Abtak Media Google News

ડીસીજીઆઈએ કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી કાલે વડાપ્રધાનની બેઠકમાં લેવાય શકે છે રસીકરણ અંગેનો નિર્ણય

ભારતના અમુક રાજ્યોમાં સતત કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે, સરકાર તરફથી કહેવામાં આવી રહ્યુ છે કે હજુ ચિંતાજનક પરિસ્થિતિ નથી, પરંતુ અમુક રાજ્યમાં દરરોજ કેસ ઝડપથી વધી રહ્યા છે સાથે જ પોઝિટિવિટી રેટમાં પણ વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે 6થી 12 વર્ષના બાળકો માટે કોવેક્સીનને મંજૂરી આપવામાં આવી હોવાનું જાહેર થયું છે.

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એટલે ડીસીજીઆઈએ 6-12 આયુવર્ગ માટે ભારત બાયોટેક વેક્સિન કોવેક્સિનને તાત્કાલિક ઉપયોગની અનુમતિ આપી દીધી છે. આ મંજૂરીની સાથે જ ભારતના કોરોના સામે ચાલી રહેલા યુદ્ધમાં મોટુ હથિયાર મળ્યુ છે. વેક્સિનેશન આગળ વધારવામાં વધુ મદદ મળશે.ડીસીજીઆઈએ છ થી બાર ના બાળકો માટે ભારત બાયોટેકની કોરોનાની રસી કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. આ અનુમતિ બાદ દેશમાં છ થી બાર વર્ષના બાળકોને કોરોનાની રસી લાગી શકે. કોવેક્સિનને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકએ તૈયાર કર્યુ છે.

હાલમાં, તે સ્પષ્ટ નથી કે આ રસીકરણ ક્યારે અને ક્યાંથી શરૂ થશે. માનવામાં આવે છે કે કોવિડ રસીકરણને લઈને 27 એપ્રિલે યોજાનારી પીએમ નરેન્દ્ર મોદીની બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના બાકી રહેલા મોજામાં બાળકો બહુ ગંભીર નહોતા, પરંતુ આ વખતે બાળકો આ નવા એકસ ઇ વેરિયન્ટનો શિકાર બની રહ્યા છે. ખાસ કરીને શાળા ખુલ્યા બાદ આ કેસોમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા ત્રણ સપ્તાહમાં બાળકોમાં ફ્લૂ જેવા લક્ષણોમાં વધારો થયો છે.

આવી સ્થિતિમાં, જો બાળકને કોરોના વાયરસ હોય તો પણ, માતાપિતાએ ગભરાવાની જરૂર નથી, કારણ કે બાળકોમાં કોરોનાના લક્ષણો ખૂબ જ હળવા હોય છે અને સમયસર સારવારને કારણે બાળકો ઝડપથી સાજા પણ થઈ રહ્યા છે. જો કે, આ લક્ષણોને સમયસર ઓળખવું મહત્વપૂર્ણ છે.ઉલ્લેખનીય છે કે અગાઉ, માર્ચ મહિનામાં, કોવિડથી બચાવવા માટે 12 થી 15 વર્ષના બાળકોને રસી આપવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. હવે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એ 6 થી 12 વર્ષની વયના બાળકોને કોવેક્સિન આપવાનો નિર્ણય લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.