સીએમ અરવિંદ કેજરીવાલે કરી મોટી જાહેરાત, દિલ્હીમાં હશે તેનું પોતાનું શિક્ષણ બોર્ડ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે મહત્વની જાહેરાત કરી છે. તેમણે પોતાની જાહેરાતમાં જણાવ્યું છે કે, દિલ્હીમાં પોતાની અલગ શિક્ષા બોર્ડ હશે. કેબિનેટે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે. હજુ સુધી રાજ્યમાં માત્ર CBSE અને ICSE બોર્ડમાં અભ્યાસ થતો હતો.પરંતુ હવે વિદ્યાર્થીઓ દિલ્હી બોર્ડના સંબદ્ધમા દિલ્હી બોર્ડ દ્વારા પ્રસ્તાવિત સિલેબસમાં અભ્યાસ કરી શકે છે. આ તકે સીએમ કેજરીવાલે કહ્યું હતું કે, અન્ય રોજ્યોની પણ શિક્ષા બોર્ડ છે અને દિલ્હીમાં અભ્યાસ 2021-22 સેશનથી શરૂ થઈ જશે. તેમણે કહ્યું કે, આ નિર્ણય અસર માત્ર દિલ્હીની શિક્ષા વ્યવસ્થા પર જ નહી,પરંતુ સમગ્ર દેશની શિક્ષા વ્યવસ્થા પર પડશે.

નવા બોર્ડ બનાવવા માટેના 3 લક્ષ્ય

એવા બાળકો તૈયાર કરવા છે જે કટ્ટર દેશભક્ત હોય.
બધા ધર્મોના બાળકો સારા લોકો બનવા જોઈએ.
આ બોર્ડ એવી શિક્ષણ આપશે જે બાળકોને પોતાના પગ પર ઉભા રહેવામાં મદદ કરશે, તેને રોજગાર આપશે.

નવા બોર્ડની આ હશે ખાસિયત

આજે એજ્યુકેશન સિસ્ટમ રટણ પર જોર આપે છે, પરંતુ નવું બોર્ડ સમજવા પર જોર કરશે.
બાળકોને અસિસમેન્ટ માટે હાઇ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. બાળકોને રટ્ટૂ પોપટ બનાવવામાં નહીં આવે.
દિલ્હીની મોટાભાગની સ્કૂલઓ CBSEની છે. દિલ્હીનું એજ્યુકેશન બોર્ડ 20થી 25 સરકારી સ્કૂલમાંથી CBSEને દૂર કરીને લાગુ કરવામાં આવશે.
એક સંચાલક મંડળ, એક્ઝિક્યુટિવ બોડીની પણ રચના કરવામાં આવશે.

આ છે બોર્ડનો રોડમેપ

આ વર્ષે 2021-22માં 20-25 સરકારી સ્કૂલોને આ બોર્ડ હેઠળ લાવવામાં આવશે.
આ સ્કૂલો કઈ હશે તે સ્કૂલ પ્રિન્સિપલ સાથે વાતચીત બાદ નક્કી કરવામાં આવશે.
આ સ્કૂલો પાસેથી CBSE બોર્ડની માન્યતા હટાવીને દિલ્હી બોર્ડની માન્યતા લાગૂ કરવામાં આવશે.
4થી 5 વર્ષની અંદર સ્વેચ્છિક રીતે બધી સ્કૂલો તેની હેઠળ આવી જશે.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીની સરકારી સ્કૂલોમાં એક જ ભાવના હતી કે, જ્યારે બજેટના 25 ટકા શિક્ષા પર ખર્ચ શરૂ કર્યે તો બદલાવ આવવાનું શરૂ થઈ જશે. તેના ઈન્ફ્રસ્ટ્રક્ચરમાં સુધાર કરવા અને ટીચર્સને વિદેશોમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવશે. અમે વિદ્યાર્થીઓને વિદેશમાં મોકલવાનું શરૂ કર્યું છે અને ફિજિક્સ કેમિસ્ટ્રીના ઓલિંપિયાડ માટે વિદેશોમાં મોકલ્યા છે. ઘણા સ્થળોએથી અમારા બાળકો મેડલ જીતીને દિલ્હી પાછા ફર્યા. અમે અમારા આચાર્યને સશક્ત બનાવ્યા છે, ત્યાં સુધી કે શિક્ષણ નિયામિકા દરેક શાળામાં ખૂબ દખલ કરતી હતી. નાની નાની બાબતોને ડિરેક્ટોરેટ દ્વારા માન્ય રાખવાની હતી, પરંતુ હવે અમે આચાર્યને સત્તા આપી છે અને 5000ની કામગીરીથી તેની શક્તિ 50,000 કરી છે.”