ન હતા વળી બર્ગર કિંગ કોર્પોરેશન એ વાત સાબિત કરવામાં નિષ્ફળ નિવડી હતી કે પુનાની રેસ્ટોરન્ટે બર્ગર કિંગ ટ્રેડમાર્ક નો ઉપયોગ કરી કંપનીને નુકસાન પહોંચાડ્યું છે.

બર્ગર કિંગ કોર્પોરેશન એ પુનાના રેસ્ટોરન્ટ સંચાલક અનહિતા ઈરાની અને શાહપુર ઈરાની વિરુદ્ધ બર્ગર કિંગ ટ્રેડમાર્ક ના ઉપયોગ નો કેસ દાખલ કર્યો હતો, અને દલીલ કરી હતી કે આ ટ્રેડમાર્ક વાપરીને કંપનીના હિતોનું નુકસાન અને જે લોકો બર્ગર કિંગ ટ્રેડમાર્ક ના ઘરાક છે તેમને ગેરમાર્ગે દોરવા માટે રેસ્ટોરન્ટ નું નામ બર્ગર કિંગ રાખ્યું છે

પુના અદાલતે આ કેસના ચુકાદામાં જણાવ્યું હતું કે પુનાના બર્ગર કિંગ રેસ્ટોરન્ટના માલિકોએ અમેરિકન કંપની ને કોઈ નુકસાન કર્યું નથી જોકે પુનાના રેસ્ટોરન્ટ સંચાલકોએ કોર્ટ માં હેરાનગતિ ના બદલામાં 20 લાખ રૂપિયા નો વળતરનો દાવો કર્યો હતો તેને ખારીજ કરીને કોર્ટ જણાવ્યું હતું કે આમાં નુકસાન થયું હોય એવું કોઈ કારણ ધરાવતું નથી લાંબી કાનૂની લડત બાદ અંતે બર્ગર કિંગ ટ્રેડમાર્કની માલિકી પુનાના રેસ્ટોરન્ટ ના નામે રહેવા પામી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.