Abtak Media Google News

ટેલિકોમ વિભાગને લેખિત રજુઆત કરી મંજૂરી માંગતું સેલ્યુર ઓપરેટર્સ એસોસિએશન

મોબાઇલ ફોન સબસ્ક્રાઇબકરો ટૂંક જ સમયમાં આંગળીના ટેરવે પોસ્ટપેઇડમાંથી પ્રિ-પેઈડ અને પ્રિ-પેઈડમાંથી પોસ્ટપેડ કોઈપણ સીમકાર્ડ બદલાવ્યા વિના ફક્ત એક ઓટીપી સિસ્ટમથી કરી શકશે તેવી પદ્ધતિ બજાર માં આવનારી છે. ડોટ નોટ અનુસાર સીમકાર્ડ બદલાવ્યા વિના જ પોસ્ટપેઈડમાંથી પ્રિ-પેઈડ  અને પ્રિ-પેઈડમાંથી પોસ્ટપેઈડ થઈ શકશે. ઇન્ડસ્ટ્રી બોડી સેલ્યુલર ઓપરેટર એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને આ અંગે રજૂઆત કરી છે જ્યારે ડિપાર્ટમેન્ટ દ્વારા ટેલિકોમ ઓપરેટરોને આ ક્ધસેપ્ટના પુરાવાઓ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.

આ અંગે પ્રૂફ ઓફ ક્ધસેપ્ટની ખરાઈ કર્યા બાદ જ ટેલિકોમ વિભાગ કોઈ નિર્ણય લઈ શકશે. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રૂફ ઓફ ક્ધસેપ્ટ જોયા બાદ સંભવત: ટેલિકોમ વિભાગ દ્વારા આ ક્ધસેપ્ટને મંજૂરી આપી દેવામાં આવશે. જેના કારણે ટેલિકોમ ક્ષેત્રમાં નવી ક્રાંતિ સર્જાશે. હાલ સુધીમાં કોઈ પણ વપરાશકર્તાએ પ્રિ-પેઈડમાંથી પોસ્ટપેઈડ કે પોસ્ટપેઈડમાંથી પ્રિ-પેઈડ કરવા માટે પ્રથમ તો ઓપરેટર સુધી પહોંચવું પડતું હતું અને ત્યારબાદ સિમ કાર્ડ પણ બદલાવવું પડતું હતું પરંતુ જો આ પદ્ધતિને મંજૂરી મળે તો સમગ્ર પ્રક્રિયા ફક્ત આંગળીના ટેરવે લરી શકાશે તેમજ વપરાશકર્તાઓએ ક્યાંય ધક્કા ખાવાની પણ જરૂરિયાત નહીં રહે.  આ અંગે ટેલિકોમ વિભાગના એડિજી સુરેશ કુમારે કહ્યું છે કે, પ્રથમ તો સમગ્ર પ્લાનની ચકાસણી તેમજ ખરાઈ કરવામાં આવશે. તેની ત્રુટીઓ અંગે પણ ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ કોઈ નિર્ણય લેવામાં આવશે.

ઇન્ડસ્ટ્રી બોડી સેલ્યુર ઓપરેટરસ એસોસિએશન ઓફ ઇન્ડિયામાં રિલાયન્સ જીઓ, ભરતી એરટેલ અને વોડાફોન ઇન્ડિયાના સભ્યો પણ જોડાયેલા છે. આ સંગઠન દ્વારા 9મી એપ્રિલના રોજ ટેલિકોમ વિભાગને રજુઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે, આ પદ્ધતિને મંજૂરી આપવામાં આવે જેથી વપરાશકર્તાઓએ પ્રિ-પેઈડથી પોસ્ટપેઈડ અને પોસ્ટપોઇડથી પ્રિ-પેઈડ કરવા માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર રહે નહીં. આ પદ્ધતિ મારફત ફક્ત એક ઓટીપી સિસ્ટમ થકી જ સમગ્ર પ્રક્રિયા ઘરે બેઠા કરી શકાશે. સંગઠન દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે, હાલ ઓટીપી સિસ્ટમ કોર્પોરેટ સેકટરથી માંડીને સરકારી સિસ્ટમોમાં પણ અમલી છે. આ એક સુરક્ષિત પદ્ધતિ છે જેના આધારે જ પોસ્ટપેઇડથી પ્રિ-પેઈડ અને પ્રિ-પેઈડથી પોસ્ટપેઇડ કરી શકાશે. જેથી આ પદ્ધતિ એકદમ સુરક્ષિત રહેશે અને વપરાશકર્તાઓનો સમય પણ બચશે જેથી ટેલિકોમ વિભાગે આ પદ્ધતિની અમલવારી માટે મંજુરી વહેલી તકે આપવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.