Abtak Media Google News

એશિયા- પેસીફિક ઇનિશિયેટીવ ઇનોવેશન ચેલેન્જ દ્વારા પસંદ કરાયેલા પ્રોજેકટ ને ૨.૧૩ કરોડ સુધીનું ભંડોળ પુરુ પાડશે

આપણે સૌ જાણીએ છીએ કે, પત્રકારીત્વ ચોથી  જાગીર છે. વર્ષોથી પત્રકારીત્વ લોકોને સાચી હકીકતથી વાકેફ કરે છે. પરંતુ તેની ‚ઢીચુસ્તાથી જે પત્રકારોત્વને વેગ મળવો જોઇએ તે નથી મળી શકયો, કહી શકાઇ કે પત્રકારત્વ જે ઉચ્ચાઇ પર હોવું જોઇએ તે નથી થઇ શકયું, કારણ કે, જુની ઘડથી ટેવાયેલું છે.

પત્રકારીત્વ, નવા અને સનોવેટીવ વિચારોને નથી પકડી શકયું, કે નથી જાળવી શકયુ, જો આજ ૫રિસ્થિત રહી તો તે દિવસ દુર ની કે પત્રકારીત્વ પોતાનું મહત્વ ગુમાવી દેશે. તે પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે વૈશ્વીક કંપની ગુગલે ઇનોવેટીવ આઇડીયા જે દેશે તે પ્રોજેકટમાં ગુગલ ૭૦ટકા જેટલો ખર્ચ ભોગવશે જેથી વિચાર વારકોને પ્રોત્સાહન મળી છે.

ગુગલ ન્યુઝ એશિયા – પેસિફીક ક્ષેત્રમાં અને ડીજીટલ  યુગમાં ગુણવતાયુકત પત્રકારત્વ પ્રદાન કરવા માટે લેખકો અને પ્રકાશનોને મદદ કરવા નવી અને નવીનતા રુપ પડકાર રજુ કર્યો છે. એશિયા- પેસીફીક ઇનિશિયેટીવ ઇનોવેશન ચેલેજ દ્વારા પસંદ કરેલા પ્રોજેકટરનો લગભગ ૨.૧૩ કરોડ સુધી ભંડોળ પુરુ પાડશે. અને કુલ પ્રોજેકટના ખર્ચનાં ૭૦ ટકા સુધીનું ફાઇનાન્સ કરશે.

જે ન્યુઝ એજન્સીમાં નવા વિચારોને ઇન્જેકટ કરશે. ગુગલ ન્યુઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે ઉમેદવારો, સભ્યપદ પ્રોગ્રામ, અથવા નવા ડીઝીટલ ઉત્પાદનો અને સેવાએ સહીત  વાચકો પાસેથી આવક વધારવા માટેના પ્રોજેકટસ માટે દરખાસ્તો ને આમંત્રણ આપી રહ્યા છે. નવીનતા પડકાર બેસે નવા ઇનોવેટીવ વિચારો માટેની અરજીઓ ર૮ નવેમ્બરે ખુલ્લી રહેશે અને સુપરત કરવાની છેલ્લી તારીખ ૯ જાન્યુઆરી રહેશે.

આ કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે એશિયા-પેરિફીકમાં પત્રકારો અને પ્રકાશકો ડીજીટલ યુગમાં કેવી રીતે ગુણવતા સભર પત્રકારત્વ કરી શકે તેના પ્રશ્નો વધી રહ્યા છે. કંપનીનાં કહેવા પ્રમાણે આ કાર્ય યંગુન થી મનીલા અને સીડની થી નવી દિલ્હી સુધી કરવામાં આવશે.

૧ર સપ્ટેમ્બરના રોજ યુરોપિયન સંસદ દ્વારા અપનાવવામાં આવેલા નવા કોપિરાઇટ ડાયરેકટીવ મુજબ ટેક જાયન્ટસએ જે પત્રકારોનો ઉપયોગ કર્યો છે. તેના માટે ચુકવણી કરવી આવશ્કય બની છે. પત્રકારત્વને અસરકારક બનાવવા સભ્ય દેશોએ સ્થાનીક કાયદાઓ ઘડવાની જરુર પડશે અને નિયમોમાં ફેરયાર પણ કરવાનાં રહેશે. લિંકસ માટે ગુગલને શુલ્ક લેવાનો આ પહેલો પ્રયાસ નથી પરંતુ ૨૦૧૪માં સ્પેને ન્યુઝ લિન્ક માટે ચુકવણી કરવા માટે

એકત્રીકરણ સાઇટસની આવશ્કયતા  ધરાવતો કાયદો પસાર કર્યો હતો. જેમાં ગુગલે સ્પેનિશ ગ્રાહકો માટે સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

એટલે કહી શકાઇ કે હવે પત્રકારત્વ માટે અચ્છે દિનની શરુઆત થઇ છે. જે પ્રકાશનો ડેટા આપી શકશે તે ટકી શકશે કારણે ડેટા ઇઝ ધ કિંગ ગુગલના આ પ્રયાસથી પત્રકારત્વમાં નવા શ્વાસનો સંચાર થશે. અને પત્રકારોને પણ જોમ અને જુસ્સો વધશે કાંઇક અલગ કરવા માટે કારણે હવેનું પત્રકારત્વ માત્ર ઇનોવેટીવ વિચાર ધારા ઉપર જ કેન્દ્રીત રહેશે. જે નવ નવા વિચારો અને અસકારક વિચારોનું આદાન-પ્રદાન કરી શકશે. તેજ પત્રકારીત્વ જગતમાં ટકી શકશે તે નિશ્ચીત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.